અમેઠી અને રાયબરેલીથી કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારશે? આખરે પાર્ટીએ પત્તા ખોલ્યા
અમેઠી લોકસભા સીટ પર અસમંજસની સ્થિતી બની છે. કોંગ્રેસે હજુ ઉમેગદવારની જાહેરાત કરી નથી ત્યારે અટકળો લાગી રહી છે. આ અટકળો પર જયરામ રમેશે ખુલ્લીને વાત કરી છે.
ઉત્તર પ્રદેશની આ બે બેઠકો ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવતી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી ભાજપે જીત મેળવી હતી. અહીં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા.

રાહુલ ગાંધીએ 2019માં વાયનાડથી ચૂંટણી લડી અને તે જીત્યા. સોનિયા ગાંધી રાયબરેલીથી જીત્યા પરંતુ હવે તેઓ રાજ્યસભાના સભ્ય છે. આ સ્થિતિમાં હવે બંને બેઠકો ગાંધી પરિવારના હાથમાં નથી.
આ જ કારણ છે કે આ વખતે કોંગ્રેસ આ બે બેઠકો પરથી કોને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે તે સવાલ સતત ઉઠી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે અમેઠી-રાયબરેલી બેઠકના ઉમેદવારો વિશે ખુલ્લીને વાત કરી છે.
જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણી સમિતિ ઉમેદવારો અંગે નિર્ણય કરશે. અમે ઈચ્છીએ છીએ કે રાહુલ અને પ્રિયંકા ગાંધી અમેઠી-રાયબરેલીથી ચૂંટણી લડે.
કોંગ્રેસ સંગઠન પણ એવું જ ઈચ્છે છે. અમને આશા છે કે તે અહીંથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ પણ કેરળની વાયનાડ સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે.
બીજી તરફ કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા છે. પાર્ટી છોડ્યા બાદ તેમણે કોંગ્રેસ વિરુદ્ધ પણ જોરદાર નિવેદનો આપ્યા છે. આ અંગેના સવાલ પર જયરામ રમેશે કહ્યું કે, લોકોએ અંગત સ્વાર્થ માટે પાર્ટી છોડી દીધી અને હવે વફાદારીનો પુરાવો આપવા કોંગ્રેસ વિરુદ્ધ બોલી રહ્યા છે. જૂના સાથીઓ પાર્ટી છોડવાથી દિલ દુખી છે, પણ મનોબળ તૂટ્યું નથી.












Click it and Unblock the Notifications
