• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફાર્મહાઉસમાં આસારામ કરતા ઐયાશી, ભારતી કરતી ચોકીદારી

|

જોધપુર, 11 ઓક્ટોબરઃ વિદેશી ભક્તોના પાપા અને દેશી ભક્તોના બાપુ આસારામના કુકર્મોની અગણિત કહાણીઓ છે. આસારામ પર લાગેલા કલંકનું દલદલ એટલું ઉંડુ છે કે હવે તેમા તેમની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતી પણ ફસાયા છે. આસારામની સંગતમાં ચંબલના કેટલા ડાકુ સુધર્યા એની તો માહિતી નથી, પરંતુ દરરોજ એક નવી યુવતી સાથે જોડાયેલી કહાણીઓ સામે આવી રહી છે, જેમનો આરોપ છે કે, આસારામની સંગતે તેમનું જીવન બરબાદ કરી નાંખ્યું છે.

હવે આ કડીમાં આસારામના અનેક રાજદાર અને પીડિતા સામે આવી રહી છે અને તેના કાળા કામોને ઉઘાડા કરી રહી છે. સુરત પોલીસે સ્ટેશનમાં આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ પર બળાત્કારના આરોપ લગાવનાર બે સગી બહેનોએ ખુલાસો કર્યો છે કે આસારામની પુત્રી ભારતી એ એકાંતવાસની ચોકીદારી કરતા હતા, જેમા આસારામ મહિલાં ભક્તો સાથે ઐયાશી કરતા હતા.

પીડિતાએ જણાવ્યું કે ભારતીઓને જેવુ કહેવામાં આવતું હતું, તેવું તે કરતી હતી, રોકાવા માટે કહેવામાં આવતું તો રોકાઇ જતી હતી. બીજી તરફ લક્ષ્મીની ભૂમિકા અંગે તેણે જણાવ્યું કે, તે યુવતીઓને આશ્રમમાં મોકલતી હતી, બાપુ તેમને કહેતા હતા કે આજે તેને મોકલવાની છે, આજે પેલીને મોકલવામાં આવે. એક પૂર્વક સાધક અમૃત પ્રજાપતિએ આરોમ લગાવ્યો કે, આસારામ ભારતને ફોન કરતા હતા અને તે ગાડીથી યુવતીઓને લઇને આવતી હતી.

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ભારતી અને તેમની માતા આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇના કથિત સેક્સ રેકેટમાં સાંકળ સમાન કામ કરી હતી. બન્ને તેમના માટે યુવતીઓ તૈયાર કરતી હતી. માતા-પુત્રીની જોડી યુવતીઓના મનમાં એ વાત બેસાડવાનો પ્રયત્ન કરતી હતી કે આસારામ અને નારાયણ સાંઇ તેમનું કલ્યાણ કરી રહ્યાં છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આસારામના અન્ય કાળા કામો અંગે.

પુત્રી ભારતીની સાસુ પર હતી આસારામની ગંદી નજર

પુત્રી ભારતીની સાસુ પર હતી આસારામની ગંદી નજર

આસારામ બાપુ પરના આરોપોની યાદી સતત લાંબી થઇ રહી છે. આ ક્રમમાં આસારામનો વધુ એક કુકર્મ જોડાઇ ગયો છે. સૂત્રો અનુસાર આસારામ પોતાની પુત્રીની સાસુ પર ગંદી નજર રાખતા હતા. જેના કારણે તેમની પુત્રી અને જમાઇ વચ્ચે મતભેદ સર્જાયા હતા.

આસારામે 23 યુવતીઓ પર ગુજાર્યો બળાત્કાર

આસારામે 23 યુવતીઓ પર ગુજાર્યો બળાત્કાર

તથાકથિત સંત આસારામ બાપુના જૂના સેવાદાર અજય કુમારે જોધપુર કોર્ટ સમક્ષ ખુલાસો કરતા કહ્યું છે કે, આસારામે માત્ર જોધપુર આશ્રમમાં જ 23થી વધુ યુવતીઓ સાથે યૌન સંબંધ સ્થાપિત કર્યા છે. અજય કુમારે બુધવારે આ નિવેદન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ નોંધાવ્યું હતું.

લક્ષ્મી કરતી હતી આસારામ માટે યુવતીઓની પસંદગી

લક્ષ્મી કરતી હતી આસારામ માટે યુવતીઓની પસંદગી

પીડિતાએ જણાવ્યું કે ભારતી અને લક્ષ્મી જ બાપુ પાસે યુવતીઓ પહોંચાડતી હતી. તેમણે જણાવ્યું કે આસારામ પહેલાં ઇશારો કરતા હતા, પછી બાપુની પત્ની કહેતી હતી કે આજે બાપુ પાસે કોઇ યુવતીએ જવાનું છે અને જેને જવુંછે તે ઝડપથી તૈયાર થઇ જાય.

યુવતીઓ નારાયણ સાંઇને કહેતી આઇ લવ યુ ‘સ્વીટહાર્ટ ભગવાન’

યુવતીઓ નારાયણ સાંઇને કહેતી આઇ લવ યુ ‘સ્વીટહાર્ટ ભગવાન’

સગીરા સાથે બળાત્કારના આરોપમાં જેલમાં બંધ આસારામ બાપુના કુકર્મી પુત્ર નારાયણ સાંઇને સ્વીટહાર્ટ ભગવાન સંબોધન સારુ લાગતુ હતું. નારાયણ સાંઇના નામે યુવતીઓના એટલા પ્રેમ પત્રો મળ્યા છે, જેને વાંચીને તમે પણ દંગ રહી જસો. નારાયણ સાંઇના નામ આ લવ લેટર્સમાં યુવતીઓ સાંઇને સ્વીટહાર્ટ કહેતી હતી, તો કોઇ માઇ હાર્ટ, કોઇ શાયરી લખતી હતી, તો કેટલીક કહેતી હતી કે યુ આર માઇન એન્ડ આઇ એમ યોર્સ.

