રાજ્યસભામાં હોબાળોઃ સાંસદોએ ફાડી રૂલ બુક, ધરણા પર બેઠા, તો પણ અડધી રાત સુધી ચાલી સાંસદ
નવી દિલ્લીઃ સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે ખેડૂત બિલ રવિવારે રાજ્યસભામાં પાસ થઈ ગયા. રાજ્યસભામાં બિલ પર ચર્ચા દરમિયાન જ્યારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર જવાબ આપી રહ્યા હતા એ વખતે વિરોધ પક્ષોએ જોરદાર હોબાળો કર્યો પરંતુ ભારે વિરોધ છતાં ત્રણે બિલોને ધ્વનિ મતના આધારે સંસદમાં પાસ કરી દેવામાં આવ્યા જેના પર વિપક્ષે મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા અને આ લોકતંત્રની હત્યા ગણાવી દીધી.

રાજ્યસભામાં વિપક્ષે બધી હદો કરી પાર
તમને જણાવી દઈએ કે ખેડૂત બિલના વિરોધમાં રવિવારે રાજ્યસભામાં વિપક્ષે બધી હદો પાર કરી દીધી હતી. તેણે પહેલા સભાપતિના સંસદના સમય વધારવા પર હોબાળો શરૂ કર્યો. વિપક્ષી સભ્ય વેલમાં હોબાળો કરવા લાગ્યા. ત્યારબાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનો જવાબ પૂરો થયા બાદ જ્યારે બિલ પાસ કરવાની પ્રક્રિયા શરૂ થઈ તો વિપક્ષી મત વિભાજન કરવાની માંગ કરવા લાગ્યા, તેના માટે ઉપસભાપતિ હરિવંશ રાય તૈયાર ન થયા તો તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયને સંસદની રૂલબુક ફાડી દીધી અને ઉપસભાપતિનુ માઈક તોડવાની કોશિશ કરી. આના કારણે માર્શલ બોલાવવા પડ્યા અને સંસદની કાર્યવાહી 15 મિનિટ માટે અટકી પડી.

રાજ્યસભા ટીવીની ફીડ કાપી દીધી
જો કે ડેરેક ઓ બ્રાયને બાદમાં બધા આરોપોનો ઈનકાર કરીને કહ્યુ કે મે આ બધુ નથી કર્યુ. વીડિયોને પણ રાજ્યસભાના ફૂટેજમાંથી હટાવી દેવામાં આવ્યો છે. આ અફવાઓ ઉડાવવામાં આવી રહી છે, વળી, મીડિયા દ્વારા માઈક તોડવાના આરોપના સવાલ પર ડેરેકે કહ્યુ કે ભાજપવાળા લોકતંત્રની પીઠ પર બ્રેક કરી રહ્યા છે અને તમે લોકો માઈક બ્રેક માટે સવાલ કરી રહ્યા છો. બ્રાયને કહ્યુ કે સરકારે છેતરપિંડી કરી છે, તેમણે સંસદમાં દરેક નિયમો તોડ્યા, રાજ્યસભામાં ટીવીની ફીડ કાપી દીધી જેથી દેશ જોઈ ન શકે, તેમણે રાજ્યસભા ટીવીને સેન્સર કરી દીધુ, આ દાદાગિરી છે.

12 સાંસદો સંસદમાં જ ધરણા પર બેસી ગયા
એટલુ જ નહિ હોબાળા બાદ જ્યારે બિલ પાસ થયુ તો 12 સાંસદ ત્યાં જ ધરણા પર બેસી ગયા. સંસદ ખતમ થયા બાદ પણ અમુક સાંસદ રાજ્યસભાાં ધરણા પર બેઠા હતા જો કે બાદમાં રાજ્યસભા સાંસદોએ સંસદની અંદર ધરણા ખતમ કર્યા અને સંસદ પરિસરાં ગાંધીજીની મૂર્તિ પાસે ધરણા કરવા લાગ્યા જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત ઘણી પાર્ટીઓ હાજર હતી. વળી, ત્યારબાદ ઉપસભાપતિ સામે 12 વિપક્ષી દળોએ અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો જેના પર 100 લોકોની સાઈન હતી. સાંજે સંરક્ષણ મંત્રી રાજનાથ સહિત છ મોટા મંત્રીઓએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે રાજ્યસભામાં જે થયુ તે શરમજનક હતુ. વળી, લોકસભાની કાર્યવાહી એકદમ શાંતિપૂર્ણ રીતે અડધી રાત સુધી ચાલી. ત્યારબાદ સોમવારે સાંજે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
પ્રિયંકા ચોપડાનુ હૉલિવુડમાં રાજ, બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ માટે ઑસ્કર નૉમિનેશન!