મિસિસ યુનિવર્સ 2023 માં ભારતની પ્રતિનિધી અપૂર્વા રાય કોણ છે?

બલ્ગેરિયામાં યોજાવા જઈ રહેલી મિસિસ યુનિવર્સ 2023માં અપુર્વા રાય ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અપુર્વા એક બિઝનેસ વુમન અને પ્રોફેશનલ મોડલ છે.

બલ્ગેરિયામાં મિસિસ યુનિવર્સ 2023 ની તૈયારી પુરી થઈ ગઈ છે અને હવે સ્પર્ધા શરૂ થવાની તૈયારી છે ત્યારે ભારત તરફથી અપૂર્વા રાય આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. અપૂર્વા રાય સ્પર્ધામાં ભાગ લેવા માટે રવાના થઈ ગઈ છે ત્યારે હવે યુઝર્સ તેના વિશે જાણવા માંગે છે.

અપૂર્વા રાય એક બિઝનેસ વુમન અને પ્રોફેશનલ મોડલ છે

અપૂર્વા રાય એક બિઝનેસ વુમન અને પ્રોફેશનલ મોડલ છે

આ વખતે મિસિસ યુનિવર્સ 2023 માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી અપૂર્વા રાય એક બિઝનેસ વુમન અને પ્રોફેશનલ મોડલ છે. ગયા વર્ષે અપૂર્વા રાય મિસિસ દક્ષિણ પેસિફિક એશિયા યુનિવર્સ 2022 નો તાજ જીતી શકી છે.

અપૂર્વા રાય મુળ બેંગ્લોરની રહેવાસી છે

અપૂર્વા રાય મુળ બેંગ્લોરની રહેવાસી છે

અપૂર્વા રાય મુળ બેંગ્લોરની રહેવાસી છે. નાની ઉમરમાં લગ્ન થયા બાદ હવે અપુર્વા મિસિસ યુનિવર્સ 2023 માટે બલ્ગેરિયા રવાના થઈ છે. આ વાતનો ખુલાસો ખુદ તેણે કર્યો હતો.

અપૂર્વા રાય એક ત્રણ વર્ષના પુત્રની માતા છે

અપૂર્વા રાય એક ત્રણ વર્ષના પુત્રની માતા છે

અપૂર્વા રાય એક ત્રણ વર્ષના પુત્રની માતા છે. અપૂર્વા બલ્ગેરિયા જતી વખતે તે તેના પુત્ર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. અપુર્વાની ખૂબસૂરતીને કારણે હવે તે મિસિસ યુનિવર્સ 2023 માટે રવાના થઈ છે.

અપૂર્વા રાયનું પોતાનું સ્ક્રીન કેર કોસ્મેટોલોજીકલ ક્લિનિક ચલાવે છે

અપૂર્વા રાયનું પોતાનું સ્ક્રીન કેર કોસ્મેટોલોજીકલ ક્લિનિક ચલાવે છે

એક બિઝનેસ વુમન તરીકે અપૂર્વા રાયનું પોતાનું સ્ક્રીન કેર કોસ્મેટોલોજીકલ ક્લિનિક ચલાવે છે. અહીં ત્વચાની સારવાર કરવામાં આવે છે. અપુર્વા રાયના પતિનું નામ પવન શેટ્ટી છે. અપૂર્વા લગ્ન પહેલા પણ મોડલિંગ કરતી હતી. લગ્ન પછી પણ તે સતત પોતાના સપના માટે મહેનત કરી રહી છે.

2016માં ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો

2016માં ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો

અપૂર્વા રાયે 2016માં ફેમિના મિસ ઈન્ડિયામાં પણ ભાગ લીધો હતો. અહીં તે જીતી શકી નહીં અને આ પછી તે મોડેલિંગમાંથી દુર થઈ ગઈ. જો કે તે હિંમત હારી નહીંં અને ફરીથી શરૂઆત કરી.

અપૂર્વા રાય ફિટનેસ ફ્રીક છે

અપૂર્વા રાય ફિટનેસ ફ્રીક છે

અપૂર્વા રાય આજે ફિટનેસ ફ્રીક ઉપરાંત ગ્લેમરસ લાઈફ જીવી રહી છે. અપૂર્વા રાય તમામ માતાઓ માટે પ્રેરણા છે. અપૂર્વા રાય હજુ પણ તેનું સ્કિન ક્લિનિક ચલાવે છે અને હવે સ્પર્ધાઓમાં ભારતનું નામ રોશન કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X