Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ayodhya title suit: શું છે ટાઈટલ સૂટ જેના પર સુપ્રીમ કોર્ટમાં છે સુનાવણી

સુપ્રીમ કોર્ટ અયોધ્યાની રામ જન્મુભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિને ત્રણ ભાગોમાં વહેંચવાના 2010 ના અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાના વિરોધમાં દાખલ કરેલ યાચિકાઓ પર આજથી સુનાવણી શરૂ કરવાના છે.

સુપ્રીમ કોર્ટ અયોધ્યાની રામ જન્મુભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિને ત્રણ ભાગોમાં વહેંચવાના 2010 ના અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાના વિરોધમાં દાખલ કરેલ યાચિકાઓ પર આજથી સુનાવણી શરૂ કરવાના છે. આ મામલે સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજય કિશન કૌલ તેમજ જસ્ટીસ સકેએમ જોસેફની ખંડપીઠ કરશે.

ટાઈટલ સૂટ (જમીનના માલિકી હક સાથે જોડાયેલ કેસ)

ટાઈટલ સૂટ (જમીનના માલિકી હક સાથે જોડાયેલ કેસ)

આ સુનાવણીથી નક્કી થશે કે છેવટે અયોધ્યાની વિવાદિત ભૂમિ પર માલિકી હક કોનો છે. આજથી લગભગ આઠ વર્ષ પહેલા અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત ભૂમિને ત્રણ ભાગમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો પરંતુ તે ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો જે હેઠળ અયોધ્યા વિવાદના ટાઈટલ સૂટ (જમીનના માલિકી હક સાથે જોડાયેલ કેસ) પર સુનાવણી થવા જઈ રહી છે.

શું છે અયોધ્યાનું ટાઈટલ સૂટ?

શું છે અયોધ્યાનું ટાઈટલ સૂટ?

વર્ષ 1950 માં વિવાદિત ભાગ પર હિંદુ રીતિ રિવાજથી પૂજાની પરવાનગી માંગવા માટે ગોપાલસિંહ વિશારદે અલાહાબાદ હાઈકોર્ટમાં એક યાચિકા દાખલ કરી હતી ત્યારબાદ આ જ માંગ નિર્મોહી અખાડાની યાચિકામાં પણ રાખવામાં આવી હતી. વળી, આ યાચિકામાં વિવાદિત ભૂમિ પર નિયંત્રણની માંગની પણ વાત હતી.

હાઈકોર્ટે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી દીધી

હાઈકોર્ટે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી દીધી

ત્યારબાદ આ મામલો ઘણો ઉગ્ર બની ગયો અને વિવાદિત ભાગ પર મુસ્લિમ સેન્ટ્રલ વક્ફ બોર્ડે પણ પોતાનો દાવો કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2010 માં અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી દીધી. જેમાંથી એક ભાગ રામલ્લા વિરાજમાનને, એક ભાગ નિર્મોહી અખાડાને અને એક ભાગ સુન્ની વક્ફ બોર્ડને સોંપવાનું કહેવામાં આવ્યુ. જેના પર ત્રણે પક્ષો રાજી ન થયા.

મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

ત્યારબાદ 9 મે 2011 ના રોજ સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી દીધી. જેના પર આજથી સુનાવણી થવા જઈ રહી છે. સુનાવણી પહેલા જ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે આ સુનાવણી માત્ર જમીન વિવાદ અંગે કરવામાં આવશે. બીજી કોઈ વિવાદ સાથે તેને કોઈ લેવાદેવા નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X