For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સએપે ઓક્ટોબરમાં કર્યા 23 લાખથી વધારે એકાઉન્ટ, કયા નિયમના કારણે કર્યું આવુ?, જાણો

ઇન્સ્ટન્ટ મેસેજિંગ સેવા WhatsAppએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ઑક્ટોબર મહિનામાં 2.3 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપ વતી કહેવામાં આવ્યું છે કે, તેમના તરફથી કાર્યવાહી કરતી વખતે આમાંથી લગભગ એક તૃતીયાં

|
Google Oneindia Gujarati News

ઇન્સ્ટન્ટ મેસેજિંગ સેવા WhatsAppએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ઑક્ટોબર મહિનામાં 2.3 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપ વતી કહેવામાં આવ્યું છે કે, તેમના તરફથી કાર્યવાહી કરતી વખતે આમાંથી લગભગ એક તૃતીયાંશ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, IT નિયમો 2021 હેઠળ, સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ્સે દર મહિને આવી કાર્યવાહી સંબંધિત અહેવાલ પ્રકાશિત કરવો પડશે. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં પ્રતિબંધિત ખાતાઓની સંખ્યામાં ભારે વધારો થયો છે.

વોટ્સએપે ઓક્ટોમ્બરમાં 23 લાખથી વધારે એકાઉન્ટ કર્યા બેન

વોટ્સએપે ઓક્ટોમ્બરમાં 23 લાખથી વધારે એકાઉન્ટ કર્યા બેન

WhatsAppના પ્રવક્તાના જણાવ્યા અનુસાર IT નિયમો 2021ને અનુસરીને, તેણે ઓક્ટોબર મહિનામાં 23 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ 23 લાખથી વધુ એકાઉન્ટ્સમાંથી 8,11,000 એકાઉન્ટ્સને વપરાશકર્તા તરફથી કોઈ ફરિયાદ મળે તે પહેલા જ સંપૂર્ણ સક્રિયતા સાથે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. WhatsAppના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, "જ્યારે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓની વાત આવે છે ત્યારે WhatsApp દુરુપયોગને રોકવામાં એક અગ્રણી છે." વર્ષોથી અમે અમારા યુઝર્સને પ્લેટફોર્મ પર સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અત્યાધુનિક તકનીકો, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો અને પ્રક્રિયાઓમાં સતત રોકાણ કર્યું છે.

IT નિયમ 2021 અંતર્ગત બેન

IT નિયમ 2021 અંતર્ગત બેન

WhatsApp દ્વારા કહેવામાં આવ્યું છે કે, 'IT નિયમો 2021 અનુસાર અમે ઓક્ટોબર 2022 મહિના માટે અમારો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ યુઝર-સેફ્ટી રિપોર્ટમાં યુઝર પાસેથી મળેલી ફરિયાદોની વિગતો અને તેના પર WhatsApp દ્વારા લેવાયેલા પગલાં તેમજ તેના પ્લેટફોર્મનો દુરુપયોગ અટકાવવા માટે WhatsApp દ્વારા લેવાયેલા નિવારક પગલાંનો સમાવેશ થાય છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ અંતર્ગત ઓક્ટોબરમાં 23 લાખથી વધુ ખાતાઓને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

વિવિધ સંસાધનોનો ઉપયોગ

વિવિધ સંસાધનોનો ઉપયોગ

વોટ્સએપ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ આ વર્ષે 1 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે 2,685,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. કંપની વતી એવું કહેવામાં આવ્યું છે કે તે માત્ર યોગ્ય ફરિયાદ ચેનલ દ્વારા યુઝર પાસેથી મળેલી ફરિયાદોના આધારે જ પગલાં લેતી નથી, તે પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે તેના વતી સાધનો અને અન્ય સંસાધનોનો પણ ઉપયોગ કરે છે, જેથી કરીને કોઈપણ નુકશાનકારક વર્તન અટકાવી શકાય છે.

દુરૂપયોગની ખબર કેવી રીતે પડે છે?

દુરૂપયોગની ખબર કેવી રીતે પડે છે?

મેટાની માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપના જણાવ્યા અનુસાર, 'અમે નિવારણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, કારણ કે અમારું માનવું છે કે નુકસાન થઈ ગયા પછી તેને શોધવાને બદલે હાનિકારક પ્રવૃત્તિઓ થાય તે પહેલાં તેને અટકાવવું વધુ સારું છે.' એકાઉન્ટ પર દુરુપયોગની તપાસના ત્રણ તબક્કા છે - રજીસ્ટ્રેશન સમયે, મેસેજિંગ સમયે અને નેગેટિવ ફીડબેક પ્રાપ્ત કરવાના સમયે, જે અમને યુઝર રિપોર્ટ્સ અને બ્લોકિંગ દ્વારા જાણવા મળે છે.

50 લાખથી વધુ યુઝર્સવાળા પ્લેટફોર્મ માટે નિયન

50 લાખથી વધુ યુઝર્સવાળા પ્લેટફોર્મ માટે નિયન

એક આંકડા પ્રમાણે દેશમાં મેસેજિંગ પ્લેટફોર્મના 40 કરોડથી વધુ યુઝર્સ છે. IT નિયમો 2021 મુજબ, 50 લાખથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે દર મહિને એક્શન ટેકન રિપોર્ટ જાહેર કરવો પડશે. યુઝર્સના અધિકારોની સુરક્ષા માટે ભારત સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. (તસવીરો - સાંકેતિક)

English summary
WhatsApp suspended more than 23 lakh accounts in October for violating this rule
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X