Madhya Pradesh Election : મધ્ય પ્રદેશમાં કોની સરકાર? આ 4 ટકા મતદારો પર છે પુરો આધાર
મધ્ય પ્રદેશમાં ચૂંટણી માહોલ જામ્યો છે અને માહોલ વચ્ચે મામા શિવરાજ સિંહ ચૌહાણના દિવસો પુરા થઈ ગયા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. આ સંકેતો વચ્ચે કેટલાક એવા સમીકરણો છે જે સમજવા જરૂરી છે.
મધ્યપ્રદેશમાં આ વખતે કુલ 5 કરોડ 60 લાખ મતદારો મત આપવાના છે. આ મતદારો પૈકી 22 લાખ 36 હજાર મતદાર પહેલી વખત મત આપશે. આ આંકડો કુલ મતદારોના 4 ટકા જેટલો છે.

આ આંકડો નાનો નથી અને વોટબેંક જે તરફ વળી તેની સરકાર બનવાનું નિશ્ચિત છે. 2018ની વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વિશ્વષણ પણ આ સંકેતો આપે છે.
છેલ્લી ચૂંટણી પર નજર કરીએ તો બીજેપી અને કોંગ્રેસ વચ્ચે માત્ર અડધા ટકાથી ઓછા મતનો તફાવત હતો. અહીં બીજેપીને 41.02 ટકા વોટ મળ્યા હતા તો કોંગ્રેસને 40.89 ટકા વોટ મળ્યા હતા.
આ બંને વચ્ચે મળેલા મતોમાં તફાવત માત્ર 0.13 ટકા હતો. આ નાના અંતરે કોંગ્રેસે બીજેપીને હરાવી દીધી હતી. આ જ કારણ હતું કે કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી અહીં બન્ને પાર્ટી વચ્ચે 5 સીટોનો જ તફાવત હતો.
મધ્યપ્રદેશનું રાજકીય ચિત્ર સરળ રીતે સમજીએ તો ગઈ ચૂંટણીમાં બંને પક્ષોને લગભગ સરખા મત મળ્યા હતા ત્યારે આ વખતે નવા મતદાર નિર્ણાયક સાબિત થશે.
2018 પછીના દોઢ વર્ષને બાદ કરીએ તો આ એવા મતદાર છે કે જેણે કેન્દ્ર અને રાજ્યમાં માત્ર બીજેપીની સરકાર જોઈ છે. મોદી અને શિવરાજની કામ કરવાની રીત અનુભવી છે. આ જ કારણ છે કે પીએમ મોદી મધ્યપ્રદેશમાં નવા મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
બીજેપી જ નહીં કોગ્રેસે પણ નવા મતદારોને રિઝવવા માટે ખાસ યોજના બનાવી છે. આંકડા અનુસાર, મધ્યપ્રદેશમાં લગભગ 39 લાખ યુવાનો બેરોજગાર છે. કોંગ્રેસ પાર્ટી તેમને નોકરીઓ આપવાનું વચન આપીને તેમને રિઝવવા પ્રયાસ કરી રહી છે. બંને પક્ષો યુવાનોને પોતાની સાથે લાવવાના પૂરા પ્રયાસ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