અર્ધનંગ્ન અવસ્થામાં મહિલા સાથે નહાતા હતા આસારામ

અર્ધનંગ્ન અવસ્થામાં મહિલા સાથે નહાતા હતા આસારામ

આસારામ બાપુના અમદાવાદ આશ્રમના પુર્વ કોર્ડિનેટર અજય કુમારે ખુલાસો કર્યો છે કે, તેમણે આસારામને એકવાર મહિલાઓ સાથે અર્ધનગ્ન અવસ્થામાં સ્વિમિંગ પુલમાં નહાતા જોયા છે. અજય કુમાર અનુસાર આ ઘટના અમદાવાદાના મોટેરા આશ્રમની છે, જ્યાં તેઓ કામ કરતા હતા.

સેક્સ પહેલા ખાતા હતા શિલાજીત જેવી દવા

સેક્સ પહેલા ખાતા હતા શિલાજીત જેવી દવા

આસારામના જુના રાજદાર અમૃત પ્રજાપતિએ ખુલાસો કર્યો છે કે, આસારામ અવારનવાર કામિની મર્દન, અશ્વગંધા, શિલાજીત, મકરધ્વજ રસ જેવી સેક્સવર્ધક દવાઓ મંગાવતા હતા અને તેઓ અફીણનું સેવન પણ કરતા હતા.

યુવતી પસંદ પડતાં લેઝર લાઇટ શરૂ કરતા

યુવતી પસંદ પડતાં લેઝર લાઇટ શરૂ કરતા

આસારામના જૂના સેવાદાર અમૃત પ્રજાપતિની વાત માનીએતો આસારામ માત્ર ઇશારા થકી પોતાના સાગરીતોને સત્સંગમાં આવેલી એ યુવતીઓ અંગે જણાવતા હતા, જેને તેઓ પસંદ કરતા હતા અને તેના માટે પોતાની કુટિરથી સત્સંગના મંડપ સુધી જતી વખતે તેઓ પોતાના હાથમાં લેઝર લાઇટ રાખતા હતા અને તેને ચાલું કરતા હતા.

મોબાઇલમાં આસારામની પોર્ન ક્લિપ

મોબાઇલમાં આસારામની પોર્ન ક્લિપ

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આસારામના ખાસ સેવક અને રાજદાર શિવા પાસે એક વીડિયો ક્લિપ મળી છે. પોલીસે જણાવ્યું છે કે, શિવાના મોબાઇલ ફોનમાં આસારામનો જે વીડિયો મળ્યો છે, તેમાં આસારામ એક યુવતી સાથે જોવા મળી રહ્યાં છે, એટલું જ નહીં આ ક્લિપમાં આસારામ મહિલાઓના અંગો પર હાથ ફેરવતા પણ દર્શાવવામાં આવ્યા છે.

આસારામે મહિલા પત્રકારને કહ્યું, આવો મારી ગોદમાં બેસી જાઓ

આસારામે મહિલા પત્રકારને કહ્યું, આવો મારી ગોદમાં બેસી જાઓ

એક ન્યૂઝ ચેનલે પોતાના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો કર્યો છે કે, આસારામ ચેનલની એક મહિલા પત્રકાર સાથે રાત વિતાવવા માગતા હતા. સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે, આસારામ મહિલા પત્રકાર સમક્ષ જીદ કરી હતી કે તેઓ તેની ગોદમાં આવીને બેસી જાય. એટલું જ નહીં આ સ્ટિંગમાં એવું બોલતા સાંભળી શકાય છે કે, મારા આશ્રમમાં ચંબલના લોકોને આસરો મળે છે અને પોલીસ તેમને કંઇ કરી શકતા નથી.

આસારામ લાઇટ બંધ કરી દેતા અને ચુમવા લાગતા

આસારામ લાઇટ બંધ કરી દેતા અને ચુમવા લાગતા

16 વર્ષની સગીરાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, જેવી તે રૂમમાં ગઇ આસારામે લાઇટ બંધ કરી દીધી. પીડિતા અનુસાર આસારામ નગ્ન અવસ્થામાં હતા. પીડિતા અનુસાર આસારામે રૂમ બંધ કરી દીધો અને છેડતી શરૂ કરી દીધી. મે બૂમો પાડવાની શરૂઆત કરી તો મારા માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપવા લાગ્યા અને મારું મોઢુ બંધ કરી દીધું. મને ચુમવા લાગ્યા અને આપત્તિજનક રીતે સ્પર્શન કરવા લાગ્યા.

સગીરા પાસે મુખ મૈથુન કરાવવા માગતા હતા આસારામ

સગીરા પાસે મુખ મૈથુન કરાવવા માગતા હતા આસારામ

જોધપુર પોલીસનું જે વર્જન સામે આવી રહ્યું છે, એ પ્રમાણે એ સ્પષ્ટ થઇ ગયુ છે કે સગીરા સાથે આસારામે અશ્લિલતા અને અભદ્રતા જરૂર કરી હતી, પરંતુ સગીરા દ્વારા મનાઇ કરવામાં આવતા ના તો તેઓ મુખ મૈથુન કરાવી શક્યા અથવા તો સીલ ભંગ કરી શક્યા.

English summary
when asaram was with females bharti used to patrol his cottage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X