For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી 2009 : નાણાની રેલમછેલમાં કયા પક્ષ અવ્વલ રહ્યા?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ઓક્ટોબર : ચૂંટણીઓ આવે એટલે મતદારોના પોતાના પક્ષમાં કરવા દરેક રાજકીય પક્ષોને નાણાની રેલમછેલ કરવી પડે છે. આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે. રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓમાં નાણા ખર્ચવાની મર્યાદા બાંધવામાં આવી હોવા છતાં રાજકીય પક્ષો નાણાની પોટલી ખુલ્લી મુકી દેતા હોય છે.

લોકસભા ચૂંટણી 2009ની જ વાત કરીએ તો કોંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષોની તુલનામાં ભાજપે ચૂંટણી ખર્ચ કરવામાં સૌને પાછળ છોડી દીધા હતા. આ અંગે ભાજપે ચૂંટણી પંચને આપેલા અહેવાલ અનુસાર લોકસભા ચૂંટણી 2009માં તેણે કુલ 448.66 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેમાંથી 162.68 કરોડ રૂપિયા પાર્ટી મુખ્યાલય અને 285.98 કરોડ રૂપિયા રાજ્ય સ્તરે ખર્ચ કરવામાં આવ્યા હતા.

મહત્વની બાબત એ છે કે આટલી મોટી રકમ ખર્ચ કરવા છતાં ભાજપ સત્તામાં આવી શકી ન હતી. બીજી તરફ મુખ્ય હરીફ પક્ષ કોંગ્રેસે પણ 380.04 કરોડ રૂપિયા ચૂંટણી પાછળ લુંટાવી દીધા હતા. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીઓમાં રાજકીય પક્ષો તરફથી કરવામાં આવેલા ખર્ચની વિગતોમાં તેમને કેવા વિવિધ સ્રોતો તરફથી રકમ મળી છે તે ખૂબ જ રસપ્રદ છે. નોંધનીય બાબત એ પણ છે કે દાનમાં મળેલી મોટા ભાગની રકમ રોકડમાં મળી હતી. જેના કારણે આ પ્રક્રિયા પારદર્શક રહી ન હતી.

આવો જાણીએ ચૂંટણીમાં મળેલા દાનની રસપ્રદ બાબતો...

Congress

Congress


કોંગ્રેસને ચૂંટણી ખર્ચ માટે કુલ 313.74 કરોડ રૂપિયા મળ્યા હતા. તેમાંથી 237.36 કરોડ રૂપિયા કેશ મળ્યા હતા. જ્યારે માત્ર 76.38 કરોડ એટલે કે માત્ર 24 ટકા રકમ ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટથી મળ્યા હતા.

BJP

BJP


ભાજપને 478.61 કરોડ રૂપિયા ચૂંટણી ખર્ચ માટે મળ્યા હતા. તેમાંતી 49 ટકા રકમ ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી મળી હતી. જ્યારે બાકીની રકમ રોકડમાં મળી હતી. ભાજપે એકઠી કરેલી કુલ રકમમાંથી 163.03 કરોડ રૂપિયા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયને મળ્યા જ્યારે બાકીની 315.58 કરોડ રૂપિયાની રકમ રાજ્યોના પાર્ટી કાર્યાલય મારફતે મળી હતી.

BSP

BSP


બહુજન સમાજવાદી પાર્ટી - બીએસપીએ 21.23 કરોડ રૂરપિયા ચૂંટણી દરમિયાન ખર્ચ કર્યા હતા. માયાવતીના નેતૃત્વમાં પાર્ટીને માર્ચથી મે 2009 દરમિયાન ચૂંટણી પ્રક્રિયા પૂરી થઇ ત્યાં સુધીમાં 33.16 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. મજાની વાત એ છે કે બીએસપીને ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટથી માત્ર 20,000 રૂપિયા મળ્યા જ્યારે બાકીની તમામ રકમ રોકડ સ્વરૂપમાં મળી હતી.

NCP

NCP


યુપીએના ઘટક પક્ષ અને કેન્દ્રીય મંત્રી શરદ પવારની પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી - એનસીપીએ ચૂંટણીઓમાં કુલ 26.17 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેમાંથી રાજ્ય સ્તરે 18.26 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. જ્યારે કેન્દ્રીય સ્તરે 8.38 કરોડ રૂપિયા મળ્યા હતા.

CPIM

CPIM


સીપીઆઇએમને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કુલ 1.53 કરોડ રૂપિયા મળ્યા હતા.

SP

SP


સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી 2009માં 21.49 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.

Trinmool Congress

Trinmool Congress


મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે માત્ર 89.97 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો.

AIADMK

AIADMK


અન્નાદ્રમુકનો ખર્ચ રૂપિયા 12.17 કરોડ રહ્યો હતો. પાર્ટીને ખર્ચ માટે 17.98 કરોડ રૂપિયા મળ્યા હતા.

DMK

DMK


તમિલનાડુની દ્રમુક પાર્ટીને પાછલી ચૂંટણીઓમાં રૂપિયા 7.77 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.

English summary
Which party spent how much rupee in lok sabha election 2009
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X