ચંદ્રયાન 2: લેંડર વિક્રમ સાથે સંપર્ક તૂટવાનુ કારણ આ રીતે શોધશે ઈસરો
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ચંદ્રયાન 2ના લેંડર ‘વિક્રમ'નુ ચંદ્ર પર ઉતરતી વખતે સંપર્ક તૂટવા પાછળના કારણની તપાસ કરશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ચંદ્રયાન 2ના લેંડર 'વિક્રમ'નુ ચંદ્ર પર ઉતરતી વખતે સંપર્ક તૂટવા પાછળના કારણની તપાસ કરશે. ચંદ્રયાન ટીમની એક ટીમ આના પર માહિતી ભેગી કરશે કે છેવટે સંપર્ક તૂટવા પાછળનુ કારણ શું રહ્યુ અને કેમ આમાં વૈજ્ઞાનિકોને સફળતા નહિ મળી શકે.

ઈન્ડિયા ટુડેના રિપોટ મુજબ વૈજ્ઞાનિક ચંદ્રયાન 2ના ઑર્બિટનો ઉપયોગ કરીને નક્શો જોશે અને જાણશે કે ઉણપ ક્યાં રહી. ઈસરો ગ્લોબલ સ્પેસ નેટવર્કથી પણ સેન્સર ડેટા મેળવવાનો પ્રયાસ કરશે જેથી તેમાં વધુ સારી તપાસ કરી શકાય. ભારતનું સ્પેસ મિશન ચંદ્રયાન 2ના લેંડરનો વિક્રમનો ચંદ્ર પર ઉતરતી વખતે જમીન સાથેનો સંપર્ક તૂટી ગયો. સંપર્ક ત્યારે તૂટ્યો જ્યારે ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરની ઉંચાઈ પર હતો. લેંડરનો રાતે લગભગ એક વાગે 38 મિનિટે ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી પરંતુ ચંદ્ર પર નીચે આવતી વખતે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર જમીન સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો.
વિક્રમે રફ બ્રેકિંગ અને ફાઈન બ્રેકિંગ તબક્કાને સફળતાપૂર્વક પૂરુ કરી લીધુ હતુ પરંતુ સોફ્ટ લેંડિંગ પહેલા તેનો ધરતી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. 3,840 કિલોગ્રામ વજનના ચંદ્રયાન 2 ને 22 જુલાઈ રોજ જીએસએલવી એમકે-3 એમ-1 રૉકેટથી પ્રક્ષેપણ કરવામાં આવ્યુ હતુ. અંતરિક્ષ યાન 20 ઓગસ્ટના રોજ ચંદ્રમાની કક્ષામાં પહોંચી ગયુ હતુ. ઈસરોએ બે સપ્ટેમ્બરે ઑર્બિટરથી લેંડરને અલગ કરવામાં સફળતા મેળવી હતી પરંતુ શનિવારે સવારે વિક્રમનો જમીન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
મિશન વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યુ કે ઉતાર-ચડાવ આવતા રહે છે પરંતુ આ કોઈ નાની ઉપલબ્ધિ નથી. દેશને તમારા પર ગર્વ છે, સર્વશ્રેષ્ઠની આશા રાખો, હિંમત રાખો. આ તમારી કોઈ નાની ઉપલબ્ધિ નથી. તમે બહુ ઉત્તમ સેવા કરી છે, હું તમારી સાથે છુ. આ પળ મનોબળ રાખવાનો છે અને આપણે રાખીશુ. આશા છે કે અંતરિક્ષ કાર્યક્રમમાં આપણે કડક પરિશ્રમ કરવાનુ ચાલુ રાખીશુ.












Click it and Unblock the Notifications
