Sunita Kejriwal: કોણ છે કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ? બની શકે છે દિલ્લીના નવા CM?

Arvind Kejriwal Wife Sunita Kejriwal: આમ આદમી પાર્ટી (AAP)ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચની રાત્રે દિલ્હી લિકર પૉલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલની ધરપકડથી AAP તેમજ દિલ્હી સરકારની સામે નેતૃત્વ સંકટનો પ્રશ્ન ઊભો થયો છે.

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે શું દિલ્હીમાં નવા સીએમ હશે અને જો હશે તો કોણ બનશે? રિપોર્ટ અનુસાર જો કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામું આપે છે તો તેમની જગ્યાએ તેમની પત્ની સુનીતા કેજરીવાલ દિલ્હીના નવા મુખ્યમંત્રી બની શકે છે.

sunita kejriwal

દિલ્હીના નવા સીએમ બનવાની યાદીમાં સુનીતા કેજરીવાલનું નામ સૌથી ઉપર છે. સુનીતા કેજરીવાલ ઉપરાંત કેબિનેટ મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજના નામ પણ સીએમ બનવાની યાદીમાં છે. રિપોર્ટ અનુસાર, સુનીતા કેજરીવાલને લાંબા સમયથી દિલ્હીમાં કામ કરવાની રીતો સમજાવવામાં આવી રહી હતી. જો કે નવા સીએમની વાત હજુ અટકળો છે. કારણ કે AAPએ પહેલા કહ્યું હતું કે કેજરીવાલ જેલમાં ગયા પછી પણ સીએમ રહેશે અને રાજીનામું નહીં આપે.

Who is Sunita Kejriwal: સુનીતા કેજરીવાલ કોણ છે?

સુનીતા કેજરીવાલ તેમના પતિ અરવિંદ કેજરીવાલ સાથે અનેક પ્રસંગોએ જોવા મળ્યા છે. જોકે સુનીતા કેજરીવાલ રાજકારણમાં સક્રિય નથી. સુનીતા કેજરીવાલ હાલમાં ગૃહિણીની જેમ ઘર સંભાળી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને સુનીતા કેજરીવાલના લગ્ન 1995માં થયા હતા. અરવિંદ અને સુનીતાને બે બાળકો છે, પુત્રી હર્ષિતા અને પુત્ર પુલકિત. સુનીતા કેજરીવાલ અગાઉ IRS એટલે કે રેવન્યુ ઓફિસર રહી ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલ અને સુનીતા મૈસૂરમાં સાથે ભણ્યા હતા.

સુનીતા કેજરીવાલ 1993 બેચના IRS ઓફિસર છે. સુનીતા કેજરીવાલે જુલાઈ 2016માં VRS લીધું હતું. સુનીતાએ લગભગ 22 વર્ષ સુધી આવકવેરા વિભાગમાં કામ કર્યું છે. VRS લેતા પહેલા, સુનિતા કેજરીવાલને દિલ્હીમાં ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)માં ઈન્કમ ટેક્સ કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા.

સુનીતા કેજરીવાલને હજુ પણ પેન્શન મળે છે કારણ કે તેમણે 20 વર્ષથી વધુ સેવા આપી છે. સુનીતા ભોપાલમાં એક તાલીમ કાર્યક્રમ દરમિયાન 1995 બેચના IRS ઓફિસર, અરવિંદ કેજરીવાલને મળ્યા, ત્યારબાદ તેમણે લગ્ન કરવાનુ નક્કી કર્યું. અરવિંદ કેજરીવાલે વર્ષ 2006માં IRSના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ ભારતીય મહેસૂલ સેવામાં જોઈન્ટ કમિશનર તરીકે નિયુક્ત થયા હતા.

રેકોર્ડ મુજબ, સુનીતા કેજરીવાલ પ્રાણીશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કેજરીવાલ વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યા ત્યારે સુનીતાએ ઓફિસમાંથી લાંબી રજા લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X