કોણ છે 28 વર્ષના તેજસ્વી સૂર્યા જે બન્યા છે ભાજપના સૌથી યુવા ઉમેદવાર, જાણો

કર્ણાટકના બેંગલુરુ સાઉથ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા તેજસ્વી સૂર્યાને ટિકિટ આપવામાં આવી છે.

કર્ણાટકના બેંગલુરુ સાઉથ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા તેજસ્વી સૂર્યાને ટિકિટ આપવામાં આવી છે. તેજસ્વી સૂર્યા વ્યવસાયે વકીલ છે અને તેમને પાર્ટીએ મહત્વની બેંગલુરુ સાઉથ સીટ પરથી ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે આ સીટ દિગ્ગજ દિવંગત ભાજપ નેતા અનંત કુમારની સીટ છે તે અહીંથી પાર્ટીની સાંસદ હતા જેમને સંસદીય કાર્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેમના નિધન બાદ પાર્ટીએ તેજસ્વી સૂર્યાને આ સીટ પરથી ટિકિટ આપી છે. પાર્ટીએ ઘણી ચર્ચા અને બેઠક બાદ તેજસ્વી સૂર્યાને અહીંથી ઉમેદવાર બનાવ્યા છે.

તેજસ્વીએ કર્યા ઘણા ટ્વીટ

તેજસ્વીએ કર્યા ઘણા ટ્વીટ

આ પહેલા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા તે પ્રધાનમંત્રી પોતે વારાણસી સાથે આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. પરંતુ હવે પાર્ટીએ તેજસ્વી સૂર્યાને અહીંથી ઉમેદવાર બનાવ્યા છે. મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ તેજસ્વી સૂર્યાના નામનું પાર્ટીએ એલાન કરી દીધુ. આ સીટ પર 18 એપ્રિલના રોજ મતદાન યોજાશે. જ્યારે તેજસ્વી સૂર્યાના નામનું એલાન પાર્ટી તરફથી કરવામાં આવ્યુ તો ટ્વિટર પર તેજસ્વીએ અલગ જ અંદાજમાં પોતાની ખુશીઓ વ્યક્ત કરી.

પીએમ મોદીનો માન્યો આભાર

પીએમ મોદીનો માન્યો આભાર

તેજસ્વી સૂર્યાએ ટ્વીટ કરીને લખ્યુ કે હું પાર્ટીના નિર્ણયને વિનમ્રતાથી સ્વીકારુ છુ અને પાર્ટીનો ઘણો આભારી છુ. હું પ્રધાનમંત્રી મોદીનો આભારી છુ કે તેમણે મને આ મોકો આપ્યો છે. હું તમારો આભાર નથી ચૂકવી શકતો મોદીજી. હું તમને ભરોસો અપાવુ છુ કે હું મારા અંતિમ શ્વાસ સુધી પોતાની માતૃભૂમિ માટે આકરી મહેનત કરીશ. માત્ર આ રીતે હું આટલા મોટા કરજનો જવાબ આપી શકુ છુ.

ટ્વીટ કરીને વ્યક્ત કરી ખુશી

ટ્વીટ કરીને વ્યક્ત કરી ખુશી

ઉમેદવારનું એલાન થયા બાદ તેજસ્વીએ કહ્યુ કે આ મેસેજનો ટાઈપ કરતી વખતે મારા હાથ કંપી રહ્યા છે. ગયા વર્ષે મને પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો હતો. એક કલાક સુધી ચાલેલી મુલાકાત બાદ હું તેમનો ઘણો આભારી હતો. હું તેમની સાથ વાત કરીને ઘણો પ્રેરિત છુ, તેમની સાથે વાત કર્યા બાદ હું સૂઈ નથી શક્યો. તેમની દ્રઢતા, આદર્શ જબરદસ્ત છે, આભાર.

ઘણા રોમાંચિત છે તેજસ્વી

ઘણા રોમાંચિત છે તેજસ્વી

સવારે 3.57 વાગે તેજસ્વીએ વધુ એક ટ્વીટ કરીને લખ્યુ કે મને ઉંઘ નથી આવી રહી, હું બહુ જ રોમાંચિત છુ. ભવિષ્ય માટે કેટલી બધી આશા છે, કેટલુ કામ કરવાનું છે. એખ જ જીવન છે, સમય કેટલો ઓછો છે. જો મોદી 68 વર્ષની ઉંમરમાં 20 કલાક કામ કરી શકે છે. તો આપણે 28 વર્ષની ઉંમરમાં ઘણુ વધુ કરી શકીએ. કાલે નામાંક છે, તમને બધાને મળુ છુ. તમને જણાવી દઈએ કે બેંગલુરુ સાઉથની સીટ પર 1999 થી અનંત કુમાર સતત જીતી રહ્યા છે પરંતુ તેમના નિધન બાદ પાર્ટીએ તેજસ્વી સૂર્યાને ઉમેદવાર બનાવ્યા છે.

અનંત કુમારની પત્નીના નામ પર હતી ચર્ચા

અનંત કુમારની પત્નીના નામ પર હતી ચર્ચા

સમાચારોની માનીએ તો પાર્ટીમાં એ અંગેની ચર્ચા હતી કે શું અનંત કુમારની પત્નીને અહીંથી ઉમેદવાર બનાવવામાં આવે. વાસ્તવમાં અનંત તેજસ્વીની અનંત કુમારના નામને બી એસ યેદુરપ્પાએ આગળ વધાર્યુ હતુ. પરંતુ એ અંગેની સંભાવના સામે આવ કે પીએમ મોદી અહીંથી ચૂંટણી લડી શકે છે તો પાર્ટીએ આ વાતનો ઈનકાર કરી દીધો કે પીએમ અહીંથી ચૂંટણી લડશે. ત્યારબાદ છેવટે તેજસ્વી સૂર્યાના નામ પર પાર્ટીએ અંતિમ મહોર લગાવી.

સૌથી યુવા ઉમેદવાર

સૌથી યુવા ઉમેદવાર

તેજસ્વી યાદવ ભાજપ નેતાના પરિવારમાંથી આવે છે અને તે આરએસએસ સાથે જોડાયેલ રહ્યા છે. તેજસ્વી ભાજપ ધારાસભ્ય રવિ સુબ્રમણ્યમના ભત્રીજા છે. માનવામાં આવી રહ્યુ છે કે તે પાર્ટીના સૌથી યુવા ઉમેદવાર છે. તેજસ્વી પોતાના ભાષણ માટે ચર્ચામાં રહે છે. યુવા અવસ્થામાં જ તેમણે અરાઈઝ ઈન્ડિયા નામની સંસ્થાની શરૂઆત કરી. માનવામાં આવી રહ્યુ છે કે તે કર્ણાટક ભાજપના આઈટી સેલને સંભાળે છે. તે કર્ણાટક હાઈકોર્ટમાં વકીલ છે. તેજસ્વી સૂર્યા કોંગ્રેસના દિગ્ગજ નેતા બી કે હરિપ્રસાદ સામે ઉમેદવાર હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X