જગદીપ ધનખર ક્યાં છે? રાજીનામા પછી શું કરી રહ્યા છે? થઈ ગયો ખુલાસો, વિપક્ષના સવાલોનો મળી ગયો જવાબ
Jagdeep Dhankhar: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ વિરોધ પક્ષે BJP સરકાર પર આક્રમક વલણ ધારણ કર્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક આગેવાનો સતત પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે રાજીનામા પછી ધનખડ ક્યાં ગુમ થઈ ગયા? આ વચ્ચે એક રિપોર્ટમાં દાવો થયો છે કે જગદીપ ધનખડ હાલ પોતાના શુભચિંતકો અને સ્ટાફ સાથે ટેબલ ટેનિસ રમતા તેમજ યોગ કરતા જોવા મળી રહ્યા છે.

કોંગ્રેસના સવાલો
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે 9 ઓગસ્ટે એક વીડિયો જાહેર કરીને ગૃહપ્રધાન અમિત શાહને સવાલ કર્યો હતો કે ધનખડ રાજીનામા બાદ ક્યાં છે? તેમણે કહ્યું, 22 જુલાઈએ આપણા ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું અને આજે 9 ઓગસ્ટ છે, પણ ત્યારથી તેઓ ક્યાં છે તે દેશને ખબર નથી. સિબ્બલે વધુમાં દાવો કર્યો કે તેઓ પોતાના નિવાસસ્થાને પણ નથી. તેમણે તિરસ્કારભર્યા અંદાજમાં કહ્યું કે ગાયબ મહિલાઓ વિશે તો સાંભળ્યું છે, પણ ગાયબ ઉપરાષ્ટ્રપતિ વિશે પહેલીવાર સાંભળું છું.
જગદીપ ધનખડના રાજીનામાનું કારણ
જગદીપ ધનખડે 21 જુલાઈએ સ્વાસ્થ્ય કારણો દર્શાવીને પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે કાર્યકાળ પૂરો થવા માટે હજુ બે વર્ષ બાકી હોવા છતાં પદ છોડી દીધું. ધનખડ પહેલાં માત્ર વી.વી. ગિરી અને આર. વેંકટરમનએ જ કાર્યકાળ પૂર્ણ થવા પહેલાં પદ છોડ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ક્યારે?
ચૂંટણી આયોગે જાહેરાત કરી છે કે 9 સપ્ટેમ્બરએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે અને એ જ દિવસે મતગણતરી થશે
નામ નોંધણીની છેલ્લી તારીખ: 21 ઓગસ્ટ
નામ પાછું ખેંચવાની અંતિમ તારીખ: 25 ઓગસ્ટ
આ ચૂંટણીમાં NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિરોધ પક્ષે પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ બી. સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે.
NDAએ દ્વારા CP Radhakrishnanની પસંદગી કરી
CP Radhakrishnan: NDAએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ રવિવારે જાહેર કર્યું હતું. BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ આ અંગે જણાવ્યું હતું કે, CP Radhakrishnan NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. હાલમાં CP Radhakrishnan મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ ફાઈનલ કરવા માટે BJP સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સૌએ સહમતિ આપી હતી.
ઉમેદવાર Sudarshan Reddy કોણ છે?
બી સુદર્શન રેડ્ડી (Sudarshan Reddy) 2007થી 2011 સુધી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હતા. 1946માં જન્મેલા સુદર્શન રેડ્ડીનું પ્રારંભિક શિક્ષણ આંધ્રમાં થયું હતું. રેડ્ડીએ ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. આ પછી, તેમણે પ્રખ્યાત વકીલ કે પ્રતાપ રેડ્ડી હેઠળ કામ કરવાનું શરૂ કર્યું. ઓગસ્ટ 1998માં, રેડ્ડીને હાઇકોર્ટમાં સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ રહી ચૂકયાં છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
