Vice President Election: NDAના CP Radhakrishnan સામે વિપક્ષે Sudarshan Reddyને બનાવ્યા ઉમેદવાર
Vice President Election: કેન્દ્ર સરકારના NDAએ ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃ઼ષ્ણન (CP Radhakrishnan) ની પસંદગી કર્યા બાદ વિપક્ષે અનેક મથામણોના અંતે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડી (Sudarshan Reddy) ની ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદગી કરી છે. INDIA ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જેના પરિણામ તે જ દિવસે જાહેર થશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને યોજાયેલી વિપક્ષની બેઠકમાં અનેક ચર્ચા-વિચારણાના અંતે બી સુદર્શન રેડ્ડીની પસંદગી કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે, વિપક્ષમાં આ પદ માટે ઉમેદવારની પસંદગી દરમિયાન અનેક મડાગાંઠ સર્જાઈ હોવાના અહેવાલ હતાં.
NDAએ દ્વારા CP Radhakrishnanની પસંદગી કરી
CP Radhakrishnan: NDAએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ રવિવારે જાહેર કર્યું હતું. BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ આ અંગે જણાવ્યું હતું કે, CP Radhakrishnan NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. હાલમાં CP Radhakrishnan મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ ફાઈનલ કરવા માટે BJP સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સૌએ સહમતિ આપી હતી.
ઉમેદવાર Sudarshan Reddy કોણ છે?
બી સુદર્શન રેડ્ડી (Sudarshan Reddy) 2007થી 2011 સુધી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હતા. 1946માં જન્મેલા સુદર્શન રેડ્ડીનું પ્રારંભિક શિક્ષણ આંધ્રમાં થયું હતું. રેડ્ડીએ ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. આ પછી, તેમણે પ્રખ્યાત વકીલ કે પ્રતાપ રેડ્ડી હેઠળ કામ કરવાનું શરૂ કર્યું. ઓગસ્ટ 1998માં, રેડ્ડીને હાઇકોર્ટમાં સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ રહી ચૂકયાં છે












Click it and Unblock the Notifications
