સંપત્તિ કાર્ડ એટલે શું? જાણો, વડાપ્રધાન મોદી આજે લૉન્ચ કરશે

સંપત્તિ કાર્ડ એટલે શું? જાણો, વડાપ્રધાન મોદી આજે લૉન્ચ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી સ્વામિત્વ યોજના અંતર્ગત સંપત્તિ કાર્ડ વિતરિત કરવાની યોજનાનો શુભારંભ કરશે, જણાવી દઈએ કે આ સ્કીમ અંતર્ગત લગભગ એક લાખ ભૂ-સંપત્તિ માલિક પોતાના મોબાઈલ ફોન પ એસએમએસથી પ્રાપ્ત થનાર લિંકથી સંપત્તિ કાર્ડ ડાઉનલોડ કરી શકશે, આ કાર્ડમાં ગ્રામીણોના રહેણાંકના મકાનોના દસ્તાવેજ ઉપલબ્ધ થશે.

Swamitva Scheme

સંપત્તિ કાર્ડ વિતરિત યોજના અથવા સ્વામિત્વ (SWAMITVA Scheme) શું છે

  • સ્વામિત્વ પંચાયતી રાજ મંત્રાલયની એક કેન્દ્રીય યોજના છે.
  • જેને 24 એપ્રિલ 2020ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી હતી.
  • યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોની આવાસીય જમીનનો માલિકાના હક નક્કી કરવો અને તેનો રેકોર્ડ બનાવવાનો છે.
  • આજે પીએમ મોદી 1.32 લાખ સંપત્તિ માલિકોને સંપત્તિ કાર્ડ વિતરિત કરશે.
  • જે બાદ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડોનું ભૌતિક વિતરણ કરવામાં આવશે.
  • આ યોજનાથી લોકોને લોન આપવામાં મદદ મળશે.
  • ચાર વર્ષ (2020-2024)ની અવધીમાં આ યોજના આખા દેશમાં લાગૂ કરી દેવામાં આવશે.
  • આ યોજનામાં 6 રાજ્ય સામેલ છે, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકના 763 ગામ સામેલ છે.
  • પીએમ મોદી દ્વારા આજે જે કાર્ડ આપવામાં આવશે તેની મદદથી લોન મેળવવી આસાન થઈ જશે.
  • આ કાર્ડ ગ્રામીણ વિસ્તારોમાં સંપત્તિનો રેકોર્ડ રાખવામાં મદદરૂપ થશે.
  • આ યોજના દ્વારા ગામડાના લોકો પોતાની સંપત્તિનો રેકોર્ડ રાખી શકશે.
  • ઈ-ગ્રામ સ્વરાજ વેબસાઈટ પર રિપોર્ટ ઉપલબ્ધ કરાશે.
  • ઈ-પોર્ટલ લોકોને તેમની જમીનના માલિકાના હકનું સર્ટિફિકેટ પણ આપશે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X