For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા : દેશના 29મા રાજ્ય તરીકે શું મેળવ્યું, શું ગુમાવ્યું?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જૂન : આજે તેલંગાણાને કાયદેસર રીતે અલગ રાજ્યની માન્યતા મળી ગઇ છે. આ પ્રસંગે હૈદરાબાદ સહિત તેલંગાણાના અલગ અલગ શહેરોમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ આજે સવારે તેલંગાણા રાષ્ટ્ર સમિતી(ટીઆરએસ)ના કે. ચંદ્રશેખર રાવે નવા રાજ્ય તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી (સીએમ) તરીકે શપથ લીધા છે.

દેશના એક નવા રાજ્ય તરીકે તેલંગાણાએ પોતાની યાત્રાની નવી શરૂઆત કરી છે. દેશનું નવું રાજ્ય હોવા છતાં તેલંગાણામાં અનેક બાબતો જુની અને જાણીતી છે. આંધ્રપ્રદેશની સરખામણીમાં નવા રાજ્યને અનેક રીતે ફાયદો મળે એમ છે.

હૈદરાબાદ હવે તેલંગાણામાં આવી ગયું છે. આ શહેર એકલું આંધ્રને 40 ટકા આવક મેળવી આપતું હતું, તેલંગાણામાં હૈદરાબાદ ભળતા તેલંગાણાને ઘણો ફાયદો થશે. હૈદરાબાદ એવું શહેર છે જ્યાં આઇટી અને દવા કંપનીઓનું વર્ચસ્વ છે. જેના કારણે રોજગારી આપવાની દ્રષ્ટિએ પણ તેને ફાયદો થાય એમ છે. આ ઉપરાંત સીમાંધ્રનો અંદાજે 50 ટકા વન વિભાગ પણ તેલંગાણામાં ગયો છે. કોલસાની મોટાભાગની ખાણો તેલંગાણાને મળી છે. કૃષ્ણા અને ગોદાવરી નદીનો ઉપજાઉ પ્રદેશ પણ તેલંગાણાને મળ્યો છે. આમ અનેક રીતે તેલંગાણાને ફાયદો થયો છે.

હૈદરાબાદની જાહોજલાલી

હૈદરાબાદની જાહોજલાલી

હૈદરાબાદ હવે તેલંગાણામાં આવી ગયું છે. આ શહેર એકલું આંધ્રને 40 ટકા આવક મેળવી આપતું હતું, તેલંગાણામાં હૈદરાબાદ ભળતા તેલંગાણાને ઘણો ફાયદો થશે. હૈદરાબાદ એવું શહેર છે જ્યાં આઇટી અને દવા કંપનીઓનું વર્ચસ્વ છે. જેના કારણે રોજગારી આપવાની દ્રષ્ટિએ પણ તેને ફાયદો થાય એમ છે.

આર્થિક ફાયદો

આર્થિક ફાયદો

આ ઉપરાંત સીમાંધ્રનો અંદાજે 50 ટકા વન વિભાગ પણ તેલંગાણામાં ગયો છે. કોલસાની મોટાભાગની ખાણો તેલંગાણાને મળી છે. કૃષ્ણા અને ગોદાવરી નદીનો ઉપજાઉ પ્રદેશ પણ તેલંગાણાને મળ્યો છે. આમ અનેક રીતે તેલંગાણાને ફાયદો થયો છે.

સીમાંધ્ર કરશે વિશેષ પેકેજની માંગ

સીમાંધ્ર કરશે વિશેષ પેકેજની માંગ

સીમાંધ્રના ભાગે સાગર તટીય વિસ્તારો સિવાય અન્ય કશું ખાસ આવ્યું નથી. આ કારણે 8 જૂનના રોજ શપથ લેનારા સીમાંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ કેન્દ્ર સરકાર સમક્ષ વિશેષ પેકેજની માંગણી કરી શકે છે.

તેલંગાણા માંગશે ખાસ પેકેજ

તેલંગાણા માંગશે ખાસ પેકેજ

હૈદરાબાદમાં જે વિકાસ થયો છે તે પહેલાના સમયમાં નિઝામ દ્વારા કરાયો હતો અને આજના સમયમાં ચંદ્રાબાબુ નાયડુએ કર્યો છે. હવે નવા રાજ્યને માન્યતા મળતા રાજ્યના વિકાસ માટે ખાસ પેકેજની માંગ કરવામાં આવશે.

નક્સલી સમસ્યા

નક્સલી સમસ્યા

સીમાંધ્રમાં નક્સલવાદ ગ્રસ્ત ઓડિસાના 4 જિલ્લાઓની સરહદ છે. જ્યારે તેલંગાણામાં આ સમસ્યા હળવી બનશે.

1956માં તેલંગાણા આંધ્રમાં ભેળવાયું

1956માં તેલંગાણા આંધ્રમાં ભેળવાયું

વર્ષ 2014માં તેલંગાણા આંધ્રમાંથી છૂટું થયું છે. વાસ્તવમાં તેલંગાણા અલગ હતું અને વર્ષ 1956માં તેને આંધ્રમાં ભેળવાયું હતું. તે સમયે સ્થાનિક લોકોએ આ બાબતનો ખાસ્સો વિરોધ કર્યો હતો.

સીમાંધ્રના માથે વધારે બોજ

સીમાંધ્રના માથે વધારે બોજ

સીમાંધ્ર અને તેલંગાણામાંથી સીમાંદ્રને વધારે આર્થિક બોજ સહન કરવો પડશે. કારણ કે તેની પાસે કુદરતી સંપત્તિ અને રોજગારની તકો છીનવાઇ ગઇ છે. આ ઉપરાંત 10 વર્ષમાં નવી રાજધાની તૈયાર કરવાનો પણ બોજ છે.

English summary
What Telangana gain and loss as became 29th state of India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X