Maharashtra New CM: મહાયુતિમાંથી કોણ બનશે નવા મુખ્યમંત્રી? NCPએ ઠોક્યો CM પદ પર દાવો
Maharshtra CM: મહારાષ્ટ્રના નવા સીએમ: વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતિની બમ્પર જીત બાદ મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્રણેય પક્ષો વચ્ચે મેરેથોન બેઠકો થઈ રહી છે. મુખ્યમંત્રીને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. દરમિયાન, અજિત પવારની એનસીપીએ સીએમ પદ પર દાવો કર્યો છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતાઓની એક બેઠક યોજાઈ હતી, જે બાદ છગન ભુજબળે કહ્યું હતું કે, "આજે અમારા તમામ ધારાસભ્યો બેઠકમાં આવ્યા હતા, ઘણા કાઉન્સિલના સભ્યો પણ આવ્યા હતા અને બધાએ નક્કી કર્યું છે કે અજિત પવાર વિધાનસભામાં અમારું નેતૃત્વ કરશે. ત્રણેય પક્ષો સાથે મળીને નક્કી કરશે કે સીએમ કોણ હશે."

અજિત પવાર પણ બની શકે છે CM - ભુજબળ
આ સાથે છગન ભુજબળે કહ્યું કે અમે ત્રણેય પક્ષો સાથે બેસીને નક્કી કરીશું કે કોણ સીએમ બનશે, અજિત પવાર પણ સીએમ બની શકે છે, તેમનો સ્ટ્રાઈક રેટ ઘણો સારો છે.
પ્રફુલ પટેલનું નિવેદન
એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, "આજે એનસીપીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. અમે તમામ ધારાસભ્યોનું સ્વાગત કર્યું હતું અને અમે અજિત પવારને પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતા. અમે તેમને પક્ષને લગતા વધુ નિર્ણયો લેવા માટે પણ અપીલ કરી હતી."
જો 'દાદા' હશે તો મહારાષ્ટ્ર...
NCPના પુણે પ્રમુખ દીપક માંકરે કહ્યું, "NCPના કાર્યકરો ઈચ્છે છે કે જો 'દાદા' (અજિત પવાર) હશે તો મહારાષ્ટ્રને સારી દિશા મળશે. મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે તેમણે કેવું કામ કર્યું છે એનો નિર્ણય PM મોદી અને અમિત શાહ સાથે મળીને લેશે."












Click it and Unblock the Notifications
