For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયાના દોષિતોને ફાંસી આપતી વખતે જલ્લાદ બેભાન થઈ જાય તો?

જેલ પ્રશાસને એ અંગેનુ પણ ધ્યાન રાખ્યુ છે કે જો જલ્લાદ ફાંસી આપતી વખતે ગભરાઈ જાય કે બેભાઈ થઈ જાય તો શું કરી શકાય.

|
Google Oneindia Gujarati News

દિલ્લીમાં 2012માં નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચાર દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની છે. ફાંસી મેરઠના પવન જલ્લાદ આપશે. પવન જલ્લાદ પહેલી વાર ફાંસી આપશે. જેલ પ્રશાસને એ અંગેનુ પણ ધ્યાન રાખ્યુ છે કે જો જલ્લાદ ફાંસી આપતી વખતે ગભરાઈ જાય કે બેભાઈ થઈ જાય તો શું કરી શકાય. આવી સ્થિતિમાં તિહાર જેલ પ્રશાસન વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તૈયારી કરી રહ્યા છે.

તો પછી જેલ સ્ટાફ આપશે ફાંસી

તો પછી જેલ સ્ટાફ આપશે ફાંસી

એનબીટીના એક રિપોર્ટ અનુસાર નિર્ભયાના ચારે દોષિતોને ફાંસી લટકાવવા દરમિયાનની શંકાઓને જોવામાં આવી રહી છે. જલ્લાદને પણ બે દિવસ પહેલા બોલાવવામાં આવી રહ્યો છે. જેથી ક્યાંક કોઈ ઉણપ દેખાય તો સમયસર તેનો ઉકેલ લાવી શકાય. જો ફાંસીના સમયે જ જલ્લાદ બેભાન થઈ જાય તો પછી જેલ સ્ટાફ જ આ ચારેને ફાંસી પર લટકાવશે. જેલ સ્ટાફ પહેલા પણ અમુક વાર દોષિતોને ફાંસી આપી ચૂક્યા છે.

પવન જલ્લાદે ફાંસીમાં દાદાની મદદ કરી હતી

પવન જલ્લાદે ફાંસીમાં દાદાની મદદ કરી હતી

દોષિતોને ફાંસી પર લટકાવવા માટે 20 જાન્યુઆરીના રોજ જલ્લાદ પવન તિહાર જેલ પહોંચી જશે. જલ્લાદના રહેવાની વ્યવસ્થા જેલ પરિસરમાં જ કરવામાં આવશે. મેરઠના રહેવાસી પવન જલ્લાદ માટે ફાંસી આપવાનો આ પહેલો અનુભવ હશે. આ પહેલા તેમણે બસ ફાંસી આપવામાં દાદાની મદદ કરી છે. પવનના દાદા કાલૂ પણ જલ્લાદ હતા. તેમની ચાર પેઢીઓ જલ્લાદનુ કામ કરતી હતી. પવનના દાદાએ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસી પર લટકાવ્યા હતા.

22 જાન્યુઆરીની સવારે ફાંસી

22 જાન્યુઆરીની સવારે ફાંસી

દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે બધા ચારે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે ફાંસી આપવાનો આદેશ આપ્યો છે. ચારે દોષિતોને જેલ નંબર 3માં ફાંસી અપાવાની છે. તમને જણાવી દઈએ કે 16 ડિસેમ્બર, 2012ના રોજ દિલ્લીમાં ચાલતી બસમાં 6 નરાધમોએ છાત્રા સાથે ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપ બાદ રૉડથી તેના પર વાર કરીને તેને બસમાંથી નીચે ફેંકી દીધી હતી. આરોપીઓમાં એક સગીર પણ હતો જે ત્રણ વર્ષની સજા પૂરી કરીને મુક્ત થઈ ગયો છે. બીજા એક આરોપીએ જેલમાં જ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. હાકી ચારને ફાંસીની સજા થઈ છે.

આ પણ વાંચોઃ દિલ્લીમાં કેજરીવાલને ઘેરવા માટે ભાજપનો નવો પ્લાન, આ પાર્ટી સાથે ચૂંટણી લડવા તૈયારઆ પણ વાંચોઃ દિલ્લીમાં કેજરીવાલને ઘેરવા માટે ભાજપનો નવો પ્લાન, આ પાર્ટી સાથે ચૂંટણી લડવા તૈયાર

English summary
What if the executioner becomes unconscious while executing the Nirbhaya convicts?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X