For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : વિશ્વમાં કોણ કેવી રીતે નક્કી કરે છે વાવાઝોડાના નામ

|
Google Oneindia Gujarati News

ભારતના દરેક નાગરિકને ચિંતામાં મૂકી દેનારા વાવાઝોડાને કારણે લાખો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. ચક્રવાત ફેલિન પોતાની સાથે અઢીસોથી ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી હવાઓ અને ભારે વરસાદ લઇને આવ્યું. તેના કારણે દરિયા કિનારાના પાંચ લાખથી વધારે મકાનો ક્ષતિગ્રસ્ત બન્યા. 10,000થી વધારે ગામો જળમગ્ન બની ગયા. તેના કારણે 5 લાખ હેક્ટર વિસ્તારમાં કરેલું કૃષિ વાવેતર ધોવાઇ ગયું. તેના કારણે 50,000 ટન અનાજ બર્બાદ થઇ ગયું અને 21 લોકોની મોત થઇ ગઇ. આ ભયંકર વાવાઝોડાનો ભોગ બનનારા અસરગ્રસ્તો આજીવન 'ફેલિન' નામ નહીં ભૂલી શકે.

આવી ભયંકર કુદરતી આફતના નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. આ નામ કોણ નક્કી કરે છે, કોઇ પણ ચક્રવાતના નામ પહેલાથી નક્કી કરવામાં આવે છે વગેરે બાબત અંગે અહીં જાણો કેટલીક રસપ્રદ બાબતો...

હરિકેન અને સાયક્લોનનો ભેદ

હરિકેન અને સાયક્લોનનો ભેદ


વાવાઝોડાની રસપ્રદ વાત કરતા લખનૌ યુનિવર્સિટીના એડવાન્સ લર્નિંગ સેન્ટર ઓફ જિયોલોજીના પ્રોફેસર ધ્રુવ સેન સિંહે જણાવ્યું કે "બહુ ઓછા લોકોને ખબર હશે કે જો વાવાઝોડું એટલાન્ટિક મહાસાગરમાંથી ઉત્પન્ન થાય છે તો તેને હરિકેન કહેવામાં આવે છે. જ્યારે વાવાઝોડું હિન્દ મહાસાગરમાં તેની ઉત્પત્તિ થાય તો તેને સાઇક્લોન તરીકે સંબોધિત કરવામાં આવે છે."

વાવાઝોડા કેવા પ્રકારના હોય છે?

વાવાઝોડા કેવા પ્રકારના હોય છે?


પ્રોફેસર ધ્રુવ સેન સિંહે કહ્યું કે દર વર્ષે સમગ્ર દુનિયામાં સરેરાશ 100 જેટલા ચક્રવાત એટલે કે વાવાઝોડા બને છે. તેમાંથી ઘણા ઓછી તીવ્રતાવાળા હોય છે. જ્યારે કેટલાક ફિલિનની જેમ અતિ તીવ્ર અને આક્રમક હોય છે.

મહાસાગરમાં ઉત્પત્તિ, મહાસાગરમાં જ સમાપ્તિ

મહાસાગરમાં ઉત્પત્તિ, મહાસાગરમાં જ સમાપ્તિ


એક્સપર્ટના જણાવ્યા અનુસાર વાવાઝોડાની ઉત્પત્તિ મોટા ભાગે સમુદ્રમાં જ થતી હોય છે. તેની તીવ્રતા મુજબ ઘણા વાવાઝોડા એક જ દિવસમાં સમુદ્રમાં જ ઉત્પન્ન થઇને સમુદ્રમાં જ સમાપ્ત થઇ જતા હોય છે. જ્યારે ફેલિન જેવા વાવાઝોડા સમુદ્રમાં ઉત્પન્ન તો થાય છે પણ તેની સમાપ્તી દરિયા કિનારાના વિસ્તારોમાં ત્રાટક્યા બાદ પૂરી થાય છે.

વાવાઝોડાનું નામકરણ

વાવાઝોડાનું નામકરણ


ડૉ સિંહના જણાવ્યા અનુસાર પ્રત્યેક વાવાઝોડાનું નામ જે તે દેશનો હવામાન વિભાગ નક્કી કરે છે. ઉદાહરણ તરીકે ફેલિન વાવાઝોડું થાઇલેન્ડની દરિયાઇ સીમામાંથી ઉત્પન્ન થયું એટલા માટે તેનું નામકરણ થાઇલેન્ડના હવામાન વિભાગે પાડ્યું છે. એવી જ રીતે પાછલા દિવસોમાં હિન્દ મહાસાગરમાં પાકિસ્તાનની સરહદમાંથી વાવાઝોડું ઉત્પન્ન થયું હતું આથી પાકિસ્તાની હવામાન વિભાગે તેને લૈલા નામ આપ્યું હતું.

વાવાઝોડાનું નામકરણ શા માટે?

વાવાઝોડાનું નામકરણ શા માટે?


