બોયફ્રેન્ડે લગ્નનો ઈન્કાર કરતા ગર્લફ્રેન્ડે એવી હરકત કરી કે બધાના હોશ ઉડી ગયા, જાણો શું છે પુરી ઘટના?
કહેવાય છે કે પ્રેમમાં માણસ પાલગ થઈ જાય છે. ઘણી વખત વ્યક્તિ સામેની વ્યક્તિને પામવા માટે ગમે તે હદ વટાવી જાય છે. હવે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે.
અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક પ્રેમિકાને તેના પ્રેમીની બેવફાઈની જાણ થતા તે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાં પહોંચીને તેને ઝેર પી લીધુ. સમાચાર અનુસાર, બન્ને છેલ્લા 10 વર્ષથી સાથે હતા અને કોર્ટ મેરેજ પણ કર્યા હતા.

સમાચાર અનુસાર, મહિલાના આ કદમ પાછળ તેના બોયફ્રેન્ડની બેવફાઈ જવાબદાર હતી. દાવો છે કે તેનો પ્રેમી વાયદાથી ફરી ગયો અને બીજી યુવતી સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો. મહિલાને જાણ થતા તે પોલીસ પાસે ગઈ પરંતુ કોઈ યોગ્ય જવાબ ન મળતા તેને આ પગલુ ભર્યુ.
અહેવાલ અનુસાર, બન્ને છેલ્લા 10 વર્ષથી પ્રેમમાં હતા. અને ઘરેથી છુપાઈને કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે છેલ્લા એક વર્ષથી યુવક બેવફાઈ કરી રહ્યો હતો અને બીજે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો. યુવતીને આ વાતની જાણ થતા તેને હોશ ઉડી ગયા હતા.
મહિલાએ તેને વચનો યાદ કરાવ્યા પરંતુ તે સહકાર આપવા તૈયાર ન થયો તો યુવતીએ આખી વાત તેના પરિવારના સભ્યોને કહી. પરિવારે યુવક સાથે વાત કરી પરંતુ યુવક માનવા તૈયાર ન થયો. ત્યારબાદ મજબૂરીમાં યુવતી પોલીસ પાસે ગઈ.
જો કે ઘણા પ્રયાસો બાદ પણ પોલીસથી પણ કામ ન થતા યુવતી તેના પરિવારજનો સાથે બિહાર પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસ સ્ટેશનમાં જ ઝેર પી લીધુ. હાલ પ્રેમિકા જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પ્રેમી પોલીસ કસ્ટડીમાં છે. કેસ પણ નોંધવામાં આવ્યો છે. યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.












Click it and Unblock the Notifications
