પૂરપીડિત ઉત્તરાખંડને કોણે કરી કેટલી મદદ, એક નજર!
હાલમાં ઉત્તરાખંડ કૂદરતી આફતના કારણે ભારે જહેમતમાંથી પસાર થઇ રહ્યું છે. ઉત્તરાખંડમાં કૂદરતે એવો કહેર વર્તાવ્યો છે કે પળવારમાં તો બધું જ હતું નહતું કરી નાખ્યું. આભ ફાટવાના કારણે ઉત્તરાખંડમાં યમુના નદીમાં આવેલા ભારે પૂરે એવી તો તારાજી સર્જી નાખી કે હજારો લોકો તેમાં ફસાઇ ગયા, લોકોના ખેતરો, મકાનો, દુકાનો બધું જ તણાઇ ગયું.
તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરુ કરાયા બાદ આ પૂરની ઘટનાના આઠ દિવસ વિત્યા બાદ હજારો લોકોને બચાવી લેવા છે જ્યારે હજી પણ 10,000 જેટલા લોકો ઉત્તરાખંડમાં ફસાયેલા છે. જોકે આજે ફરી આભ ફાટવાની ઘટના ઘટવાના કારે 3 લોકો તણાઇ ગયા હતા. જ્યારે ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાની ઘટનાના પગલે બચાવકામગીરીને રોકી દેવાઇ હતી.
ઉત્તરાખંડમાં કૂદરતી આફતને પગલે આખો દેશ પૂરપીડિતોના પડખે ઉભો થઇ ગયો છે. દેશના દરેક રાજ્યોમાંથી ઉત્તરાખંડને કોઇકને કોઇક રીતે મદદ મળી રહી છે. ઉત્તરાખંડને સૌથી પહેલા પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે 25 કરોડની મદદની જાહેરાત કરી હતી. ત્યારબાદ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે ઉત્તરાખંડ માટે 5 કરોડની સહાયની જાહેરાત કરી હતી.
ગુજરાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા 2 કરોડની મદદ કરવાની જાહેરાત કરી કેદારનાથ મંદિરનું જિર્ણોદ્ધાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મોદી સરકારે વધુ 3 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઉત્તરાખંડને હરિયાણાના મુખ્યમંત્રી ભુપીન્દર સિંહ હુડ્ડાએ ઉત્તરાખંડના 25 ગામોને દત્તક લેવાની જાહેરાત કરી છે. હરિયાણા સરકાર આ 25 ગામો જે પૂરના કારણે તબાહ થઇ ગયા છે તેમને ફરી વિકસીત કરશે.
આ ઉપરાંત કોણે ઉત્તરાખંડને શું મદદ કરવાની જાહેરાત કરી, કરો એક નજર :

શિખર ધવન, ભારતીય ક્રિકેટર
તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરનાર ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર બેટ્સમેન શિખર ધવનને ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવવા બદલ ગોલ્ડન બેટ પુરસ્કાર તરીકે મળ્યું હતું, જેણે આ બેટ ઉત્તરાખંડના પૂરપીડિતોને સમર્પિત કરી દીધું હતું.

અખિલેશ યાદવ
ઉત્તરાખંડને સૌથી પહેલા પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે 25 કરોડની મદદની જાહેરાત કરી હતી.

રમણ સિંહ મુખ્યમંત્રી, છત્તીસગઢ
છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે ઉત્તરાખંડ માટે 5 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકાર
પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ પૂરગ્રસ્ત ઉત્તરાખંડની મુલાકાત લીધા બાદ 1,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી, ગુજરાત
ગુજરાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા 2 કરોડની મદદ કરવાની જાહેરાત કરી કેદારનાથ મંદિરનું જિર્ણોદ્ધાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મોદી સરકારે વધુ 3 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

ભુપીન્દર સિંહ હુડ્ડા મુખ્યમંત્રી, હરિયાણા
આ ઉપરાંત ઉત્તરાખંડને હરિયાણાના મુખ્યમંત્રી ભુપીન્દર સિંહ હુડ્ડાએ ઉત્તરાખંડના 25 ગામોને દત્તક લેવાની જાહેરાત કરી છે. હરિયાણા સરકાર આ 25 ગામો જે પૂરના કારણે તબાહ થઇ ગયા છે તેમને ફરી વિકસીત કરશે.

મહિન્દ્રા ગ્રૂપ
મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ઉત્તરાખંડના પૂરપીડિતો માટે 1 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે.

સીઆરપીએફના જવાનોની મદદ
ઉત્તરાખંડમાં આવેલા પૂરમાં સીઆરપીએફના જવાનોની મદદ દેખીતી છે પરંતુ તેમણે પૂરપીડિતોની સહાય માટે 18 કરોડ રૂપિયાની મદદ કરવાની પણ જાહેરાત કરીને વાસ્તવિક જીવનના હિરો સાબિત થયા છે.

મનોહર પાર્રિકર, મુખ્યમંત્રી, ગોવા
ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે ઉત્તરાખંડના પૂરપીડિતો માટે 5 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.

BSFના જવાનોની મદદ
બોર્ડર સીક્યુરીટી ફોર્સના જવાનોએ ઉત્તરાખંડને 16 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.

પ્રણવ મુખર્જી, રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પૂરપીડિતોને સહાય માટે પોતાના એક મહિનાના પગારની જાહેરાત કરી છે. તેમનો મહીનાનો પગાર 1.5 લાખ રૂપિયા છે.

તિહાર જેલ
ઉત્તરાખંડના પૂરપીડિતોને મદદ કરવામાં તિહાર જેલના કેદીઓ પણ પાછળ રહ્યા નથી. આ કેદીઓએ જેલની અંદર કમાયેલી રકમને એકત્રીત કરીને 10 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.

અમેરિકાની મદદની જાહેરાત
ઉત્તરાખંડને મદદ કરવામાં અમેરિકા પણ પાછળ રહ્યું નથી. અમેરિકન સરકારે ઉત્તરાખંડના રાહતકાર્ય માટે 150,000 ડોલર (90 લાખ રૂપિયા)ની સહાયની જાહેરાત કરી છે.

ડીએમકેની મદદ
ડિએમકે તરફથી એમ કરૂણાનિધિએ પ્રધાનમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. સાથે સાથે તેમણે તેમની પાર્ટીના સાંસદો પોતાના એક મહિનાના પગારને આપવાની અપીલ પણ કરી હતી.

શત્રુઘ્ન સિન્હા
નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ ઉત્તરાખંડના પૂરપીડિતો માટે 50 લાખ રૂપિયાની સહાયતાની જાહેરાત કરી છે.

જિન્દાલ સ્ટિલ એન્ડ પાવર લિમિટેડ
જિન્દાલ સ્ટિલ એન્ડ પાવર લિમિટેડના માલિક અને સાંસદ નવિન જિન્દાલે ઉત્તરાખંડના પૂરપીડિતો માટે 5 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
