For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું નરેન્દ્ર મોદી ફરીથી બનશે દેશના પ્રધાનમંત્રી? ભાઈ પ્રહલાદ મોદીએ આપ્યુ નિવેદન

શું નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારનું કમબેક થશે કે દેશને કોઈ નવા પીએમ મળશે. જે અંગે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીની પ્રતિક્રિયા આવી છે.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણી અંગે અટકળોનો સમય ચાલુ છે. દરેક પોતપોતાના હિસાબથી અંદાજ લગાવી રહ્યા છે કે શું નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારનું કમબેક થશે કે દેશને કોઈ નવા પીએમ મળશે. ચૂંટણી વિશે આ જ અટકળો પર હવે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યુ કે એક વાર ફરીથી ભાજપની સરકાર દેશમાં બનશે.

ભાજપ 300થી વધુ સીટો જીતશે'

ભાજપ 300થી વધુ સીટો જીતશે'

પ્રહલાદ મોદીએ કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં 300થી વધુ સીટો જીતશે અને નરેન્દ્ર મોદી એક વાર ફરીથી પ્રધાનમંત્રી બનશે. તેમણે આશા વ્યક્ત કરી કે 2019ના પરિણામ વર્ષ 2014ના પરિણામોની જેમ હશે અને નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે વધુ એક કાર્યકાળ મળશે. પ્રહલાદ મોદી મેંગલુરુમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા.

‘નરેન્દ્ર મોદી ફરીથી બનશે પીએમ'

‘નરેન્દ્ર મોદી ફરીથી બનશે પીએમ'

તેમણે કહ્યુ કે કેન્દ્રમાં એનડીએના નેતૃત્વવાળી મોદી સરકાર છેલ્લા સાડા ચાર વર્ષોમાં સમગ્ર દેશમાં વિવિધ વિકાસ કાર્યોને લાગુ કરવામાં સફળ રહી છે. એક સવાલના જવાબમાં પ્રહલાદ મોદીએ કહ્યુ કે પ્રિયંકા ગાંધીનો રાજકારણમાં પ્રવેશ ચૂંટણીમાં કોંગ્રેસની મદદ નહિ કરી શકે. મોદી મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોની યાત્રા પર મેંગલુરુ આવ્યા છે.

સંભવિત ગઠબંધન અંગે પણ આપ્યુ નિવેદન

સંભવિત ગઠબંધન અંગે પણ આપ્યુ નિવેદન

એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા પ્રહલાદ મોદીએ ગઠબંધનના ભવિષ્ય પર કહ્યુ કે આવા ગઠબંધન ભૂતકાળમાં પણ નિષ્ફળ થયા હતા.

આ પણ વાંચોઃ જંતર-મંતર પર આજે AAPની મહારેલી, મમતા બેનરજી ભરશે હુંકારઆ પણ વાંચોઃ જંતર-મંતર પર આજે AAPની મહારેલી, મમતા બેનરજી ભરશે હુંકાર

English summary
whether narendra modi will win in 2019 elections, brother prahlad modi's reply
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X