For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીનું શપથ ગ્રહણઃ ક્યારે અને કેવી રીતે જોશો, જાણો બધું

પીએમ મોદીનું શપથ ગ્રહણઃ ક્યારે અને કેવી રીતે જોશો, જાણો બધું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પ્રચંડ જીત બાદ પીએમ મોદી 30મી મેના રોજ બીજીવાર પીએમ પદના શપથ ગ્રહણ કરશે. મોદીની સાથે તેમના મંત્રીમંડળના સાથીઓ પણ મંત્રીપદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં ગુરુવારે સાંજે થનાર આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં કેટલાય મામલામાં ખાસ છે. આ પ્રોગ્રામમાં પાંચ હજારથી વધુ મેહમાન હાજર રહેશે. દુનિયાભરના કેટલાય ખાસ મહેમાનો પણ આ કાર્યક્રમ માટે દિલ્હી આવી રહ્યા છે. જાણો, આ કાર્યક્રમની ખાસિયત શું છે અને તમે આ પ્રોગ્રામને કઈ ટીવી ચેનલ પર જોઈ શકો છો.

દુનિયાભરના નેતાઓ હાજરી આપશે

દુનિયાભરના નેતાઓ હાજરી આપશે

પાડોશી દેશોના નેતાઓ સહિત કેટલાય મોટા ચેહરા આ કાર્યક્રમમાં ભાગ લેશે. શપથ ગ્રહણ કાર્યક્રમમાં જે મોટા નેતાઓ સામેલ થઈ રહ્યા છે, તેમાં - BIMSTECના તમામ સભ્ય દેશોના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. ભારત, ભૂટાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ BIMSTECના સભ્ય દેશો છે.

આ ઉપરાંત બાંગ્લાદેશના સદર અબ્દુલ હામિદ, મ્યાનમાર પ્રેસીડેન્ટ યૂ વિન, મિન્ટ, ભૂટાન પીએમ લોટે ટીશેરિંગ, શ્રીલંકાના પ્રેસિડેન્ટ મૈત્રીપાલ શ્રીસેના, મોરિસિયસના પીએમ પરવિંદ કુમા જગનોથ, કજાકિસ્તાનના પ્રેસિડેન્ટ સૂરોનબે જીનબેકો, નેપાળ પીએમ કેપી શર્મા ઓલી અને થાઈલેન્ડના વિશેષ દૂત ગ્રિસડા બૂનરાચ આ પ્રોગ્રામમાં સામેલ થશે. બાંગ્લાદેશના પીએણ શેખ હસીના ત્રણ દિવસીય વિદેશી પ્રવાસ પર હોવાથી શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજર નહિ રહી શકે.

2014ની જેમ કાર્યક્રમની રૂપરેખા

2014ની જેમ કાર્યક્રમની રૂપરેખા

શપથ ગ્રહણ કાર્યક્રમની રૂપરેખા 2014ની જેમ જ રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટમાં કાર્યક્રમ થશે. જ્યારે મુખ્ય રસ્તેથી મુખ્ય બિલ્ડિંગ સુધી જવા માટે વિશેષ રસ્તો બનાવવામાં આવશે, જ્યાંથી મહેમાનો જઈ શકે. આ ચોથો અવસર છે જ્યારે દરબાર હૉલની જગ્યાએ ફોરકોર્ટમાં પીએમ શપથ ગ્રહણ કરશે. સાત વાગ્યે શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિ ભવન તરફથી મેહમાનો માટે ચા-નાશ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનના 'દાલ રાયસીન'માં મંગળવારે રાતથી જ નાશ્તા માટે પ્રબંધન શરૂ કરી દેવામાં આવ્યા છે.

દૂરદર્શન પર લાઈવ ટેલીકાસ્ટ

દૂરદર્શન પર લાઈવ ટેલીકાસ્ટ

પીએમ મોદી અને તેમના મંત્રિઓની શપથ વિધિ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ 30 મેની સાંજે સાડા છ વાગ્યેથી દૂરદર્શન ચેનલ પર કરવામાં આવશે. દૂરદર્શનના યૂટ્યૂબ ચેનલ પર પણ લાઈવ પ્રસારણ થશે.

2014માં છ વાગ્યે શપથ ગ્રહણ કાર્યક્રમ થરૂ થયો હતો. 4 વાગ્યેથી મહેમાનો આવવા શરૂ થઈ ગયા હતા. સુરક્ષા કારણોને પગલે પાણીની બોટલ લઈ જવાની પણ મંજૂરી નહોતી. એવામાં ગર્મીમાં લોકો પરેશાન થયા હતા. આ વખતે સમય એક કલાક આગળ વધારી દેવામાં આવ્યો છે. 2014માં તમામ સાર્ક દેશોના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યારના પાકિસ્તાની પીએમ નવાઝ શરીફ પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

મંત્રીઓના નામ પર મંથન ચાલુ, સહયોગિઓ સાથે વાતચીત બાદ ફરી મોદીને મળવા પહોંચ્યા શાહ મંત્રીઓના નામ પર મંથન ચાલુ, સહયોગિઓ સાથે વાતચીત બાદ ફરી મોદીને મળવા પહોંચ્યા શાહ

English summary
where to watch modi's oath-taking ceremony and who will be present as guests? full detail is here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X