For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOએ આપી ચેતવણી, કોવિડનો આગલો વેરિઅંટ હશે વધુ સંક્રમક

ઓમિક્રૉન વેરિઅંટના કેસો ઘટવાથી લોકો થોડા બેદરકાર થઈ રહ્યા છે પરંતુ ડબ્લ્યુએચઓ હાલમાં જે ચેતવણી આપી છે તે જાણીને સહુ કોઈ ચોંકી જશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઓમિક્રૉન વેરિઅંટના કેસો ઘટવાથી લોકો થોડા બેદરકાર થઈ રહ્યા છે પરંતુ ડબ્લ્યુએચઓ હાલમાં જે ચેતવણી આપી છે તે જાણીને સહુ કોઈ ચોંકી જશે. ડબ્લ્યુએચઓ એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠનના વિશેષજ્ઞોએ ચેતવ્યા છે કે ભલે દુનિયા ઓમિક્રૉનની લહેર ઓછી થવા સાથે સામાન્ય સ્થિતિમાં પાછા આવી ગયા હોય પરંતુ કોવિડ-19નો આગલો વેરિઅંટ વધુ સંક્રમક હશે.

coronavirus

ડબ્લ્યુએચઓ વધુમાં ચેતવણી આપી છે કે કોવિડ-19નો આગલો વેરિઅંટ કદાચ પહેલા વેરિઅંટની સરખામણીમાં વધુ ઘાતક પણ હશે. હાલમાં જ એક પ્રેસ બ્રીફિંગમાં ડબ્લ્યુએચઓના મહામારીવિદઅને કોવિડ-19 પર ટેકનિકલ પ્રમુખ ડૉ. મારિયા વાન કેરખોવે જોર આપીને કહ્યુ કે મહામારી ખતમ નથી થઈ અને ભવિષ્યના વેરિઅંટ ગમે તે રીતે ઓમિક્રૉનની સરખામણીમાં વધુ સંક્રમક હશે.

ડબ્લ્યુએચઓની જેમ મારિયા વાન કેરખોવે આના પર વિસ્તારથી જણાવ્યુ કે કોરોના અને ઓમિક્રૉન પર ભવિષ્યમાં કેવી સ્થિતિ હોઈ શકે છે. આ દરમિયાન ડૉ. કેરખોવે કહ્યુ કે, 'કોવિડ-19નો આગલો વેરિઅંટ વધુ મજબૂત હશે અને આનાથી મારુ કહેવુ એ છે કે એ વધુ સંક્રમક હશે કારણકે વર્તમાનમાં જે ચાલી રહ્યુ છે તેનાથી આગળ નીકળવુ પડશે. મોટો સવાલ એ છે કે ભવિષ્યના વેરિઅંટ ઓછા કે વધુ ગંભીર હશે કે નહિ?'

આ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે આગલો વેરિઅંટ વધુ સરળતાથી ઈમ્યુનિટીથી બચી શકે છે જેના કારણે રસી ઓછી પ્રભાવી થઈ શકે છે. જો કે આ સાથે તેમણે રસી લગાવા પર વધુ જોર આપ્યુ કારણકે આ ગંભીર બિમારી અને મોતથી બચાવે છે જેવુ કે ઓમિક્રૉનની લહેર દરમિયાન જોયુ.

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં ઓમિક્રૉન વેરિઅંટ બાદ આવેલી ત્રીજી લહેર ધીમી પડી ગઈ છે. જે અમેરિકામાં 15 લાખથી વધુ કેસ આવવા લાગ્યા હતા ત્યાં હવે બે લાખથી પણ ઓછા કેસ આવી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં 2 લાખથી ઘટીને કેસ હવે 50 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. ભારતમાં જ્યાં સાડા ત્રણ લાખ કેસ આવવા લાગ્યા હતા ત્યાં હવે લગભગ 70 હજાર કેસ આવી રહ્યા છે. જો કે, ફ્રાંસ, જર્મની અને ઈટલી જેવા અમુક દેશોમાં સંક્રમણના કેસ હજુ પણ વધુ આવી રહ્યા છે.

ઓમિક્રૉન વેરિઅંટ એટલો ઘાતક સિદ્ધ થયો નથી જેટલો ડેલ્ટા વેરિઅંટ હતો. ડેલ્ટા વેરિઅંટને પહેલી વાર ઓક્ટોબર 2020માં ભારતમાં જોવા મળ્યો હતો. ડેલ્ટા આલ્ફા વેરિઅંટની સરખામણીમાં લગભગ 50 ટકા ઝડપથી ફેલાઈ રહ્યો હતો. ડેલ્ટા વેરિઅંટે ભારત સહિત ઘણા દેશોને નષ્ટ કરી દીધા. જેનાથી રેકૉર્ડ કેસ આવ્યા અને રેકૉર્ડ મોત થયા. કુલ મળીને ડબ્લ્યુએચઓની લેટેસ્ટ ચેતવણીનો સ્પષ્ટ અર્થ છે કે ભલે સંક્રમણના કેસ ઘટી ગયા હોય, એ ખતમ નથી થયો અને આના કારણે કોરોના પ્રત્યે બેદરકારી ન રાખી શકાય તેમજ કોરોના નિયમોનુ પાલન કરવાનુ રહેશે.

English summary
WHO warning - covid next variant likely to be more infectious
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X