મોદી-ટ્રંપ મળશે તે વાતથી દાઉદ ઇબ્રાહિમની ઊંઘ ઉડી ગઇ છે?

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની એક બેઠક થવાની છે. જે દાઉદ ઇબ્રાહિમ સમેત અનેક આંતકી સંગઠનોની ઊંધ ઉડાવી શકે છે. શનિવારે અમેરિકાના પ્રવાસે જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતકવાદ અને તેના ફંડિગ પર વિશેષરૂપે ચર્ચા કરશે. જેના કારણે આવનારા સમયમાં આવા આતંકી સંગઠનોની મુશ્કેલી વધી શકે છે તે વાતમાં કોઇ શંકા નથી.

આંતકવાદ

આંતકવાદ

વિદેશ સચિવ એસ જયશંકરે જતા પહેલા જ આ પ્રવાસની રૂપરેખા તૈયાર કરી લીધી હતી. આતંકી સંગઠનોના કામકાજ અને દાઉદ ઇબ્રાહિમ સિંડિકેટની તરફથી કરવામાં આવેલા ફંડિગનો ડેટા શેયર કરનારા ગૃહ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું છે કે એક કે તેથી વધુ આંતકી સંગઠનોને આ ચર્ચામાં હાઇલાઇટ કરવામાં આવશે.

ડી ગેંગ

ડી ગેંગ

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળ ડી ગેંગ જેવા આતંકી સંગઠનોને મદદ કરતા સંગઠનો વિષે અમેરિકાને જણાવીને તેમની મદદ લેવાનો પ્રયાસ કરશે. સાથે જ તે ડી ગેંગ વિષે પણ અમેરિકાનું ધ્યાન દોરશે. અને મજબૂત રીતે પોતાનો પક્ષ રાખશે કે આ ગેંગનું ફંડિગ આંતકવાદ વિરુદ્ધની લડાઇ માટેની મુખ્ય સમસ્યા છે.

અમેરિકાનું વલણ

અમેરિકાનું વલણ

સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અમેરિકા ડી ગેંગની ફંડિગના વિરોધમાં છે અને ભારત સાથે આતંકવાદ વિરુદ્ઘ લડવામાં ભારતના પક્ષમાં છે તેમ હાલ મનાઇ રહ્યું છે. આ પ્રવાસ દરમિયાન ભારત અને અમેરિકા આંતકવાદ વિરુદ્ધની લડાઇને લઇને એક સંયુક્ત નિવેદન પણ જાહેર કરી શકે છે. જેમાં આ વાતોની સ્પષ્ટતા થઇ શકે છે.

અમેરિકાની માંગણી

અમેરિકાની માંગણી

ભારત અને અમેરિકા લશ્કર એ તૈયબા, જૈશ એ મોહમ્મદ, અલ કાયદા, ઇસ્લામિક સ્ટેટ અને દાઉદ ગેંગની વિરુદ્ધ સહિયારી લડાઇ લડવા માટે પ્રતિબદ્ધતા દેખાડી રહ્યા છે. સાથે જ બન્ને દેશો સાઇબર ક્રાઇમ જેવા વિષયો પર પણ કોઇ સહમતિ કે કરાર પર સહી કરે તેવું સંભાવના રહેલી છે.

English summary
Why Narendra Modi-Donald Trump meet is giving Dawood sleepless nights.
Please Wait while comments are loading...