બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્નની વાત ચાલી રહી છે તે જયા કિશોરી કોણ છે?
આ દિવસોમાં જયા કિશોરી અને બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્ન મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે શું હકિકત છે તે લોકો જાણવા માંગે છે.
આ દિવસોમાં ભારતમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારોની ખુબ ચર્ચા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે સાથે તેમની સાથે જયા કિશોરીનું નામ પણ જોડાઈ રહ્યું છે અને સમાચારો ચાલી રહ્યા છે કે બન્ને લગ્ન કરવાના હતા. જયા કિશોરી આધ્યાત્મની દુનિયાનું જાણીતું નામ છે. હવે કેટલાક લોકો એ જાણવા માંગે છે કે આ જયા કિશોરી હકિકતમાં કોણ છે અને તેના ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન થવાના હતા કે કેમ?

જયા કિશોરી મુળ કોલકત્તાની છે
જયા કિશોરી મુળ કોલકત્તાની છે અને આ પહેલા પણ તે તેની ખૂબસૂરતી અને લગ્ન જેવા મુદ્દે ચર્ચામાં રહી છે. હવે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્નને લઈને ચર્ચામાં છે.

મહાદેવી બિરલા વર્લ્ડ એકડમીમાં શિક્ષણ લીધુ
જયા કિશોરીએ કોલકત્તાની મહાદેવી બિરલા વર્લ્ડ એકડમીમાંથી શાળાનું શિક્ષણ લીધુ છે. તે બી.કોમ સુધી ભણેલી છે અને તેના પ્રવચનોને કારણે જાણીતી છે.

9 વર્ષની ઉંમરે લોકોને ચોકાવ્યા
જયા કિશોરીએ 9 વર્ષની ઉંમરે શિવ તાંડવ સ્તોત્રમ, લિંગાષ્ટકમ, રામાષ્ટકમ, મધુરાષ્ટકમ જેવા અનેક સ્તોત્રોનું ગાન કરીને લોકોને ચોંકાવ્યા હતા.

હાલ 28 વર્ષની છે
હાલ 28 વર્ષની જયા કિશોરી તેની બોલવાની સ્ટાઈલને કારણે મોટી સંખ્યામાં લોકોને મંત્રમુગ્ધ કરે છે. તેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો સતત સર્ચ કરતા રહે છે.

મોટી ફેન ફોલોઈંગ છે
જયા કિશોરીની સેલિબ્રિટી જેવી મોટી ફેન ફોલોઈંગ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 47 લાખ અને ફેસબુક પર 80 લાખ તેમજ ટ્વિટર પર 50 લાખ લોકો ફોલો કરે છે.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે જયા કિશોરીના લગ્ન થવાના હતા?
હાલમાં જ ચર્ચા થઈ હતી કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે જયા કિશોરીના લગ્નને થવાના હતા. જો કે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણએ વાતને અફવા ગણાવી હતી.

જયા લગ્ન વિશે વાત કરી ચુકી છે
જયા કિશોરીના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ છે. તે હજુ કુવારી છે. તેને એક વખત કહ્યું હતું કે તેના લગ્ન કોલકત્તામાં જ થવા જોઈએ, જ્યાં તેના માતાપિતા રહે છે. નહીં તો તે કુવારી રહેશે.

સાચુ નામ જયા શર્મા છે
જયા કિશોરીનું સાચુ નામ જયા શર્મા છે. તેનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જોઈને તેના ગુરુ પંડિત ગોવિંદ રામજી મિશ્રાએ તેને કિશોરીજીનું બિરુદ આપ્યું છે. તે આ નામે જ જાણીતી છે.












Click it and Unblock the Notifications
