For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની નવી નીતિઓ સામે દિલ્લી હાઈકોર્ટ પહોંચ્યુ વૉટ્સએપ, કહ્યુ - યુઝર્સની પ્રાઈવસી જોખમમાં

વૉટ્સએપ તરફથી દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મીડિયા કંપનીઓ અને સરકાર વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. મેનિપ્યુલેટેડ મીડિયા મામલો હજુ શાંત થયો નહોતો કે KOO એપને છોડીને બધી નેટવર્કિંગ સાઈટ પર બેન થવાનુ જોખમ મંડરાવા લાગ્યુ કારણકે તેમણે સરકારના નવા નિયમોનુ પાલન હજુ સુધી નથી કર્યુ. આ ક્રમમાં હવે વૉટ્સએપ તરફથી દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.

whatsapp

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ દિલ્લી હાઈકોર્ટમાં વૉટ્સએપએ અરજી દાખલ કરીને સરકાર તરફથી લગાવવામાં આવેલ નવા આઈટી નિયમોને પડકાર્યા છે. કંપનીના જણાવ્યા મુજબ સરકાર ઈચ્છે છે કે વૉટ્સએપ એ રીતની સુવિધા લાવે જે હેઠળ કોઈ ખાસ મેસેજને ટ્રેક કરી શકાય પરંતુ આનાથી યુઝર્સની પ્રાઈવસી જોખમમાં આવી જશે. ખાસ વાત એ છે કે આ પહેલા સરકાર કહી રહી હતી કે વૉટ્સએપની નવી પૉલિસી યુઝર્સની પ્રાઈવસી જોખમમાં પડશે જ્યારે હવે કંપનીએ ઉલટુ સરકાર પર જ આરોપ લગાવી દીધા છે.

ફેસબુક-ટ્વિટરે માંગ્યો સમય

તમને જણાવી દઈએ કે ભારત સરકાર અમુક નવા નિયમો લઈને આવી છે. જેમાં યુઝર્સની સમસ્યાના સમાધાન માટે હેલ્પલાઈન, ફેક ન્યૂઝ માટે વિશેષ ટીમો વગેરેની જોગવાઈની વાત કરવામાં આવી હતી. સરકારનો આરોપ છે કે આ સોશિયલ નેટવર્કિંગ કંપનીઓ ભારતમાં બિઝનેસ કરીને પૈસા કમાય છે પરંતુ નિયમો બધા અમેરિકાવાળા લાગુ કરે છે જે સહન કરવામાં નહિ આવે. આના માટે 26 મે છેલ્લી ડેડલાઈન હતી. જો કે સેવાઓ બંધ થવાના સમાચારો પર ફેસબુકે કહ્યુ કે તે નિયમોનુ સમ્માન કરે છે. સાથે જ તેને લાગુ કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. વળી, બીજી તરફ ટ્વિટરે પણ સરકાર પાસે થોડો સમય માંગ્યો છે.

English summary
WhatsApp reaches Delhi High Court against government's new policies, says users' privacy at risk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X