સંસદ પવિત્ર છે તો IPL પાપ લીગ કેમ? : સિદ્ધૂ
નવી દિલ્હી, 17 મે : પૂર્વ ભારતીય ક્રિકેટર અને અમૃતસરથી બીજેપીના હાલના સાંસદ નવજોત સિંહ સિદ્ધૂએ ઇન્ડિયન પ્રીમિયર લીગને પાપ લીગ કહેવા પર વાંધો ઉઠાવ્યો છે. નવજોત સિંહ સિદ્ધૂએ આઇપીએલને પાપ લીગ કહેવા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે જો આટલા બધા ઘોટાળા અને વિવાદો બાદ સંસદ પવિત્ર છે તો આઇપીએલ કેવી રીતે પાપ લીગ હોઇ શકે.
સિદ્ધૂએ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે 'આટલા બધા ગોટાળા અને વિવાદો બાદ પણ સંસદ પવિત્ર છે તો આઇપીએલ પાપ લીગ કેમ?' નોંધનીય છે કે આઇપીએલના હાલના સિઝનમાં ત્રણ ખેલાડીઓના નામ સ્પોટ ફિક્સિંગમાં આવવાથી મીડિયામાં આ પ્રકારના વાક્યો સામે આવ્યા છે.

તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર શ્રીસંત અને અંકિત ચૌહાણે પોતાના ગૂના કબૂલી લીધા છે. અને જણાવ્યું હતું કે તેમનાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ છે. તેમને બુકીઝે ફસાવ્યા છે.












Click it and Unblock the Notifications
