For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીને કેવો ઈલાજ જોઈએ, 'અમિત શાહ મૉડલ કે કેજરીવાલ મૉડલ'

દિલ્લી સરકારનો દાવો છે કે દિલ્લીમાં કોરોના વાયરસ સામે લડવા માટે બે મૉડલ ચાલી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી સરકારે કહ્યુ છે કે બધા કોરોના વાયરસના દર્દીઓને ક્વોરંટાઈન સેન્ટરમાં જવા માટે ન કહેવુ જોઈએ. તેમણે કહ્યુ છે કે આના માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે આ રીતના આદેશનુ પાલન રોકવા માટે દખલ દેવા અને તેને પાછો લેવાની માંગ કરી છે. વાસ્તવમાં દિલ્લીમાં અત્યાર સુધી અરવિંદ કેજરીવાલના દિશા-નિર્દેશો મુજબ કોરોના સામે જંગ લડવામાં આવ રહી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે દખલ દીધા બાદ ઉપરાજ્યપાલ આ વૈશ્વિક મહામારીથી નિપટવા માટે નિર્ણય લઈ રહ્યા છે.

coroona

દિલ્લી સરકારનો દાવો છે કે દિલ્લીમાં કોરોના વાયરસ સામે લડવા માટે બે મૉડલ ચાલી રહ્યા છે. દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જણાવ્યા અનુસાર 'આજે દિલ્લીમાં કોરોના વાયરસના બે મૉડલ છે - એક અમિત શાહનુ મૉડલ છે, જે કહે છે કે જેમનો પણ ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવે તેને ક્વૉરંટાઈન સેન્ટરમાં જવાનુ રહેશે. બીજુ કેજરીવાલનુ મૉડલ છે જે કહે છે કે એક ટીમ દર્દીના ઘરે જઈને કેસની ગંભીરતાની સમીક્ષા કરશે.'

સિસોદિયાએ કહ્યુ છે કે કાલે મે લેફ્ટનન્ટ ગવર્નરને એક પત્ર લખ્યો હતો જેમણે ગયા સપ્તાહે કોરોના વાયરસના દર્દીઓને હોમ આઈસોલેશન માટે એક આદેશ આપ્યો હતો. હવે દરેક દર્દી જેનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે તેને ક્વૉરંટાઈન સેન્ટર જવુ પડશે. આ શહેરમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ છે. કોરોના વાયરસનો એક દર્દી કાં તો હોસ્પિટલ જવા ઈચ્છે કાં તો ઘરે. આજે દરેક દર્દી ભલે તેમાં બહુ જ હળવા લક્ષણ પણ હોય તેણે ક્વૉરંટાઈન સેન્ટર જવાનુ છે. હવે તે ઈચ્છે છે કે ગૃહમંત્રી અમિતશાહ આમાં દખલ દે. કારણકે તેમના મુજબ તેમણે જ પહેલાના આદેશને ખતમ કરવામાં મદદ કરી હતી જેમાં દરેક દર્દીને 5 દિવસ ક્વૉરંટાઈન રહેવાની વાત કહેવામાં આવ હતી.

ઉપમુખ્યમંત્રીએ હવે કેન્દ્ર સરકારને માંગ કરી છે કે દરેક કોરોના દર્દીને તેમની સ્થિતિની સમીક્ષા માટે સરકારી સેન્ટરમાં જવાની વ્યવસ્થા ખતમ કરવી જોઈએ. તેમણે એ પણ કહ્યુ છે કે 'આ અમિત શાહ મૉડલ અને કેજરીવાલ મૉડલ વચ્ચેની લડાઈ નથી. અમે એવી વ્યવસ્થા લાગુ કરવી જોઈએ જેનાથી લોકોને મુશ્કેલી ન થાય.'

ભારતમાં કોરોના સેમ્પલ ટેસ્ટનો આંકડો પહોંચ્યો એક દિવસના 2 લાખ , ICMRનુ 3 લાખનુ લક્ષ્યભારતમાં કોરોના સેમ્પલ ટેસ્ટનો આંકડો પહોંચ્યો એક દિવસના 2 લાખ , ICMRનુ 3 લાખનુ લક્ષ્ય

English summary
what treatment Delhi needed, "Amit Shah model or Kejriwal model"
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X