કેરળથી BJP સાંસદ અને મત્રી બનેલા સુરેશ ગોપીએ મંત્રીપદ છોડવાની વાત કેમ કરી?
કેન્દ્રમાં એનડીએ સરકારે શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં કુલ 72 સાંસદોએ મંત્રીપદના શપથ લીધા. આ લિસ્ટમાં કેરળથી બીજેપી સાંસદ સુરેશ ગોપીનું નામ પણ છે.
કેરળના એકમાત્ર ભાજપના સાંસદ સુરેશ ગોપીએ એનડીએ સરકારમાં મંત્રી પદના શપથ લીધા છે. જો કે હવે તે પદ છોડે તેવી શક્યતા છે. શપથ ગ્રહણ સમારોહ બાદ એક ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તેમને લાગે છે કે તેમને જલ્દી પદ પરથી મુક્ત કરવામાં આવે.

સુરેશ ગોપીએ કહ્યું કે, તેમણે મંત્રી પદ માંગ્યું નથી. મંત્રી પદ છોડવાનું કારણ જણાવતા સુરેશ ગોપીએ કહ્યું કે, મેં ઘણી ફિલ્મો સાઈન કરી છે અને કરવાની છે. હું ત્રિસુરના સાંસદ તરીકે કામ કરીશ.
સુરેશ ગોપીએ કહ્યું કે, તે માત્ર સાંસદ તરીકે પોતાના મત વિસ્તાર માટે કામ કરવા માંગે છે અને મંત્રી પદની જરૂર નથી. તેણે કહ્યું કે, તેમણે આ પદ માટે પૂછ્યું નથી અને તે ટૂંક સમયમાં આ પદ પરથી મુક્ત થઈ જશે. તેણે કહ્યું કે તે કોઈપણ કિંમતે તેની ફિલ્મો કરવા માંગે છે અને તે ત્રિશૂરના લોકો માટે કામ કરશે. તેમને ત્યાંના લોકો સાથે કોઈ સમસ્યા નથી.
આ દરમિયાન એવા પણ અહેવાલ છે કે સુરેશ ગોપીએ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરેશ ગોપીએ કહ્યું કે, હું લોકોને મળી રહ્યો છું, મને ફોન આવી રહ્યા છે, મેં હજુ નિર્ણય લીધો નથી, સાંજ સુધીમાં પોર્ટફોલિયો વિશે કોલ આવી જશે. હું એક-બે દિવસમાં મીડિયા સાથે વાત કરીશ.
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં ભાજપે કેરળમાં પહેલીવાર પોતાનું ખાતું ખોલાવ્યું છે. સુરેશ ગોપીએ ત્રિશૂરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી અને જીતીને તેમણે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ સીટ પર કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) એ VS સુનિલ કુમારને મેદાનમાં ઉતાર્યા હતા, જેમને સુરેશ ગોપીએ 74,686 વોટથી હરાવ્યા.
લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પહેલા સુરેશ ગોપી 2022 સુધી રાજ્યસભાના સાંસદ પણ હતા. તેઓ રાજ્યસભા માટે નોમિનેટ થયા હતા. સુરેશ ગોપી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે અને ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળ્યા છે. આ સિવાય તેણે ઘણા ટીવી શો પણ હોસ્ટ કર્યા છે.












Click it and Unblock the Notifications
