What is Bharatpol : શું છે ભારતપોલ? જાણો કેવી રીતે ગુનેગારો પર લગામ લગાવશે?
What is Bharatpol : ભારત સરકારે દેશમાં અપરાધીઓ પર લગામ લગાવવા માટે ભારતપોલ પોર્ટલની શરૂઆત કરી છે. અમિત શાહે દિલ્હીમાં પોર્ટલ ખુલ્સુ મુક્યુ.
ભારતપોલને આંતરરાષ્ટ્રિય અપરાધીઓ વિરૂદ્ધ મોટુ પગલુ માનવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનો કર્યા પછી રાજ્ય અને વિદેશ ભાગી જતા અપરાધીઓ પર લગામ કસવાનો છે.

જણાવી દઈએ કે, ઘણી વખત ગુનેગારો ગુના કરીને અન્ય રાજ્યો અથવા વિદેશમાં ભાગી જાય છે અને રાજ્ય પોલીસ અને સુરક્ષા એજન્સીઓને તેને પકડવામાં મોટા પડકારોનો સામનો કરવો પડે છે. હવે ભારત સરકારે ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા ભારતપોલ શરૂ કરી છે.
વિદેશ ભાગી ગયેલા અપરાધીઓ સુધી પહોંચવા અને માહિતી મેળવવા માટે ઈન્ટરપોલની મદદ લેવામાં આવે છે. આ એક એવી પ્રક્રિયા હતી જેમાં સીબીઆઈ દ્વારા ઘણી બધી કાગળ અને પરોક્ષ સંચાર સામેલ હોય છે. આ સ્થિતિમાં ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં ઘણો વિલંબ થાય છે. આના ઉકેલ માટે ભારત સરકારે આ ભારતપોલ પોર્ટલ શરૂ કર્યું છે.
ભારતપોલ શું છે?
ભારતપોલ પોર્ટલ એક કેન્દ્રિય પ્લેટફોર્મ છે અને સીબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. આ પોર્ટલનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ સંસ્થાઓ સાથે વધુ અસરકારક રીતે સહયોગ કરતી ભારતની કાયદા અમલીકરણ એજન્સીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સુધારવાનો છે. જે ભારતીય સુરક્ષા એજન્સીઓને ગુના સામે કાર્યવાહી કરવામાં મદદ કરશે.
સીબીઆઈ દ્વારા વિકસિત આ ડિજિટલ પ્લેટફોર્મ સાયબર ક્રાઈમ, નાણાકીય છેતરપિંડી, ડ્રગ હેરફેર અને માનવ તસ્કરી જેવા આંતરરાષ્ટ્રીય ગુનાઓને લક્ષ્યાંકિત કરતી ગુનાહિત તપાસમાં વૈશ્વિક સહયોગને વધારવા માટે રચાયુ છે.
આનો ઉદ્દેશ્ય ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓ અને તેમના આંતરરાષ્ટ્રીય સમકક્ષો વચ્ચે વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરવાનો છે. ભારતપોલનો ઉદ્દેશ સરહદો પાર કરતી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કાનૂની પ્રતિસાદને વેગ આપવાનો છે.
આ પોર્ટલ દ્વારા ડિફ્યુઝન નોટિસ, રેડ નોટિસ અને અન્ય મહત્વપૂર્ણ ઇન્ટરપોલ નોટિસ જારી કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે. રાજ્ય પોલીસ CBI પાસેથી માહિતી માંગશે તેનું સ્ટેટસ આ ભારતપોલ પોર્ટલ પરથી જાણી શકાશે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
