વોટ્સઅપ ડાઉન : ભારત સમેત અનેક દેશોમાં ઠપ્પ થઇ સર્વિસ

Written By:
Subscribe to Oneindia News

આજે વોટ્સઅપ લગભગ 1 કલાક સુધી ડાઉન રહ્યા પછી સર્વિસમાં પાછું આવ્યું હતું. લગભગ કલાક સુધી ના તો કોઇ મેસેજ સેન્ડ થઇ રહ્યા હતા ના જ રિસિવ. જો કે આવું ખાલી ભારતમાં જ નહીં દુનિયાના અનેક દેશોમાં એક સાથે થયું હતું. કોઇ મોટી ટેકનિકલ ગરબડીના કારણે આમ થયું હોવાનું મનાય છે. ભારતમાં ગુરુવારે લગભગ 11:45 મિનિટે વોટ્સઅપ ડાઉન થયું હતું. જે સમયે મેસેજ ના તો મોકલી શકતા હતા ના જ રિસિવ થતા હતા. એટલું જ નહીં વોટ્સઅપ ડાઉનની આ સમસ્યા ભારત સમેત ઇટલી, ચીલી, રોમાનિયા, મેક્સિકો, રુસ, સ્પેન, બ્રાઝિલ, ફ્રાંસ, અમેરિકા, હોલેન્ડ, આર્જેન્ટિના, જમર્નીમાં પણ સામે આવી હતી. અને લગભગ 1 કલાક સુધી લોકોને આ સમસ્યાને સહન કરવાનો વારો આવ્યો હતો.

Whatsapp

જો કે તે પછી વોટ્સઅપના પ્રવક્તાએ આ અંગે વાત કરતા જણાવ્યું કે દુનિયાના અનેક ભાગોમાં વોટ્સઅપ યુઝર્સને આ સમસ્યાનો સામનો અચાનક જ કરવો પડ્યો હતો. અને યુર્ઝસની આ અસુવિધા માટે વોટ્સઅપ પ્રવક્તાએ માફી માંગી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યાનો જલ્દી જ નીકાલ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારત સમેત અનેક દેશોમાં વોટ્સઅપ એક લોકપ્રિય મેસેજીંગ એપ છે. અને અચાનક જ તેના એક કલાક માટે બંધ થઇ જાતા તેના યુર્ઝસને પણ નવાઇ લાગી હતી.

English summary
whatsapp down messaging app suffering from global outage.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.