For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે બકરા વિના મનાવાશે બકરી ઈદ, એ વર્ષે થશે ફટાકડા વિનાની દિવાળીઃ સાક્ષી મહારાજ

દિવાળી પર ફટાકડા બેન કરવાની ચર્ચાઓ વચ્ચે સાંસદ સાક્ષી મહારાજે વિવાદિત નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે એક વાર ફરીથી પોતાના વિવાદિત નિવેદન માટે ચર્ચામાં છે. દિવાળી પર ફટાકડા બેન કરવાની ચર્ચાઓ વચ્ચે સાંસદ સાક્ષી મહારાજે કહ્યુ, જે વર્ષે બકરા વિના બકરી ઈદ મનાવવામાં આવશે એ વર્ષે ફટાકડા વિના દિવાળી મનાવવામાં આવશે. ભાજપ નેતા સાક્ષી મહારાજે કહ્યુ, જો દેશમાં બકરા વિના બકરી ઈદ મનાવાય તો દિવાળી પર પણ ફટાકડા ફોડવાની જરૂર નહિ પડે. ઉલ્લેખનીય છે કે વધતા વાયુ પ્રદૂષણના કારણે રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અમુક રાજ્યોએ દિવાળી પર ફટાકડાને બેન કરી દીધા છે.

પ્રદૂષણના નામે વધુ જ્ઞાન આપવુ નહિઃ સાક્ષી મહારાજ

પ્રદૂષણના નામે વધુ જ્ઞાન આપવુ નહિઃ સાક્ષી મહારાજ

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ પોતાના રિપોર્ટમાં લખ્યુ છે કે સાક્ષી મહારાજે આ દાવો ફેસબુક પર કર્યો છે. રિપોર્ટ અનુસાર સાક્ષી મહારાજે લખ્યુ છે કે, 'જે વર્ષે બકરા વિના બકરી ઈદ મનાવવામાં આવશે, એ જ વર્ષે ફટાકડા વિના દિવાળી પણ મનાવવામાં આવશે. પ્રદૂષણના નામે ફટાકડા વિશે વધુ જ્ઞાન આપવુ નહિ.'

ઘણીવાર વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહે છે સાક્ષી મહારાજ

ઘણીવાર વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહે છે સાક્ષી મહારાજ

સાક્ષી મહારાજની ગણતરી ભાજપના ફાયર બ્રાન્ડ નેતાઓમાં થાય છે. તે ઘણી વાર પોતાના નિવેદનો માટે સમાચારોમાં છવાયેલા રહે છે. હાલમાં જ બાંગરમઉમાં ચૂંટણી પ્રચાર કરવા દરમિયાન સાક્ષી મહારાજે મુસલમાનો વિશે એક વિવાદિત નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ, મુસલમાનો માટે મોટા સ્મશાન સ્થળ અને હિંદુઓ માટે નાના કેમ? આ ભેદભાવ કેમ... તેમણે કહ્યુ હતુ કે સ્મશાન સ્થળ મોટુ કે નાનુ જનસંખ્યાના આધારે હોવુ જોઈએ. સાક્ષી મહારાજે કથિત ચેતવણી આપીને એ પણ કહ્યુ કે, 'અમે કંઈ પણ કરી શકીએ છીએ.'

કોરોના પૉઝિટીવ આવ્યા સાક્ષી મહારાજ

કોરોના પૉઝિટીવ આવ્યા સાક્ષી મહારાજ

સાક્ષી મહારાજ હાલમાં દિલ્લીમાં હોમ આઈસોલેશનમાં છે. બકરી ઈદવાળી પોસ્ટ તેમણે હોમ આઈસોલશન દરમિયાન કરી હતી. સોશિયલ મીડિયા પર સાંસદ સાક્ષી મહારાજે એ વાતની માહિતી આપી હતી કે તો કોરોના પૉઝિટીવ થઈ ગયા છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે જે પણ લોકો તેમના સંપર્કમાં આવ્યા છે, તે જલ્દી કોવિડ-19 ટેસ્ટ કરાવી લે. તેમણે જણાવ્યુ હતુ કે બાંગરમઉ પેટાચૂંટણીના ત્રણ દિવસીય પ્રવાસ બાદ તેમની તબિયત ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમણે કોરોના તપાસ કરાવી જેમાં તે સંક્રમિત મળી આવ્યા હતા.

પ. બંગાળઃ BJP ચીફની ધમકી, મમતા દીદીના લોકો સુધરી જાય નહિતર હાડકાં-પાંસળા તોડી નાખીશુપ. બંગાળઃ BJP ચીફની ધમકી, મમતા દીદીના લોકો સુધરી જાય નહિતર હાડકાં-પાંસળા તોડી નાખીશુ

English summary
When Bakrid will be celebrated without goat sacrifice, the same year Diwali will be celebrated without firecrackers: BJP MP Sakshi Maharaj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X