મહત્વની બાબત એ છે કે 1945 સુધી કોઇ પણ ચક્રવાત કે વાવાઝોડાનું નામકરણ કરવામાં આવતું ન હતું. આ કારણે હવામાન વિભાગ અને ભૂવિજ્ઞાનના વિજ્ઞાનીઓને કોઇ પણ વાવાઝોડાનો ઉલ્લેખ કરવામાં કે તે અંગેની વાત કરવામાં મુશ્કેલી થતી હતી. જ્યારે તેઓ પોતાના સંશોધનમાં કોઇ વાવાઝોડાની વાત કરતા હતા ત્યારે મહિનો અને વર્ષ ચોક્કસથી લખવું પડતું હતું, જો તે લખવામાં ભૂલ થઇ તો સમગ્ર ગણતરીમાં ભૂલ પડતી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિશ્વ હવામાન સંગઠને વર્ષ 1945થી દરેક વાવાઝોડાની ઓળખ માટે તેને નામ આપવાનો નિર્ણય લીધો હતો.

વાવાઝોડાના નામકરણનો હેતુ

વાવાઝોડાના નામકરણનો હેતુ


વાવાઝોડાના નામકરણ પાછળનો હેતુ એટલો છે કે લોકો લાંબા સમય સુધી તેને યાદ રાખી શકે છે. વિજ્ઞાનીઓને પણ રિપોર્ટ તૈયાર કરવામાં કોઇ ભૂલ પડતી નથી. લોકોને વાવાઝોડાની આગાહી આપવામાં સરળતા રહે છે.

નામોની પસંદગી કેવી રીતે?

નામોની પસંદગી કેવી રીતે?


જ્યારે પણ વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે ત્યારે નામની પસંદગી કોઇ પ્રકારના આલ્ફાબેટિક ઓર્ડરને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી નથી. તેના નામ કોઇ વ્યક્તિ વિશેષ કે વિજ્ઞાનીઓના નામ ઉપરથી પણ આધારિત હોય તેવું હોતું નથી. સામાન્ય રીતે વાવાઝોડાના નામની પસંદગી એવા નામોમાંથી કરવામાં આવે છે જે જનસામાન્યમાં લોકપ્રિય હોય અને ઝડપથી લોકોને યાદ રહી જાય તેવા હોય.

નામકરણ કોણ કરે છે?

નામકરણ કોણ કરે છે?


જુદા જુદા દેશોના હવામાન વિભાગો દ્વારા પ્રસ્તાવિત નામોમાંથી એક નામ નક્કી કરવા માટે દુનિયાભરમાં જુદી જુદી સમિતીઓ છે. આ સમિતીઓ જેવી કે ઇસ્કેપ ટાઇફૂન સમિતી. ઇસ્કેપ પેનલ ઓફ ટ્રોપિકલ સાયક્લોન, આર એ 1 ટ્રોપિકલ સાયક્લોન કમિટી વગેરે. આ કમિટીઓ દુનિયાભરમાં આવતા વિવિધ વાવાઝોડાઓ પર નજર રાખે છે.

ઉપયોગમાં લેવાયેલા નામ

ઉપયોગમાં લેવાયેલા નામ


હિન્દ મહાસાગરમાં ઉત્પન્ન થયેલા વાવાઝોડાના અત્યાર સુધીમાં આપવામાં આવેલા કેટલાક નામોમાં જાલ, ઓનિલ, નિશા, ગિરી, હિબારુ, આઇલા, કેઇલા, થાને, ફયાન, બાજ, નરગિસ, બંધુ, રશ્મિ, મુક્દા, માસા, ફેટ, ફનૂસ. ફેલિન વગેરેનો સમાવેશ થાય છે.

ભવિષ્યના પ્રસ્તાવિત નામો

ભવિષ્યના પ્રસ્તાવિત નામો


હિન્દ મહાસાગરમાં ભવિષ્યમાં આવનારા વાવાઝોડાઓ માટેના પ્રસ્તાવિત નામોમાં હેલન, ચપાલા, ઓખી, ફણી, લહેર, મેઘ, સાગર, વાયુ, માડી, રોઆનુ, મકેનુ, નાનૌક, કયાંત, કયાર, મહા, લુબાન, પ્રિયા, નીલોફર, વરધા, પતંગિયું, બુલબુલ, મોહરાર, ઉમપુન, અમ્ફન, પેયતી, મોરા, વગેરેનો સમાવેશ થાય છે.

ભવિષ્યના પ્રસ્તાવિત નામો

ભવિષ્યના પ્રસ્તાવિત નામો


હિન્દ મહાસાગરમાં ભવિષ્યમાં આવનારા વાવાઝોડાઓ માટેના પ્રસ્તાવિત નામોમાં હેલન, ચપાલા, ઓખી, ફણી, લહેર, મેઘ, સાગર, વાયુ, માડી, રોઆનુ, મકેનુ, નાનૌક, કયાંત, કયાર, મહા, લુબાન, પ્રિયા, નીલોફર, વરધા, પતંગિયું, બુલબુલ, મોહરાર, ઉમપુન, અમ્ફન, પેયતી, મોરા, વગેરેનો સમાવેશ થાય છે.

એટલાન્ટિક મહાસાગરના વાવાઝોડાના પ્રસ્તાવિત નામ

એટલાન્ટિક મહાસાગરના વાવાઝોડાના પ્રસ્તાવિત નામ


લી, લિઝા, ગૈબ્રિએલા, કાટિયા, ઓટ્ટો, રિચાર્ડ, વાઇના, મેલિસા, વિલફર્ડસ ક્રિસ, ડૈબી, જૂલિયા, ફિઓના વગેરેનો સમાવેશ થાય છે.

English summary
Who and how decide cyclone name in World
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X