જ્યારે કપિલ શર્માએ રાજ કુંદ્રાને પુછ્યુ, કંઈ પણ કર્યા વગર આટલા રૂપિયા કેવી રીતે કમાઓ છો?
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની સોમવારે મુંબઈ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર પોર્ન ફિલ્મો બનાવવા અને એપ્સ દ્વારા પ્રકાશિત કરવાનો આરોપ છે.
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની સોમવારે મુંબઈ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર પોર્ન ફિલ્મો બનાવવા અને એપ્સ દ્વારા પ્રકાશિત કરવાનો આરોપ છે. રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કર્યા બાદ 23 જુલાઇ સુધીના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટમાં મુંબઇ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે જણાવ્યું હતું કે રાજ કુંદ્રા પોર્ન વ્યવસાયથી પૈસા કમાતા હતા અને તેમની સામે અમારી પાસે પુરાવા છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ ટ્વિટર પર સતત #RajKundraArrest ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ટ્રેન્ડ સાથે તેનો એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપિલ શર્મા રાજ કુંદ્રાને તેને કમાણીનો સ્રોત પૂછી રહ્યો છે.

રાજ કુંદ્રા ક્યાંથી રૂપિયા કમાય છે?
શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુંદ્રા અને બહેન શમિતા શેટ્ટી સાથે જૂન 2020 માં ધ કપિલ શર્મા શોના એક એપિસોડમાં આવી હતી. આ એપિસોડમાં કપિલ શર્માએ રાજ કુંદ્રાને તેની કમાણીનો સ્રોત પૂછ્યો. જેનો વીડિયો રાજ કુંદ્રાની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયો શેર કરીને રાજ કુંદ્રાની ટીકા કરી રહ્યા છે.

કપિલ શર્માએ આવક વિશે સવાલ કર્યો હતો
કપિલ શર્મા રાજ કુંદ્રાને પૂછે છે, તમે આટલા મોટા ઉદ્યોગપતિ છો પણ ક્યારેક તમે ફિલ્મ સ્ટાર્સ સાથે ફૂટબોલ રમતા જોવા મળો છો, તો ક્યારેક ફ્લાઇટમાં, તો તમે ક્યાંક ફરતા હોવ છો, તો ક્યારેક શિલ્પાને શોપીંગ કરાવતા હોવ છો, તો પછી અમને પણ કહો કે તમે કઈ પણ કર્યા વિના આટલી કમાણી કેવી રીતે કરો છો. કપિલનો આ સવાલ સાંભળીને શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા અને શમિતા શેટ્ટી બધાએ જોરથી હસવા લાગ્યા હતા.

રાજ કુંદ્રા મુખ્ય ષડયંત્રકાર છે-મુંબઈ પોલીસ
મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે આ કેસ સંદર્ભે ફેબ્રુઆરી 2021 માં એફઆઈઆર નોંધી હતી. ત્યારબાદ નવ લોકોની ધરપકડ કરાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછમાં રાજ કુંદ્રાનું નામ સામે આવ્યું છે. મુંબઈ પોલીસે કહ્યું છે કે આ કેસમાં મુખ્ય કાવતરાખોર રાજ કુંદ્રા છે. તેથી તેને સોમવારે પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
