For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે સુષ્માએ કહ્યુ હતુ, ‘મંગળ ગ્રહ પર પણ ફસાયા હશો તો ભારતીય વિદેશ મંત્રાલય મદદ કરશે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જે રીતે દરેકની સંભવ મદદ કરવાની કોશિશ કરી તેના કારણે તે લોકો વચ્ચે ઘણા લોકપ્રિય હતા.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જે રીતે દરેકની સંભવ મદદ કરવાની કોશિશ કરી તેના કારણે તે લોકો વચ્ચે ઘણા લોકપ્રિય હતા. સોશિયલ મીડિયા પર સુષ્મા સ્વરાજ ઘણા સક્રિય હતા અને લોકોના ટ્વીટ માત્રથી તેમને મદદ પહોંચાડવા માટે આવી જતા હતા. એક વાર સુષ્મા સ્વરાજે ત્યાં સુધી ટ્વીટ કરીને કહ્યુ હતુ કે જો તમે મંગળ ગ્રહ પર પણ ફસાયા હશો તો ભારતીય વિદેશ મંત્રાલય તમને મદદ કરશે.

પાસપોર્ટ સુવિધાને સરળ બનાવી

પાસપોર્ટ સુવિધાને સરળ બનાવી

સુષ્માએ એવા કોઈ પણ વ્યક્તિને ક્યારેય નિરાશ નથી કર્યા જેણે તેમની પાસે મદદ માંગી હોય. વિદેશ મંત્રી તરીકે સુષ્મા સ્વરાજે પાસપોર્ટ સાથે જોડાયેલી તમામ મુશ્કેલીઓને સરળ કરી અને પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયાને ખૂબ સરળ કરી દીધી. સુષ્મા સ્વરાજ ઈન્દિરા ગાંધી બાદ દેશના વિદેશ મંત્રી રહેનાલ બીજી મહિલા છે. પ્રધાનમંત્રી પદ પર ઈન્દિરા ગાંધી થોડા સમય માટે દેશના વિદેશ મંત્રી તરીકે પણ કમાન સંભાળી હતી.

ચૂંટણી ન લડવાનું એલાન કર્યુ હતુ

ચૂંટણી ન લડવાનું એલાન કર્યુ હતુ

તમને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજે આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા જ ચૂંટણી નહિ લડવાનું એલાન કરી દીધુ હતુ. જો કે તેમણે રાજકારણમાંથી સન્યાસ લેવાની ઘોષણા નહોતી કરી. પીએમ મોદીના બીજા કાર્યકાળમાં જ્યારે એસ જયશંકરને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા તો તેમણે પહેલુ ટ્વીટ સુષ્મા સ્વરાજને સમર્પિત કર્યુ હતુ. તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે સુષ્મા સ્વરાજના પદચિહ્નો પર ચાલવુ મારા માટે ગર્વની વાત છે. વિદેશ મંત્રી તરીકેને કાર્યભાર સંભાળતા જ જેવી એક મહિલાએ એસ જયશંકર પાસે મદદ માંગી કે તરત જ તેમણે મદદ પહોંચાડી હતી.

આ પણ વાંચોઃ Video: 1996માં સુષ્માએ આપ્યુ હતુ સંસદમાં ઐતિહાસિક ભાષણ, વિપક્ષની કરી બોલતી બંધઆ પણ વાંચોઃ Video: 1996માં સુષ્માએ આપ્યુ હતુ સંસદમાં ઐતિહાસિક ભાષણ, વિપક્ષની કરી બોલતી બંધ

3 વાગે અંતિમ સંસ્કાર

3 વાગે અંતિમ સંસ્કાર

ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજનું મંગળવારે હ્રદયરોગનો હુમલો થવાથી દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં નિધન થઈ ગયુ છે. સુષ્મા સ્વરાજને અંતિમ દર્શન માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી લોકો ભાજપના કાર્યાલયમાં એકઠા થશે જ્યાં તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે. સવારે 11 વાગ્યા સુધી તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને રહેશે જ્યાં તેમના અંતમિ દર્શન કરી શકાય છે. બપોરે 3 વાગે સુષ્મા સ્વરાજની અંતિમ યાત્રા નીકળશે કે જે લોધી રોડના સ્મશાન ગૃહ સુધી જશે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

English summary
When Sushma Swaraj said If you are stuck on mars indian embassy there will help you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X