મણિપુરની દીકરીઓ સાથે જે થયુ એને ક્યારેય માફ ના કરી શકાય, ગુસ્સામાં બોલ્યા પીએમ મોદી

ચોમાસુ સત્ર પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરવા અને જાતીય શોષણના મામલામાં પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં. કાયદો કડક કાર્યવાહી કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "મારું હૃદય પીડાથી ભરાયેલુ છે. ગુસ્સાથી ભરાઈ ગયુ છે. મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. પાપ કરનારા કેટલા છે, કોણ છે.... એ એમની જગ્યાએ છે, પરંતુ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. 140 કરોડ દેશવાસીઓ શરમ અનુભવી રહ્યા છે.''

pm modi

પીએમ મોદીએ વધુમાં કહ્યું, "હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કરે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે આકરાં પગલાં ભરે. ઘટના ભલે રાજસ્થાનની હોય, છત્તીસગઢની હોય, મણિપુરની હોય, આ દેશના ખૂણે-ખૂણે, કોઈપણ રાજ્યમાં, રાજકીય વાદ-વિવાદથી ઉપર ઊઠીને, કાયદો-વ્યવસ્થાનું મહત્ત્વ, સ્ત્રીઓનું સન્માન, ટોચ પર હોવું જોઈએ.''

અંતમાં પીએમ મોદીએ કહ્યું કે, ''હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. કાયદો તેની તમામ શક્તિ સાથે એક પછી એક પગલા લેશે. મણિપુરની દીકરીઓ સાથે જે થયું છે તેને ક્યારેય માફ કરી શકાય નહીં.''

ચોમાસુ સત્રને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ચોમાસુ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. પવિત્ર સંકલ્પો અને પવિત્ર કાર્યો માટે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મને ખાતરી છે કે તમામ સાંસદો સાથે મળીને આ સત્રનો જનહિતમાં મહત્તમ ઉપયોગ કરશે. ઘણા કાયદા બનાવવા અને તેની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે, જે સંસદ અને દરેક સાંસદની જવાબદારી છે. ચર્ચા જેટલી તીક્ષ્ણ થાય છે તેટલા વધુ સારા નિર્ણયો લેવામાં આવે છે જે જાહેર હિતમાં દૂરગામી પરિણામો આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X