For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી રાજીનામું આપી દે તો કોંગ્રેસ અધ્યક્ષ કોણ બનશે? આ રહ્યાં 4 નામ

રાહુલ ગાંધી રાજીનામું આપી દે તો કોંગ્રેસ અધ્યક્ષ કોણ બનશે? આ રહ્યાં 4 નામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં ભાજપને મળેલી બંપર જીત અને કોંગ્રેસની શર્મનાક હારને કારણે પાર્ટીમાં ઘમાસાણ વધી રહ્યું છે. સતત બે લોકસભા ચૂંણીમાં જેવી રીતે દેશની સૌથી જૂની પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો, તેનાથી પાર્ટી નેતાઓનું મનોબળ બહુ પ્રભાવિત થયું છે. જ્યારે કોંગ્રેસની આકરી હાર બાદ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી લેતા પોતાના પદ પરથી રાજીનામું આપવાનો ફેસલો લઈ લીધો છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું રજૂ કર્યું છે, જો કે પાર્ટીના તમામ નેતાઓએ આના પર અસહમતિ જતાવતા રાહુલ ગાંધીને મનાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. એવામાં જો રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું આપે છે તો સૌથી મોટો સવાલ એ જ હશે કે પાર્ટીના આગામી અધ્યક્ષ કોણ હશે?

રાજીનામાની જીદ લઈને બેઠેલા રાહુલ ગાંધીને મનાવવાની કોશિશ

રાજીનામાની જીદ લઈને બેઠેલા રાહુલ ગાંધીને મનાવવાની કોશિશ

કોંગ્રેસ પાર્ટી આગલા 4 દિવસમાં પોતાની કાર્યસમિતિની વધુ એક બેઠકની યોજના બનાવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં રાહુલ ગાંધીને ફરી એકવાર મનાવવાની કોશિશ કરવામાં આવશે, સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા પર પણ વિચાર કરવામાં આવશે. જ્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું રજૂ કરવાની સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પોતાની મા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધીના નામની પણ ભલામણ કરી છે. જ્યારે સોમવારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા વેણુગોપાલ અને અહમદ પટેલ સાથે મુલાકાત કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ તેમને કહ્યું કે તમે મારો વિકલ્પ શોધી લો, કેમ કે હું રાજીનામું પરત નહિ લઉં. એવામાં જો રાહુલ ગાંધીનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવે છે તો કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં 4 દિગ્ગજ નેતા સૌથી આગળ આવી રહ્યા છે.

કેપ્ટન અમરિંદર સિંહ

કેપ્ટન અમરિંદર સિંહ

રાહુલ ગાંધી જો અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દે છે તો આ પદ માટે જે નામ સૌથી આગળ છે તે કેપ્ટન અમરિંદર સિંહનું છે. કેપ્ટન અમરિંદર સિંહ દિગ્ગજ નેતા અને પંજાબમાં સત્તારૂઢ કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રી છે. પાર્ટીમાં તેમનું અલગ જ સ્થાન છે અને હાલમાં જ સંપન્ન થયેલ લોકસભા ચૂંટણીમાં મોદી લહેર છતાં અમરિંદર સિંહ પોતાનો ગઢ બચાવી રાખવામાં સફળ રહ્યા. કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં પાર્ટીએ પંજાબમાં સારું પ્રદર્શન કર્યું. કેપ્ટન અમરિંદર સિંહની સમજણ અને નેતૃત્વ શૈલી જોતા તેમને અધ્યક્ષ પદની કમાન આપવામાં આવી શકે છે.

સચિન પાયલટ

સચિન પાયલટ

કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈ સચિન પાયલટનું નામ પણ ચાલી રહ્યું છે. સચિન પાયલટ પાર્ટીના યુવા ચેહરા છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના છે. સાથે જ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ તેમના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કર્યું. જો કે તેમની રાજસ્થાનના સીએમ બનવાની અટકળો એ સમયે લાગી રહી હતી પરંતુ આખરી સમયે પાર્ટીએ અશોક ગેહલોતને મુખ્યમંત્રી અને સચિન પાયલટને ડેપ્યૂટી સીએમ બનાવ્યા. અગાઉ સચિન પાયલટ 14મી લોકસભા ચૂંટણી દૌસાથી જીત્યા હતા અને સાંસદ બન્યા હતા. ત્યારે સચિન પાયલટને પાર્ટીના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયાના નામની પણ ચર્ચા ચાલી રહી છે. સિંધિયા પાર્ટીના મોટા નેતા છે અને રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. પાછલા વર્ષે થયેલ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સિંધિયાએ મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથી સાથે મળી રણનૈતિક તૈયારી આગળ વધારી, જેનો ફાયદો પાર્ટીને થયો અને કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં સત્તામાં વાપસી કરવાાં સફળ રહી. તે સમયે જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ સીએમની રેસમાં પણ હતું, જો કે બાદમાં કમલનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. જો રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપી દે તો સિંધિયાને પણ પાર્ટી અધ્યક્ષની જવાબદારી સોંપવાાં આવી શકે છે.

રાહુલ ગાંધીને મનાવવા માટે તેમના ઘરે પહોંચી બહેન પ્રિયંકા અને સચિન પાયલટરાહુલ ગાંધીને મનાવવા માટે તેમના ઘરે પહોંચી બહેન પ્રિયંકા અને સચિન પાયલટ

શશિ થરૂર

શશિ થરૂર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની રજૂઆત બાદ પાર્ટીના નેતા તેમને મનાવવાની કોશિશ કરી રહ્યા છે, જો કે રાહુલ ગાંધી પોતાના ફેસલા પર અડગ છે. આ દરમિયાન અહેવાલ મળ્યા છે કે પાર્ટી તરફથી નવા અધ્યક્ષને લઈ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ લિસ્ટમાં હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરનું નામ પણ સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. થરૂર કેરળની તિરુવનંતપુરમ સીટથી સતત ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે. જ્યારે શશિ થરૂરે એક નિવેદનમાં કહ્યું છે કે રાહુ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ બની રહેવું જોઈએ.

English summary
who can be the next president of indian national congress party? here is possible list
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X