For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 દિવસ ભારતમાં શું કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો આખું ટાઈમ ટેબલ

2 દિવસ ભારતમાં શું કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો આખું ટાઈમ ટેબલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખો દેશ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા ભારતના પ્રવાસનો ઈંતેજાર કરી રહ્યો છે. અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે સોમવારથી બે દિવસના પહેલા સત્તાવાર પ્રવાસ પર ભારત આવી રહ્યા છે. તેમનો પહેલો પડાવ ગુજરાતના અમદાવાદમાં હસે અને તે બા તેઓ દિલ્હી જશે. જે અહેવાલ મળી રહ્યા છે તે મુજબ ટ્રમ્પ ઉત્તર પ્રદેશના આગરા જઈ તાજમહેલને પણ નિહાળી શકે છે પરંતુ હજી સુધી તેમના આગરા પડાવની પુષ્ટિ નથી થઈ. ભારતમાં વિદેશ મંત્રાલય તરફથી પણ કંઈ કહેવામાં આવ્યું નથી અને વ્હાઈટ હાઉસ તરફથી પણ આગ્રાનો ઉલ્લેખ કરાયો નહોતો. ત્યારે આવો તમને જણાવીએ કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા બે દિવસ સુધી ભારતમાં શું શું કરશે.

મોટેરા સ્ટેડિયમમાં મેગા ઈવેન્ટ

મોટેરા સ્ટેડિયમમાં મેગા ઈવેન્ટ

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ 'નમસ્તે ટ્રમ્પ' મેગા ઈવેન્ટનું આયોજન થનાર છે. સૂત્રો મુજબ હવે ટ્રમ્પ માત્ર આ કાર્યક્રમમાં હાજરી આપશે. પહેલા તેઓ સાબરમતી આશ્રમ જવાના હતા પરંતુ હવે તેમનો સાબરમતી આશ્રમ જવાનો કાર્યક્રમ રદ્દ થઈ શકે છે. ધી હિન્દુ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ પહેલા જે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું હતું, હવે સ્ટેડિયમનું ઉદ્ઘાટન બાદમાં થશે. હજી આની કોઈ તારીખ નક્કી નથી થઈ. હાલ ઉદ્ઘાટન કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો છે. સૂત્રો તરફથી જાણકારી આપવામાં આવી છે કે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી હવે દિલ્હી સ્થિત રાજઘાટ પર 25 ફેબ્રુઆરીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.

સાબરમતી આશ્રમની ટ્રિપ કેન્સલ

સાબરમતી આશ્રમની ટ્રિપ કેન્સલ

રાષ્ટ્રપતિનું શેડ્યૂઅલ અને તેમનો કાર્યક્રમ હજી સાર્વજનિક કરાયો નથી. માનવામાં આવી રહ્યું છે કે સોમવારે 24 ફેબ્રુઆરીએ એરફોર્સ વન રાષ્ટ્રપતિ અને તેમના ડેલીગેશનને લઈ 17 કલાક બાદ સવારે 11.55 મિનિટ પર સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરશે. એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડીનું સ્વાગત કરવા માટે હાજર રહેશે. પ્રેસિડેન્ટ અને પીએમ મોદી અહીંથી 22 કિમીના રોડ સોમાં ભાગ લેશે. રોડ શો મોટેરા સ્ટેડિયમ પર પૂરો થશે. જણાવવમાં આવી રહ્યું છે કે પહેલા પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને પીએમ મોદી ગાંધી આશ્રમ પર 15 મિનિટ સુધી રોકાવાના હતા. તાજા જાણકારી મુજબ હાલ આ કાર્યક્રમ કેન્સલ થઈ ગયો છે.

ભારતમાં ટ્રમ્પની મેગા ઈવેન્ટ

ભારતમાં ટ્રમ્પની મેગા ઈવેન્ટ

બપોરે 12.30 વાગ્યે બંને નેતા મોટેરા સ્ટેડિયમ પહોંચશે. અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ અહીં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બોલશે. કાર્યક્રમમાં 1.25 લાખ લોકો હાજરી આપે તેવી સંભાવના છે. આ મેગા ઈવેન્ટને અમેરિકી ચૂંટણી પહેલા ટ્રમ્પનો સૌથી મોટો રાજનૈતિક કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પનો ઉદ્દેશ્ય આ કાર્યક્રમ દ્વારા અમેરિકામાં હાજર ભારતીય અમેરિકીઓનું સમર્થન હાંસલ કરવાનો છે. નવેમ્બરમાં અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી થનાર છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પના કાર્યક્રમમાં પહેલા આગ્રા જવાનું નક્કી નહોતું. હવે જ્યારે સાબરમતિ આશ્રમનો પ્રોગ્રામ કેન્સલ કરી દેવામાં આવ્યો છે તો અધિકારીઓ માની રહ્યા છે કે ટ્રમ્પ હવે આગરા જઈ શકે છે.

તાજમહેલ જોવા જઈ શકે છે ટ્રમ્પ

તાજમહેલ જોવા જઈ શકે છે ટ્રમ્પ

ટ્રમ્પની તૈયારીઓમાં લાગેલા અધિકારીઓ મુજબ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી સૂરજ ડૂબતી વખતે તાજમહેલ જોવા માટે ઈચ્છુક છે. બની શકે કે બંને આગરા પણ જશે. અમદાવાદથી પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડી, પીએમ મોદી તરફથી આયોજિત લંચમાં શિરકત કરશે અને પછી અહીંથી બપોરે 3.30 મિનિટ પર આગરા માટે નિકળશે. કહેવામાં આવી રહ્યું છે કે બંને સાંજે પાંચ વાગ્યે તાજમહેલ પહોંચશે. અહીં 30થી 45 મિનિટ અટક્યા બાદ તેઓ દિલ્હી માટે રવાના થઈ જશે. 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવશે. રામનાથ કોવિંદ, તેમના પત્ની સવિતા અને પીએમ મોદી તરફથી ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીનું સ્વાગત કરવામાં આવશે.

રાત્રે 10 વાગેય અમેરિકા પાછા ચાલ્યા જશે ટ્રમ્પ

રાત્રે 10 વાગેય અમેરિકા પાછા ચાલ્યા જશે ટ્રમ્પ

બપોરે ત્રણ વાગ્યે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમનું પ્રતિનિધિમંડળ અમેરિકા દૂતાવાસ જશે અે અહીં પર સીઈઓ રાઉંડટેબલમાં સામેલ થશે. ટ્રમ્પ અહીં દેશના કેટલાક બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. દૂતાવાસના કર્મચારીઓથી પ્રેસિડેન્ટ અને તેમની પત્ની મુલાકાત કરશે અને ફોટો ક્લિક કરાવશે. જે બાદ બંને રાષ્ટ્રપતિ ભવન જશે અને સાંજે આઠ વાગ્યે રાષ્ટ્રપતિ કોવિંદ તરફથી આયોજિત ડિનરમાં સામેલ થશે. ડિનરની તરત બાદ આખું પ્રતિનિધિમંડળ એરપોર્ટ જવા માટે રવાના થઈ જશે. જે બાદ 10 વાગ્યે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું એરક્રાફ્ટ એરફોર્સ વન ટેક ઑફ કરશે. એરફોર્સ વન જર્મનીથઈ થતાં અમેરિકા જશે.

11 વર્ષ બાદ 2020માં સૌથી ઓછો પગાર વધશે, જાણો શું કહે છે સર્વે11 વર્ષ બાદ 2020માં સૌથી ઓછો પગાર વધશે, જાણો શું કહે છે સર્વે

English summary
What Donald Trump, Melania will do on 2-day India visit, complete schedule
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X