G-20 માં G નો શું મતબલ છે? જાણો આ સંગઠન ભારત માટે કેટલુ મહત્વનું?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની આગેવાનીમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરીને ભારત જી-20ની અધ્યક્ષતા કરવા જઈ કહ્યું છે. તમે રોજ રોજ જી-20 નું નામ સાંભળો છો પરંતુ તમને એ ખબર છે કે G નો મતબલ શું થાય છે?

G-20 20 દેશોનો સમૂહ છે. દર વર્ષે આ દેશોના વડાઓ એક જગ્યાએ મળે છે અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરે છે. પહેલા માત્ર નાણામંત્રીઓ જ મળતા હતા. હવે તેનું લેવલ વધારી દેવાયુ છે અને દેશના વડા તેમાં ભાગ લે છે.

G-20

G20ની પ્રથમ બેઠક 2008માં અમેરિકાના વોશિંગ્ટનમાં યોજાઈ હતી અને દર વર્ષે કોન્ફરન્સ યોજાય છે. ભારતમાં યોજાઈ રહેલી આ આ 18મી કોન્ફરન્સ છે. આ સંગઠન એટલે મહત્વનું છે કારણ કે આ સંગઠનનો ભાગ તમામ દેશોનો વિશ્વ GDP, વેપાર વગેરેમાં નોંધપાત્ર હિસ્સો છે. આ દેશો વિશ્વની જીડીપીના 85 ટકા હિસ્સો ધરાવે છે.

આ સંગઠનમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા રિપબ્લિક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુરોપિયન યુનિયન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

G-20 માં G ના અર્થ વિશે વાત કરીએ તો ઘણા લોકો તેને વૈશ્વિક માને છે, પરંતુ એવું નથી. અહીં G નો અર્થ ગ્રુપ છે. આ દેશોને ગ્રુપ ઓફ ટ્વેન્ટીઝ કહેવામાં આવે છે. એટલે ગ્રુપ માટે જી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X