For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશની ત્રણેય સેના પોતાના અનોખા અંદાજમાં આજે કોરોના વોરિયર્સને સેલ્યૂટ કરશે

દેશની ત્રણેય સેના પોતાના અનોખા અંદાજમાં આજે કોરોના વોરિયર્સને સેલ્યૂટ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ખુદની જિંદગી દાવ પર લગાવી બીજાની રક્ષા કરી રહેલા કોરોના વોરિયર્સને ભારતીય સેનાએ સલામી આપવાની યોજના બનાવી છે. જણાવી દઈએ કે કોરોના વોરિયર્સને ભારતીય સેનાએ હોલિકોપ્ટરથી શનિવારે સલામી આપી અને આર્મીએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે કોરોના વોરિયર્સને ભારત સલામ કરે છે. હવે આજે રવિવારે સવારે મહામારી સામે રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં યોગદાન આપી રહેલ તમામ કોરોના વોરિયર્સને ત્રણ મેએ વિમાનો દ્વારા ફ્લાઈટ પાસ્ટ કરશે. જ્યારે નૌશેના પણ રોશની જગમગાવીને સેલ્યૂ કરશે અને આર્મીના બેંડ વિવિધ હોસ્પિટલે જઈ સ્વાસ્થ્યકર્મીઓનો હોસલો વધારવા ધુન વગાડશે.

દિલ્હીમા સવારે 10 વાગ્યે કોરોના વોરિયર્સને સલામ કરશે

દિલ્હીમા સવારે 10 વાગ્યે કોરોના વોરિયર્સને સલામ કરશે

દેશની રાજધાની દિલ્હીમાં સવારે 10 વાગ્યાથી લઈ સાઢા દસ વાગ્યા વચ્ચે ફ્લાઈટ પાસ્ટ થશે અને આ વિમાન 500 મીટર નીચે સુધી આવશે જેને લોકો આસાનીથી જોઈ શકશે. જેમાં વાયુ સેનાના સુખોઈ અને મિગ-29 અે જેગુઆર સહિતના લડાકુ વિમાન રાજપથ ઉપરથી ઉડાણ ભરશે. જેને દિલ્હીના લોકો છત પરથી નરી આંખે જોઈ શકશે.

આ વિસ્તારોમાં પુષ્પ વર્ષા કરશે

આ વિસ્તારોમાં પુષ્પ વર્ષા કરશે

ભારતીય વાયુસેના અને ભારતીય નૌસેનાના હવાઈ જહાજ કોરોના કોવિડ 19 હોસ્પિટલોની ઉપરથી ઉડાણ ભરશે. જેમાં દિલ્હીના આઈઆઈએમએસ, દીન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલ, જીટીબી હોસ્પિટલ, લોકનાયક હોસ્પિટલ, આરએમએલ હોસ્પિટલ, સફદરગંજ હોસ્પિટલ, ગંગા રામ હોસ્પિટલ, બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલ, મૈક્સમેટ, રોહિણી હોસ્પિટલ, અપોલો ઈંદ્રપ્રસ્થ હોસ્પિટલ અને સેના હોસ્પિટલ R & R સામેલ છે. તેમની ઉપરથી વિમાનો ફ્લાઈંગ પાસ્ટ કરતા પુષ્પ વર્ષા કરી કોરોના વોરિયર્સનું સન્માન કરશે.

આ રાજ્યોમાં નૌસેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે

આ રાજ્યોમાં નૌસેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે

નૌસેનાના હેલિકોપ્ટર મુંબઈ, ગોવા, કોચ્ચિ અને વિશાખાપટ્ટનમમાં સવારે દસથી સાઢા દસ વાગ્યા વચ્ચે પુષ્પ વર્ષા કરશે. જ્યારે પૂર્વી વાયુ કમાન તરફથી વાયુ સેનાના સુખોઈ 30 ફાઈટર પ્લેન સવારે સાઢા દસ વાગ્યે પશ્ચિમી બંગાળમાં વિધાનસભા ઉપરથી ફ્લાઈ પાસ્ટ કરશે જ્યારે હેલિકોપ્ટર ઈટાનગર, ગુવાહાટી, શિલોંગ અને કોલકાતાામાં હોસ્પિટલો ઉપર પુષ્પ વરસાવશે. ગુવાહાટીમાં વાયુસેનાના બેંડની પ્રસ્તુતી થશે. ભારતીય વાયુ સેનાના ફાઈટર અને પરિવહન વિમાનો દ્વારા ફ્લાઈ પાસ્ટનું અનુસરણ કરતા દેશ ભરના શહેરો અને કસ્બાઓને 10 વાગ્યે અને 11 વાગ્યે મોટી સંખ્યામા ંકવર કરવામાં આવ્યા. આ વિમાન શ્રીનગરથી તિરુવનંતપુરમ અને ડિબ્રૂગઢથી કચ્છ સુધીના પ્રમુખ શહેરોને કવર કરશે.

હોસ્પિટલ બહાર દેશભક્તીની ધુન વગાડશે

હોસ્પિટલ બહાર દેશભક્તીની ધુન વગાડશે

જણાવી દઈએ કે લગભગ 10 હેલિકોપ્ટર આખા ભારતમાં પાંચ સ્થળોએ કોરોના વાયરસ હોસ્પિટલો પર ફૂલની પાંખડીઓ વરસાવી કોરોના વોરિયર્સને સન્માનિત કરશે. જેમાં ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ 30 MKI, મિગ-29 અને જેગુઆર સામેલ હશે, રાજપથ પર ઉડાણ ભરશે અને દિલ્હીની પરિક્રમા કરશે. કેટલાક વિમાનોને 500 મીટરની ઉંચાઈ પર ઉતારવામાં આવશે. જ્યારે સૈન્ય બેન્ડ કોરોના વોરિયર્સ રોગીઓનો ઈલાજ કરતા વિવિધ હોસ્પિટલો બહાર દેશભક્તિની ધુન વગાડશે.

નૌસેના જહાજના ડેક પરથી રોશની કરશે

નૌસેના જહાજના ડેક પરથી રોશની કરશે

46 નૌસેના જહાજોને 7516 કિમીના સમુદ્ર તટને કવર કરતા 25 સ્થળોએ રોશની કરી કોરોના વોરિયર્સને સેલ્યૂટ કરશે. વેસ્ટર્ન નેવલ કમાંડ મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયાથી સાંજે 7.30 વાગ્યેથી 11.59 વાગ્યા સુધી પાંચ નૌસૈનિક જહાજોને રોશન કરશે. ઈસ્ટર્ન નેવલ કમાંડ વિશાખાપટ્ટનમ તટ પર 7.30 વાગ્યાથી અડધી રાત સુધી લંગરમાં બે જહાજોને રોશન કરશે.

કોરોના વાઇરસ: કેન્દ્ર સરકારે 11.45 કરોડ HCQ તૈયાર કરવાનો ઓર્ડરકોરોના વાઇરસ: કેન્દ્ર સરકારે 11.45 કરોડ HCQ તૈયાર કરવાનો ઓર્ડર

English summary
what the Armed forces planned for today to salute corona warriors, Here is Full details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X