રાહુલ ગાંધીનો સરકારને સવાલ - આપણા 20 જવાનોની હત્યાને કેવી રીતે યોગ્ય ગણાવી રહ્યુ છે ચીન?
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચીન સાથે સીમા પર તણાવ વિશે ભારત સરકારને અમુક સવાલ કર્યા છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચીન સાથે સીમા પર તણાવ વિશે ભારત સરકારને અમુક સવાલ કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત અને ચીની સેનાના સીમા પર પાછળ હટવાના સમાચારો વિશે આજે સવારે ટ્વિટ કર્યુ છે. રાહુલે ચીન અને ભારત તરફથી સીમાની સ્થિતિ વિશે જારી કરેલ નિવેદનો શેર કરીને ત્રણ સવાલોના જવાબ મોદી સરકાર પાસે માંગ્યા છે.

આ ત્રણ સવાલોના જવાબ આપે સરકાર
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે તેમણે લખ્યુ દેશહિતની ઉપર કંઈ નથી. દેશની સરકારની આ ફરજ છે કે તે તેમની રક્ષા કરે. એવામાં નંબર એક - સીમા પર યથાસ્થિતિ વિશે દબાણ કેમ નથી નાખવામાં આવ્યુ? બીજો - આપણા ક્ષેત્રમાં નિશસ્ત્ર 20 જવાનોની હત્યાને ચીનને યોગ્ય કેવી રીતે ગણવા દેવામાં આવી રહ્યુ છે? ત્રીજો - ગલવાન ઘાટીમાં આપણી ક્ષેત્રીય સંપ્રભુતાનો ઉલ્લેખ કેમ નથી? તમને જણાવી દઈએ કે 15 જૂને ચીની સેનાએ એક અથડામણમાં ભારતના 20 સૈનિકોને શહીદ કરી દેવામાં આવ્યા હતા.
|
ડોભાલની ચીનના વિદેશ મંત્રી સાથે થઈ હતી લાંબી વાતચીત
ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલ તણાવ વચ્ચે સોમવારે માહિતી સામે આવી હતી કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(એનએસએ) અજિત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વીડિયો કૉલ પર લાંબી વાતચીત કરી છે. ત્યારબાદ લદ્દાખમાં એક્ચ્યુઅલ લાઈન ઑફ કંટ્રોલ(એલએસી)થી બંને દેશોની સેનાઓના પાછળ હટવા પર સંમતિ બની છે અને ચીન પોતાની સેનાઓને પાછી બોલાવી રહી છે.

કોંગ્રેસે કરી મોદી પાસે માફીની માંગ
વળી, ચીનની સેનાના પાછળ હટવાના સમાચાર બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યુ, અમે પ્રધાનમંત્રીને પૂછવા ઈચ્છીએ છીએ કે જે તેમણે સર્વપક્ષીય બેઠકના સમયે વક્તવ્ય આપ્યુ હતુ, શું તે વક્તત્વયને પાછુ લેશે? શું તે દેશની માફી માંગશે કે હા મારાથી ભૂલ થઈ ગઈ, મે આ ખોટી નિવેદનબાજી કરી દીધી? તેમણે કહ્યુ જો ચીનના સૈનિક પાછા હટી રહ્યા છે તો એ સાબિત થયુને કે તે આપણી સીમામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યુ હતુ કે ના કોઈ આવ્યુ છે ના આપણી કોઈ પોસ્ટ કોઈના કબ્જામાં છે. આ નિવેદનને ચીને પોતાના માટે એક ક્લીનચિટને જેમ ઉપયોગ કર્યો. આનાથી આપણી જે કૂટનીતિક મહેનતથી આખા વિશ્વમાં, તેને નુકશાન થયુ છે. મને લાગે છે કે પીએમ મોદીએ દેશની માફી માંગવી જોઈએ.












Click it and Unblock the Notifications
