Video : કન્નડ એક્ટરે પીએમ મોદીને લોહીથી લેટર કેમ લખ્યો? જાણો શું છે વિવાદ?
બીજેપીને સત્તામાંથી ભુંડી રેતી ઉખાડી ફેંકનારૂ કર્ણાટક હવે ફરીથી ચર્ચામાં છે. હાલ સોશિયલ મીડિયા પર એક કન્નડ એક્ટરનો લોહીથી લખેલો પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કન્નડ અભિનેતા પ્રેમ નેનાપિરાલીની હાલ ખુબ ચર્ચા છે. તેણે હાલમાં જ વડાપ્રધાન મોદીને એક લોહીથી પત્ર લખ્યો છે. આ પત્રમાં અભિનેતાએ કર્ણાટક માટે ન્યાયની માંગણી કરી છે.

એક્ટરની એક ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતાના રાજ્ય માટે ન્યાયની વિનંતી કરતો જોવા મળે છે.
એક્ટર પ્રેમની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેને લાખો લોકોએ જોઈ છે. ક્લિપમાં અભિનેતા સોફા પર બેઠેલો જોવા મળે છે અને તેના ખોળામાં લેટરપેડ છે. આ લેટરપેડ પર તે લોહીથી કંઇક લખતો જોવા મળી રહ્યો છે. ક્લિપમાં જોઈ શકાય છે કે તે કર્ણાટક માટે ન્યાયની માંગ કરી રહ્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે જળ વિવાદને કારણે શુક્રવારે કર્ણાટક બંધ રહ્યું હતું. આ સરકારના નિર્ણય વિરુદ્ધ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 700 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આ બંધની અસર તમામ મોટા શહેરોમાં પણ જોવા મળી હતી. બંધના એક દિવસ પહેલા કર્ણાટક રક્ષા વાદીકે સ્વાભિમાની સેનાના સભ્યોએ અભિનેતા સિદ્ધાર્થની આગામી ફિલ્મ ચિક્કુને લઈને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિક્ષેપ પાડ્યો હતો. આ કારણે અભિનેતાને ત્યાંથી જવું પડ્યું હતુ.
આ પછી અભિનેતા પ્રકાશ રાજે એક નિવેદનમાં અભિનેતા સિદ્ધાર્થની માફી માંગી હતી. પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ પણ શેર કરી છે.












Click it and Unblock the Notifications
