'ઉપરાજ્યપાલને મંદિરો પર બુલડોઝર ચલાવવાની આટલી ઉતાવળ કેમ છે?', ભડક્યા મનીષ સિસોદિયા

દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ઉપરાજ્યપાલના આદેશ પર ચિંતા વ્યક્ત કરીને કહ્યુ કે એલજીના મંદિરો પર બુલડોઝર ચલાવવાની આટલી ઉતાવણ કેમ છે?

દિલ્લીના ઉપરાજ્યપાલે સરકારી જમીન પર કબજો કરીને ગેરકાયદે રીતે ઉભા કરાયેલા ધાર્મિક સ્થળોને હટાવવાની પરવાનગી સંબંધિત તમામ ફાઇલો એકત્ર કરી છે. એલજી ઑફિસ સાથે સંકળાયેલા અધિકારીઓનો આરોપ છે કે આમાંથી કેટલીક ફાઈલો 2017થી દિલ્લી સરકાર પાસે પેન્ડિંગ છે પરંતુ ધાર્મિક બાબતોની સમિતિની મંજૂરી અને અન્ય તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા હોવા છતા દિલ્લી સરકારે હજુ સુધી આ માળખાને મંજૂરી આપી નથી.

Manish Sisodia

હવે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એલજીના આદેશ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે એલજીના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત છે. એક તરફ તેમણે પોતે દિલ્લી સરકારની દરેક ફાઇલને રોકી રાખી છે. બીજી તરફ તે અમારા પર મંદિરો તોડવા ન દેવાનો આરોપ લગાવી રહ્યા છે? એલજીના કામ અને તેમની પ્રાથમિકતાઓ પર શંકા ઊભી કરે છે. તે દિલ્લીમાં મંદિરો પર બુલડોઝ ફેરવવા માટે આટલા આતુર કેમ છે?

દિલ્લી સરકાર પાસે પેન્ડિંગ ફાઈલોને કારણે એમબી રોડ, એમજી રોડ, ધૌલા કુઆં-આરટીઆર રોડ, રિંગ રોડ, લોની રોડ અને બુરારી રોડ સહિત અન્ય ઘણા મોટા રસ્તાઓ પર ટ્રાફિકની ભીડ વધી રહી છે. આ સાથે દિલ્લી-સહારનપુર એક્સપ્રેસવે અને જીપીઆએ સ્કીમ હેઠળ સરકારી ફ્લેટના બાંધકામ સહિત કેટલાક અન્ય સરકારી માળખાકીય પ્રોજેક્ટ્સમાં પણ વિલંબ થવાની ધારણા છે.

સરકારી શાળાઓના શિક્ષકોને તાલીમ માટે વિદેશ મોકલવાનો મુદ્દો ઉઠાવતા તેમણે ફરી એકવાર એલજીને પૂછ્યુ કે તમારા માટે શિક્ષકોની તાલીમ વધુ મહત્વની છે કે મંદિરો તોડવાની જરૂર છે? જો એલજી પોતાને દિલ્લીના લોકોના સ્થાનિક વાલી ગણાવતા હોય તો તે જાહેર હિતના પ્રોજેક્ટને મંજૂરી કેમ નથી આપતા? ડીઈઆરસીના અધ્યક્ષ અને કાયદાકીય સલાહકારોની નિમણૂક માટેની દરખાસ્તો સાથે સંબંધિત ફાઈલો પણ તેમની પાસે લાંબા સમયથી પેન્ડિંગ છે. શા માટે એલજી તેમને પાસ કરતા નથી? તેમણે એલજીને વિનંતી કરી કે તેઓ દિલ્લીની ચૂંટાયેલી સરકારને શાંતિપૂર્ણ રીતે કામ કરવા દે. આને ધ્યાનમાં રાખીને, એલજીએ ગૃહ વિભાગના મુખ્ય સચિવને સૂચના આપીને ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને હટાવવાની પરવાનગી સાથે સંબંધિત તમામ ફાઇલો લઈ લીધી છે. એવુ માનવામાં આવે છે કે હવે એલજી પોતે તેમના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આ ફાઇલોને મંજૂરી આપશે, જેથી ગેરકાયદેસર બાંધકામોને દૂર કરી શકાય.

એલજી ઓફિસના સૂત્રોના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે 2009 પછી ગેરકાયદેસર અતિક્રમણ દ્વારા સરકારી જમીન પર બનેલા ધાર્મિક સંરચનાઓને હટાવીને જગ્યા ખાલી કરવામાં આવે. 16 ડિસેમ્બરે પણ ગૃહ વિભાગે નાયબ મુખ્યમંત્રીને આ ફાઈલો મંજૂર કરવા અને એલજીને મોકલવા વિનંતી કરી હતી પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે બાદ હવે એલજીએ તમામ ફાઈલો સીધી જ મંગાવી લીધી છે.

સિસોદિયાએ વધુમાં કહ્યુ કે, ઉપરાજ્યપાલ આટલી સંવેદનશીલ બાબત પર રાજનીતિ કરી રહ્યા છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વિચારણા હેઠળનો મામલો શહેરમાં દાયકાઓથી અસ્તિત્વમાં રહેલાં કેટલાંય મોટા મંદિરો અને અન્ય ધાર્મિક સંરચનાઓને દૂર કરવાની પરવાનગી આપવાનો છે. ધાર્મિક માળખામાં કોઈપણ સુધારાનો નિર્ણય ઉતાવળમાં લઈ શકાય નહીં. તેમને પાડવાની વાત તો બહુ દૂરની વાત છે. અમે કોઈપણ કિંમતે નાગરિકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી. કોઈપણ નિર્ણય લેતા પહેલા અમે મામલાને લગતા તમામ પાસાઓનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને આવી શિક્ષાત્મક કાર્યવાહીની અસરનો અભ્યાસ કરી રહ્યા છીએ. યોગ્ય મૂલ્યાંકન કર્યા વિના લેવાયેલ કોઈપણ નિર્ણય સમાજમાં પ્રતિકૂળ પરિસ્થિતિનુ નિર્માણ કરી શકે છે. અમે દરેક પાસાઓની કાળજીપૂર્વક તપાસ કર્યા પછી જ આ અંગે નિર્ણય લઈશુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X