For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અઝમલ, અફઝલ બાદ હવે કોણ?, જવાબમાં શિંદેએ કહ્યું...

|
Google Oneindia Gujarati News

sushil kumar shinde
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: દિલ્હીમાં ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ પત્રકાર પરિષદ દરમિયાન એક પત્રકારે પૂછેલા સવાલ 'હવે કોનો વારો છે?'નો જવાબ અપવાનું ટાળી દીધું હતું. જ્યારે પત્રકારે શિંદેને પૂછ્યું કે ફાંસી પર લટકનાર નેક્ટ પર્સન કોણ હશે? આ સવાલના જવાબમાં શિંદેએ કટાક્ષમાં જણાવ્યું કે નેક્સ્ટ કોણ હશે એ નહીં કહું.

અફઝલ ગુરુની ફાંસી બાદ દેશમાં ઘણા પ્રકારની પ્રતિક્રિયા ઉઠી રહી હતી, જે અંગેની સ્પષ્ટતા માટે શિંદેએ આ પત્રકાર સમ્મેલનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન શિંદેએ જણાવ્યું કે અફઝલના પરિવારને ટૂંક સમયમાં જ તેનો સામાન પાછો કરી દેવામાં આવશે. પરંતુ સામાનમાં શું શું હશે તે નક્કી કરવાનું બાકી છે.

અફઝલની કબ્રની મુલાકાત તેના પરિવાર દ્વારા લેવાની માંગણી અંગેના સવાલમાં શિંદેએ જણાવ્યું કે જો તેનો પરિવાર અફઝલની કબ્રની મુલાકાત લેવા માંગતા હશે તો તેમને ત્યા જવાની પરવાનગી આપવામાં આવશે.

ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને મોડો પત્ર મળ્યા અંગે સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યું કે 'અમે તેમના પરિવારને જાણ કરતો પત્ર 7 ફેબ્રુઆરીના રોજ મોકલી દીધો હતો, પરંતુ તેમને પત્ર મોડો કેમ મળ્યો તેની તપાસ કરવામાં આવશે.'

શિંદેએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને પણ અફઝલની ફાંસી અંગેની માહીતી 8 ફેબ્રુઆરીના રોજ આપવામાં આવી હતી. શિંદે કહ્યું કે અફઝલને ફાંસી સંવિધાનના પ્રાવધાનો અનુસાર જ આપવામાં આવી છે.

English summary
who is next after azamal kasab and afzal guru? answered by home minister sushil kumar shinde.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X