For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Whatsapp પર ઇમરાન ખાન અને નરેશ કનોડીયા થયુ અવસાન!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 ઓગષ્ટ: સોશિયલ મીડિયા જે લોકોને જોડવાનું કામ કરે છે તો બીજી તરફ સોશિયલ મીડિયા લોકોની પરેશાનીઓ વધારવામાં પણ પાછળ નથી. એકતરફ તેનો ફાયદો છે તો બીજી તરફ નુકશાન પણ છે. લોકપ્રિય મોબાઇલ એપ્લિકેશન 'વોટ્સઅપ' ફેલાયેલી અફવાએ જોર પકડ્યું અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટારની મુશ્કેલીઓ વધારી દિધી.

મંગળવારે સવારથી જ વોટ્સ પર એક અફવાએ જોર પકડ્યું હતું કે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન તથા રાજનેતા ઇમરાન ખાનની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાના મોતના સમાચાર વાયુવેગે ફરતા થયા હતા. જો કે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન વિશે ફેલાયેલી આ અફવા વિશે કોઇ મોટા સમાચાર પત્ર કે મીડિયા હાઉસમાં કશું લખવામાં આવ્યું નથી. તો બીજી તરફ નરેન કનોડિયાને આ અંગે જાણ થતાં તેમને ગાંધીનગર ખાતે સેક્ટર 7માં ફરિયાદ દાખલ કરી હતી.

વધુ માહિતી જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

ઇમરાન ખાનના મોતની ફેલાઇ અફવા

ઇમરાન ખાનના મોતની ફેલાઇ અફવા

વોટ્સઅપે આ અફવાને ફેલાવી દિધી છે તો બીજી તરફ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર આ અફવાને નકારી કાઢી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 20 વર્ષ સુધી પાક ક્રિકેટ ટીમની સેવા કર્યા બાદ ઇમરાન ખાને વર્ષ 1996માં એક નવી પાર્ટી 'તહરીક-એ-ઇંસાફ'ની રચના કરી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

ઇમરાન ખાનની ગોળી મારી હત્યા

ઇમરાન ખાનની ગોળી મારી હત્યા

મંગળવારે સવારથી જ વોટ્સઅપ પર એક અફવાએ જોર પકડ્યું હતું કે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન તથા રાજનેતા ઇમરાન ખાનની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.

અફવાની મીડિયા લીધી નહી નોંધ

અફવાની મીડિયા લીધી નહી નોંધ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન વિશે ફેલાયેલી આ અફવા વિશે કોઇ મોટા સમાચાર પત્ર કે મીડિયા હાઉસમાં કશું લખવામાં આવ્યું નથી.

નરેશ કનોડિયાએ નોંધાવી ફરિયાદ

નરેશ કનોડિયાએ નોંધાવી ફરિયાદ

મંગળવારે સવારથી વોટ્સઅપ અને ફેસબુક સહિત સોશિયલ મીડિયા પર ફરતા થયેલા પોતાના મોતના સમાચારથી પરેશાન અને નારાજ ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાએ ગાંધીનગર સેકટર 7 પોલીસ મથકે સાઈબર ક્રાઈમ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

હું જીવું છું અને તમારી સામે છું: નરેશ કનોડિયા

હું જીવું છું અને તમારી સામે છું: નરેશ કનોડિયા

પોલીસ મથકમાં નરેશ કનોડિયાએ જણાવ્યું હતું કે, હું જીવું છું અને તમારી સામે છું. આજે સવારથી વોટ્સએપ પર ફરતા થયેલા મારા મોતના ખોટા મેસેજના કારણે મારા પર અઢળક ફોન કોલ્સ આવવાના શરૂ થઈ ગયા હતા. પછી એક સંબંધીએ મને મેસેજ ફોર્વર્ડ કરીને આ અંગે મને જાણ કરી હતી.

 મેસેજથી મને ખુબ જ આઘાત પહોંચ્યો

મેસેજથી મને ખુબ જ આઘાત પહોંચ્યો

નરેશ કનોડિયાએ જણાવ્યું હતું કે આ મેસેજથી મને ખુબ જ આઘાત પહોંચ્યો છે અને મારા પરિવારને ખુબ જ પરેશાની સહન કરવી પડી છે. આ મામલે સેકટર 7 પોલીસે સાઈબર ક્રાઈમ હેઠળ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

English summary
As per rumours doing rounds on popular mobile application WhatsApp, Pakistani cricketer-turned-politician Imran Khan has been allegedly shot dead on August 12, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X