For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેંગરેપ પીડિતાનું નિધનઃ વાંચો કોણે શું કહ્યું

|
Google Oneindia Gujarati News

delhi-gangrape-candle-light-vigil
સિંગાપોરની માઉન્ટ એલીજાબેથ હોસ્પિટલમાં દિલ્હી ગેંગરેપ પીડિતાના મોત બાદ આખો દેશ શોકમાં ગરકાવ છે અને મૃતકની આત્માને શાંતિની દૂઆ સાથે શ્રદ્ધાજંલિ અર્પવામાં આવી રહી છે. દિલ્હી સામુહિક બળાત્કાર પીડિતાના મોત બાદ રાજધાનીમાં મુખ્યમંત્રી શીલા દીક્ષિતે દિલ્હીવાસીઓને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેમને જેટલું દુઃખ થઇ રહ્યું છે તેના કરતા વધારે તેઓ શરમ અનુભવી રહ્યા છે. પીડિતાના મોત અંગે કોણે શું કહ્યું તે અહીં જણાવવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદી( મુખ્યમંત્રી ગુજરાત)

ભારતની બહાદૂર દિકરીના નિધનના સમાચાર સાંભળીને ઉંડાણપૂર્વકનો આઘાત પહોંચ્યો છે. પ્રભુ તેમના પરિવારને શક્તિ અર્પ તેવી મારી પ્રાર્થના.

શીલા દીક્ષિત(મુખ્યમંત્રી દિલ્હી)

તે એક બહાદૂર છોકરી હતી, તેણે ઘણો સંઘર્ષ કર્યો. એ એક એવી ઘટના છે કે જ્યાં આપણને શરમ આવે છે અને દુઃખ પણ થાય છે. દિલ્હીના નાગરિકોની સાથે હું મારી જાતને જોડું છું. આ પ્યારી છોકરીની આત્માને શાંતિ મળે અને તેના પરિવારને ભગવાન શક્તિ આપે. આ સમય ભાષણ આપવાનો નથી, પરંતુ આપણે આ સમયે વિચારવાની જરૂર છે. આપણે વિચારવું પડશે કે એવું તે શું છે આ સમાજમાં કે, આ પ્રકારની અશોભનીય ઘટનાઓ થાય છે. પીડિતાને શ્રદ્ધાજંલિ આપવાની સાથો-સાથ તમામને પ્રાર્થના કરું છું કે આપણે એ વિચારીએ કે ભવિષ્યમા આવી કોઇ ઘટનાના ના બને. હું નિવેદન કરું છું કે શાંતિ જાળવી રાખો.

મમતા શર્મા(રાષ્ટ્રીય મહિાલ આયોગના અધ્યક્ષ)

દેશ માટે આ એક મોટો આઘાત છે અને હવે સમય આવી ગયો છે કે બળાત્કારીઓને ફાંસી આપવામાં આવે. આપણને આ ઘટનાનું ઉંડું દુઃખ પહોંચ્યું છે અને આ દુઃખ આખા દેશનું છે. દેશની મહિલાઓને સુરક્ષિત રાખવાની છે, તો સરકારે જેમ બને તેમ ઝડપથી કાયદામાં સંશોધન કરવું પડશે.

મનમોહન સિંહ(પ્રધાનમંત્રી )

પીડિતાના નિધનથી ઉંડો શોક પહોંચ્યો છે. દેશવાસીઓને અપીલ છેકે તેઓ શાંતિ જાળવી રાખે. વિદ્યાર્થિનીની શહાદતને એળે નહીં જવા દેવામાં આવે. આરોપીને આકરામાં આકરી સજા ફટાકારાશે, જેથી દેશમાં આવું કોઇ તૃચ્છ કૃત્ય ના થાય.

આરપીએન સિંહ(ગૃહ રાજ્યમંત્રી)

આ કાંડના આરોપીઓને ઝડપભેર અને આકરામાં આકરી સજા આપવી જોઇએ. આ બાબતે દેશ સરકાર ઉપર વિશ્વાસ બનાવી રાખે.

કૃષ્ણા તીરથ( મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી કેન્દ્ર સરકાર)

કૃષ્ણા તીરથે પીડિતાના મોત પર ખેદ વ્યક્ત કર્યો છે.

જાવેદ અખતર(લેખક)

યુવતીની અર્થીનો ભાર સમગ્ર સમાજના ખભા પર છે.

મનીષ સિસોદિયા(નેતા આમ આદમી પાર્ટી)

યુવતીના મોત પર શોક વ્યક્ત કરતા લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

સ્મૃતિ ઇરાની(ભાજપી નેતા)

સ્મૃતિ ઇરાનીએ પીડિતા વિદ્યાર્થિનીના મોત પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.

English summary
After the death of Delhi gang rape victim in Singapore hospital, here Chief Minister Sheila Dikshit has said that she is feeling ashamed on the incident. She appealed people to maintain peace.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X