ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં કોની બનશે સરકાર? ચૂંટણી પહેલા સામે આવ્યો આ મોટો સર્વે
ઉત્તરાખંડ, ગોવા અને પંજાબ માટે ટાઈમ્સ નાઉ-વીટોના ઓપિનિયમ પોલ સામે આવ્યા છે જેમાં કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર છે.
નવી દિલ્લીઃ કડકડતી ઠંડી વચ્ચે પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને દેશમાં રાજકીય પારો ગરમાયો છે. માત્ર પંજાબને છોડીને બાકીના ચાર રાજ્યો - ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં હાલમાં ભાજપની સરકાર છે અને પાર્ટી ઉપર આ રાજ્યોમાં પોતાની સત્તા જાળવી રાખવાનો પડકાર છે. વળી, વિપક્ષ પણ દાવો કરી રહી છે કે દેશની જનતા ભાજપ વિરુદ્ધ છે અને આ રાજ્યોમાં આ વખતે મોટા ફેરફાર થશે. આ દરમિયાન ઉત્તરાખંડ, ગોવા અને પંજાબ માટે ટાઈમ્સ નાઉ-વીટોના ઓપિનિયમ પોલ સામે આવ્યા છે જેમાં કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર છે.

પંજાબમાં આ વખતે કોણ બનાવશે સરકાર?
ટાઈમ્સ નાઉ-વીટો ઓપિનિયમ પોલના જણાવ્યા મુજબ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મોટી જીત મેળવીને સરકાર બનાવી શકે છે. 117 વિધાનસભા સીટોવાળા પંજાબમાં આમ આદમી પાર્ટીને 57થી 60 સીટો પર જીત મળતી જોવા મળી રહી છે. આ ઉપરાંત શિરોમણિ અકાલી દળને 10થી 13 સીટો અને ભારતીય જનતા પાર્ટીના ખાતામાં 0થી 3 સીટો જઈ શકે છે. જો કે, કોંગ્રેસ માટે એક રાહતના સમાચાર એ છે કે સર્વેમાં શામેલ 46.32 ટકા લોકો મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના કામકાજથી ખુશ છે.

ગોવામાં ભાજપની વાપસી થશે?
ગોવાને લઈને કરવામાં આવેલા ટાઈમ્સ નાઉ-વીટોના ઓપિનિયમ પોલમાં ભારતીય જનતા પાર્ટી એક વાર ફરીથી સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો કે, આમ આદમી પાર્ટી માટે પણ ગોવાથી સારા સમાચાર છે. ઓપિનિયમ પોલના જણાવ્યા મુજબ ગોવાની 40 વિધાનસભા સીટોમાંથી ભાજપ 20થી 23 સીટ અને આમ આદમી પાર્ટી 6થી 10 સીટો જીતી શકે છે. વળી, કોંગ્રેસના ખાતામાં આ વખતે 4થી 6 સીટો જતી દેખાઈ રહી છે. આ ઉપરાંત 5થી 6 સીટો પર અપક્ષ ઉમેદવારો જીત મેળવી શકે છે. વોટ શેરની જો વાત કરીએ તો ભાજપને અહીં 32.64 ટકા, કોંગ્રેસને 16.74 ટકા અને આમ આદમી પાર્ટીને 24.75 ટકા વોટ શેર મળી શકે છે.

ઉત્તરાખંડમાં કોંગ્રેસને કેટલી મળશે સીટો?
ટાઈમ્સ નાઉ-વીટો ઓપિનિયમ પોલના પરિણામોમાં વર્તમાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને લોકોએ આગલા મુખ્યમંત્રી તરીકે પોતાની પહેલી પસંદગી ગણાવ્યા છે. 70 વિધાનસભા સીટોવાલા ઉત્તરાખંડમાં ભાજપ એક વાર ફરીથી સરકાર બનાવી શકે છે અને 43થી 46 સીટો પર જીત મળતી દેખાઈ રહી છે. વળી, કોંગ્રેસને 12થી 14 સીટો અને આમ આદમી પાર્ટીના ખાતામાં 8થી 11 સીટો જઈ શકે છે. આ ઉપરાંત 2થી 5 સીટો પર અપક્ષ ઉમેદવારોને જીત મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો ભાજપ સૌથી આગળ છે અને તેના ખાતામાં 41.11 ટકા વોટ શેર જઈ શકે છે. વળી, કોંગ્રેસને 27.31 અને આમ આદમી પાર્ટીને 18.67 ટકા વોટ શેર મળતા દેખાઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
