કોણ છે બિલકિસ બાનોને ન્યાય અપાવનારી શોભા ગુપ્તા? રાજનીતિ સામે ટક્કર લઈને દોષિતોને ફરીથી જેલ સુધી પહોંડ્યા
ગુજરાતની બીજેપી સરકારની મહેરબાનીથી જેલમાંથી બહાર આવેલા બિલકિસ બાનોના ગુનેગારોને સુપ્રીમ કોર્ટે પાછા જેલમાં ધકેલ્યા છે. બિલકિસ બાનોની દુખદ કહાનીમાં તેને આ ન્યાય અપાવવા પાછળ એક મહિલાનો હાથ છે.
સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિ રદ કરીને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. 20 વર્ષથી વધુ સમય સુધી ચાલેલી બિલકિસ બાનોની આ કાંટાની લડાઈમાં એક મહિલા વકીલે તેને પુરો સાથ આપ્યો છે. આ મહિલાએ બિલકિસ બાનોના ઘાવ પર મલમ લગાવવ્યો છે.

કોર્ટમાંથી ન્યાય મળ્યા બાદ બિલકિસ બાનોએ પોતાની લાગણી વ્યક્ત કરી અને એક મહિલા વકીલનો ઉલ્લેખ કર્યો. બિલકિસ બાનોએ જણાવ્યું કે, 20 વર્ષથી વધુ સમય સુધી ચાલેલી આ કાંટા ભરેલી સફરમાં મારા વકીલ મારો સાથ આપતા રહ્યા. તેણે મને ક્યારેય ન્યાયના વિચારમાં આશા ગુમાવવા દીધી નથી.
આ મહિલા વકિલનું નામ શોભા ગુપ્તા છે અને લગભગ 3 દાયકાનો વકીલાતનો અનુભવ ધરાવે છે. શોભાએ વર્ષ 1990માં રાજસ્થાન હાઈકોર્ટમાં કાયદાકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણીએ ઘણી સરકારી પેનલો અને ખાનગી કંપનીઓ માટે વકીલ તરીકે કામ કર્યું.
વર્ષ 2000 માં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં જોડાઈ. આ પછી તેણે 2002માં ગુજરાત રમખાણો દરમિયાન ગર્ભવતી બિલકિસ બાનો પર ગેંગરેપ કેસમાં દલીલ કરી.
11 દોષિતોની આજીવન સજા માફ કરવાના ગુજરાત સરકારના આદેશને ફગાવીને જસ્ટિસ બીવી નાગરના અને ઉજ્જવલ ભુઈયાની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે બિલકિસ બાનોને ન્યાય આપ્યો છે.












Click it and Unblock the Notifications
