For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસમાં સીએમને લઈ માથાકૂટ શરૂ, ત્રણેય રાજ્યમાં આજે ધારાસભ્યોની બેઠક

કોંગ્રેસમાં સીએમને લઈ માથાકૂટ શરૂ, આજે મળશે બેઠક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના ત્રણ મોટા રાજ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવનાર કોંગ્રેસ ધારાસભ્યોની આજે બેઠક બોલાવવાાં આવી છે. ત્રણેય રાજ્યોમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવેલ કોંગ્રેસમાં હવે મુખ્યમંત્રી કોને બનાવવા, તેના પર માથાકૂટ શરૂ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સીએમ પદનું નામ નક્કી કરવામાં આવી શકે છે, પરંતુ આ બાબતે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

સીએમને લઈ માથાકૂટ શરૂ

સીએમને લઈ માથાકૂટ શરૂ

ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી ઉમેદવારોને લઈ કોંગ્રેસ વિધાયક દળની આજે બેઠક છે. આના માટે કોંગ્રેસે ત્રણેય રાજ્યો માટે પર્યવેક્ષક નિયુક્ત કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢ વિધાયક દળના નેતાઓની ચૂંટણીની દેખરેખ માટે લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેને પર્યવેક્ષક તરીકે મોકલ્યા છે. ઉપરાંત એકે એન્ટનીને મધ્ય પ્રદેશ અને કેસી વેણુગોપાલને રાજસ્થાના પર્યવેક્ષક બનાવ્યા છે. ધારાસભ્ય દળની બેઠક બાદ રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા સાંજે 7 વાગ્યે રાજ્યપાલ કલ્યાણ સિંહ સાથે મુલાકાત કરશે.

કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું

કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભામાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સીએમ પદ પર પાછલા 15 વર્ષમાં ભાજપનો કબ્જો હતો, પરંતુ આ વખતે કોંગ્રેસ ત્યાં સૌથી મોટી પાર્ટી બનવામાં સફળ રહી છે. જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ 5 વર્ષ બાદ ફરી સત્તામાં વાપસી કરી રહી છે.

છત્તીસગઢમાં કોંગ્રેસ પાસે પૂર્ણ બહુમત

છત્તીસગઢમાં કોંગ્રેસ પાસે પૂર્ણ બહુમત

રાજસ્થાનની 199 સીટ પર કોંગ્રેસે 99 સીટ પર જીત હાંસલ કરી છે. બહુમતથી માત્ર એક સીટ દૂર કોંગ્રેસ અહીં સરકાર બનાવવા માટે જલદી દાવો કરશે. જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસ પાસે પૂર્ણ બહુમત છે. મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં 230 સીટમાંથી કોંગ્રેસે 114, ભાજપે 109, 4 અપક્ષ ઉમેદવારો ઉપરાંત બસપાને 2 અને સપાને 1 સીટ મળી છે. મધ્ય પ્રદેશમાં બહુમતી માટે 116 સીટ જરૂરી છે.

તેલંગાણામાં કેસીઆરની 'પ્રજા કલ્યાણ' સ્કીમે કોંગ્રેસ-ટીડીપીનાં ગઠબંધનને ડૂબાવી દીધુંતેલંગાણામાં કેસીઆરની 'પ્રજા કલ્યાણ' સ્કીમે કોંગ્રેસ-ટીડીપીનાં ગઠબંધનને ડૂબાવી દીધું

English summary
Who Will Be The CM? Congress To Hold Legislative Party Meeting For Chhattisgarh, Rajasthan & Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X