અદાણીની સેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના?-રાહુલ ગાંધી
અદાણી મુદ્દે રાહુલ ગાંધી સરકારને ઘેરવાનો કોઈ મોકો નથી છોડી રહ્યા. એક તરફ લોકસભામાં કોંગ્રેસ આ મુદ્દે મેદાને પડી છે તો બીજી તરફ રાહુલ ગાંધી સસ્પેન્ડ થયા બાદ પણ અદાણીનો પીછો નથી છોડી રહ્યા. આજે ફરીથી રાહુલ ગાંધીએ અદાણીને લઈને સરકાર પર નિશાન સાધ્યુ હતું. ચીન વિશેના એક સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ સામે સવાલ કર્યો કે અદાણીની શેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે?

અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, આ પૈસા બેનામી છે, પરંતુ તે કોના છે તે મુખ્ય પ્રશ્ન છે. તેમણે કહ્યું કે ભાજપ જવાબ આપે કે કોના પૈસા છે? અહીં તમને જણાવી દઈએ કે, મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીના જામીન 13 એપ્રિલ સુધી લંબાવાયા છે.
રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી પર હવે 3 મેના રોજ સૂનાવણી થશે. સજાને પડકારવા રાહુલ ગાંધી સોમવારે સુરત સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. કોર્ટમાંથી બહાર આવ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, મિત્રકાલ સામે આ લોકશાહી બચાવવાની લડાઈ છે. આ સંઘર્ષમાં સત્ય જ મારું શસ્ત્ર છે અને સત્ય એ મારો સહારો છે.
#WATCH | When asked about China, Congress leader Rahul Gandhi says, "The question is whose money is there in Adani's shell companies." pic.twitter.com/jKGJufkoQd
— ANI (@ANI) April 5, 2023
અહીં તમને જણાવી દઈએ કે, 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં ગુનાહિત માનહાનિ માટે બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમને મોદી સરનેમના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
