Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, કઈ કેટેગરીને મળશે 10% સવર્ણ અનામતનો લાભ, જાણો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા મોટો દાવ ખેલીને આર્થક રીતે નબળા સવર્ણોને 10% અનામત આપવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા મોટો દાવ ખેલીને આર્થક રીતે નબળા સવર્ણોને 10% અનામત આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ અનામતનો કોટા 49.5 ટકાથી વધીને 59.5 ટકા થઈ જશે. સરકાર બંધારણમાં સુધારા દ્વારા આ પગલાને પૂરુ કરવાની કોશિશ કરશે. કેન્દ્રીય બજેટમાં નક્કી કરવામાં આવ્યુ છેકે આ અનામત શિક્ષણ અને નોકરીમાં આપવામાં આવશે. સૂત્રો મુજબ આર્થિક રૂપે નબળા સવર્ણોને અનામત આપવા માટે કેન્દ્ર સરકારે અમુક માપદંડો નક્કી કર્યા છે. જાણો કોને મળશે અનામત.

આ નિર્ણય માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યા છે કે અમુક માપદંડો

આ નિર્ણય માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યા છે કે અમુક માપદંડો

ઘણા સમયથી એ માંગ કરવામાં આવી રહી હતી કે આર્થિક રૂપે પછાત સવર્ણોને અનામત આપવામાં આવશે. છેવટે કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય પર મહોર લગાવી દીધી છે. સૂત્રો મુજબ અનામતનો લાભ માત્ર એ જ સવર્ણોને મળશે જેમની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હશે. આ ઉપરાંત જેમની પાંસે પાંચ એકરથી ઓછી જમીન હશે તે પણ આના હકદાર ગણાશે. એક હજાર વર્ગ ફીટથી નાના ઘરવાળાઓને પણ આનો લાભ મળશે. નિગમમાં આવાસીય પ્લોટ છે તો 109 યાર્ડથી ઓછી જમીન હોય કે પછી નિગમથી બહાર પ્લોટ હોય તો 209 યાર્ડથી ઓછી જમીન હોય તેને પણ આનો લાભ મળશે.

બંધારણના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં કરવામાં આવશે ફેરફાર

બંધારણના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં કરવામાં આવશે ફેરફાર

મોદી સરકાર આર્થિક આધાર પર પછાત સવર્ણો માટે અનામતનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ પ્રકારની કોઈ વ્યવસ્થા અત્યારે બંધારણમાં નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારને આ નિર્ણય લાગુ કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે. બંધારણના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં ફેરફાર કરવામાં આવશે. આશા રાખવામાં આવી રહી છે કે મંગળવારે સંસદમાં સરકાર સુધારા માટેનું બિલ લઈને આવશે.

સવર્ણોના અનામત પર શું હશે વિપક્ષનું વલણ

સવર્ણોના અનામત પર શું હશે વિપક્ષનું વલણ

હાલમાં કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય પર મહોર લગાવી દીધી છે. જો કે અનામત કોટા વધારા અંગે તેમનો રસ્તો થોડો આકરો હોઈ શકે છે કારણકે બંધારણ સુધારામાં સરકારને બાકીના પક્ષોના સાથની પણ જરૂર પડશે. હવે જોવાનું રહેશે કે બીજા પક્ષો આ મુદ્દે શું નિર્ણય લેશે. તમને જણાવી દઈએ કે મંગળવારે સંસદના શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે. એવામાં જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર આ નિર્ણય અંગે આગળ શું રણનીતિ અપનાવે છે.

2019 લોકસભા ચૂંટણીમાં મળશે ભાજપને આનો લાભ

2019 લોકસભા ચૂંટણીમાં મળશે ભાજપને આનો લાભ

મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા ગરીબ સવર્ણો માટે 10% અનામતનો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે એસસી-એસટી અનામત સાથે જોડાયેલા વટહુકમ પર સવર્ણોની નારાજગી વહોરી રહેલી ભાજપે આ પ્રસ્તાવથી તેમને ખુશ કરવાની કોશિશ કરી છે. તમને જણાવી દઈએ કે ત્રણ રાજ્યોમાં ભાજપની હાર બાદ આ પ્રકારની વાતો ઉઠી રહી હતી કે સવર્ણોની નારાજગીના કારણે ભાજપે આ હારનો સામનો કરવો પડ્યો છે. જો કે હજુ એ કહેવુ મુશ્કેલ છે કે ભાજપને આનો લાભ મળશે કે નહિ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X